ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, મહેસાણાના ઉંઝા, સરદાર પટેલ ટાઉન હોલ ખાતે યશસ્વી બુથ કાર્યકર્તા સન્માન સમારોહ કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખશ્રી ગીરીશભાઇ રાજગોરે પ્રાસંગીક સંબોધન કર્યુ તેમજ ધારાસભ્યશ્રી કિરિટભાઇ પટેલે સ્વાગત પ્રવચન કર્યુ.
પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, બુથ કાર્યકર્તાઓનો સન્માન સમારોહ આખા દેશમાં પહેલો કાર્યક્રમ યોજવા બદલ સૌને અભિનંદન. જીતવુ અને એ પણ ભવ્ય જીતવું તે કોઇએ શિખવુ હોય તો તે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસેથી શિખવું પડે. સહકાર ક્ષેત્રે પહેલા ઇલુ ઇલુ ચાલતું હતુ જેને ભાજપે બંધ કરાવ્યું. આજે તમામ ગુજરાતની ડેરીઓ ભાજપના કાર્યકર્તાઓ પાસે છે. તમામ ડિ.કો.ઓ.બેંક ભાજપ પાસે છે. તમામ સુગર ફેક્ટરી,ખેતી બેંક, એપીએમસી, નાગરિક બેંકમાં ભાજપના કાર્યકર્તાઓ સુદ્રઠ વહિવટ કરે છે. સહકારી ક્ષેત્રોમાં આપણા આગેવાનોએ દૂધનો ભાવ વધાર્યા વગર દૂધ ઉત્પાદકોને વઘારે ભાવ આપ્યો. લોકોમાં આજે ભાજપના કાર્યકરો પર વિશ્વાસનું વાતાવરણ સર્જાયુ છે તે બદલ સૌને શુભેચ્છા પાઠવું છું. આજે ત્રણ વર્ષમાં એક પણ કાર્યકરે ચૂંટાયેલા પ્રતિનિધીની ફરિયાદ નથી કરી તે પણ આનંદની વાત છે. આજે આખી દુનિયામાં કોઇ પણ રાજકીય પાર્ટી પાસે સૌથી વધુ કાર્યકર્તા ભાજપા પાસે છે. જો બુથનો એક-એક કાર્યકર બુથ જીતવાનો પ્રયત્ન કરે તો ક્યારેય આપણે હારીશું નહી. કાર્યકર્તાઓનો અધિકાર છીનવાની કોઇની તાકાત નથી. બુથમાં વધુને વધુ સંપર્ક કરવમાં આવે અને એક પણ બુથ માઇનસ ન જાય તેની ચિંતા પણ કાર્યકર્તા કરે.
આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, આજનો દિવસ ભાજપાના દરેક કાર્યકર્તા માટે ખૂબ મહત્વનો છે. શ્રી પંડિત દિનદયાળજી ઉપાધ્યાયની જન્મજંયતિ છે આ દિવસ કાર્યકર બુથ પર જઇ ઉજવણી કરતો હોય છે. આજે જે બુથ પર 500 કરતા વધારે મતોથી પ્લસ થયા છે તે કાર્યકર્તાઓને સન્માનીત કરવાનો વિચાર આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીનો છે અને તેની શરૂઆત ઉંઝાથી થઇ છે. પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના માર્ગદર્શનમાં આપણે દરેક ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો છે અને દરેક ચૂંટણીમાં કાર્યકર્તાઓ જીત મેળવે તેમ માર્ગદર્શન આપણને શ્રી સી.આર.પાટીલ સાહેબે આપ્યુ છે જેના કારણે દરેક ચૂંટણીમાં વિજય થયો છે. આજે એકાદ સંસ્થાને બાદ કરતા દરેક સંસ્થા પર ભાજપનો કાર્યકર સેવા કરી રહ્યો છે. છેલ્લા 25 વર્ષથી પણ વધારે સમય સુધી ભાવનગરની સહકારી બેંકમાં જીત નહોતી મળી પરંતુ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના નેતૃત્વમાં જીત મળી છે. પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના પેજ સમિતિના શસ્ત્ર થકી દરેક ચૂંટણીમાં જીત મળી રહી છે. લોકસભાની ચૂંટણીમાં પણ 26 બેઠકોતો જીતવાના છીએ પરંતુ દરેક બેઠક પાંચ લાખની લીડથી જીતવાનો સંકલ્પ આપણને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ આપ્યો છે તે સફળતાથી પ્રાપ્ત કરીએ.
આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, સાંસદશ્રી શારદાબેન પટેલ,મહેસાણા જિલ્લાના પ્રભારી અને પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી વર્ષાબેન દોશી, પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી એમ.એસ.પટેલ, જિલ્લાના પ્રમુખશ્રી ગીરીશભાઇ રાજગોર, ધારાસભ્યશ્રીઓ શ્રી કિરીટભાઈ,શ્રી કરશનભાઇ સોલંકી, શ્રી મુકેશભાઇ પટેલ,શ્રી સુખાજી ઠાકોર,શ્રી શરદારભાઇ ચૌધરી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તૃષાબેન,પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી મંયકભાઇ નાયક, એ.પી.એમ.સીના ચેરમેનશ્રી દિનેશભાઇ,ડેરીના ચેરમેન અશોકભાઈ સહિત તાલુકા-શહેર મંડળના પ્રમુખ,મહામંત્રીશ્રીઓ અને મોટી સંખ્યામાં બુથ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.