મહેસાણા જિલ્લાના વડનગર ખાતે રૂ.૪૦૩ કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું લોકાપર્ણ કરી વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા કરતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ

અમદાવાદ

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે મહેસાણા જિલ્લાના વડનગર ખાતે જાહેરસભાને સંબોધન કર્યું હતું. આ પૂર્વે શ્રી શાહે વડનગર ખાતે મ્યુઝિકલ મ્યુઝિયમની કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ પુરાતત્વ પ્રાયોગિક સંગ્રહાલય, પ્રેરણા સંકુલ, રમતગમત સંકુલ સહિત રૂ.૪૦૩ કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું લોકાપર્ણ કરી વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી અને અંબાઘાટની મુલાકાત લીધી હતી.

કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ભારતમાતા કી જય, વંદે માતરમ્, જય શ્રી રામના જયઘોષ સાથે હાટકેશ્વર મહાદેવ અને આદિકવિ નરસિંહ મહેતાજીની દોહિત્રી, શાસ્ત્રીય અને રાગ સંગીતની વિદુષી તાનારીરીને પ્રણામ કરી સંબોધનની શરૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે, શ્રી મોદીજીએ પુરાતત્વ પ્રાયોગિક સંગ્રહાલયની પરિકલ્પનાથી વડનગરના ૨૫૦૦ થી વધુ વર્ષના ભવ્ય ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસાને દેશ અને દુનિયાના નક્શા પર મૂકી જીવંત કરવાનું કાર્ય કર્યું છે. આપણું વડનગર દેશના પુરાતન શહેરોમાંનું એક છે જેણે તેની અક્ષુણતા અને જીવંતતાના કારણે દેશના પ્રત્યેક કાળની સંસ્કૃતિ અને સંસ્કારને પ્રભાવિત કરવાનું કાર્ય કર્યું છે. આ મ્યુઝિયમ વડનગરના પુરાતન હોવાનો બોધ આપવાની સાથે સાથે સમયાંતરે સંસ્કૃતિ, વ્યાપાર, નગરરચના, શિક્ષણ અને શાસનમાં વડનગરના યોગદાનને ઉજાગર કરે છે. વડનગરમાં સનાતન સન્યાસીઓએ અનેક તપ-સાધના અને જ્ઞાનની ઉપાસના કરી છે, જૈન સાધુઓએ અનેક જૈન અગમ નિગમની રચનાની તપશ્ચર્યા કરી છે અને કહેવાય છે કે વડનગરમાં પ્રથમ વખત જૈન ગ્રંથ કલ્પસૂત્ર કે જે ફક્ત સાધુઓ માટે વંચાતો તેને પ્રથમ વખત જનતા માટે વડનગરમાં વાંચવામાં આવ્યો હતો. આપવિત્ર સ્થાન બૌદ્ધ શ્રવણોનું વિહાર સ્થાન પણ રહ્યું છે.

શ્રી શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પંચપ્રણના સંકલ્પની વાત કરી છે તેમાં આપણી વિરાસતનું ગૌરવ પણ શામેલ છે. ગુલામીના ચિન્હોને નામશેષ કરી આપણી ભવ્ય વિરાસતના ગૌરવની અનુભૂતિ કરીને દેશના ભવિષ્યને આધુનિકતાના આધારે ઘડવાનું સાહસ દેશના યુવાનોમાં આવે તે માટે શ્રી મોદીજીએ પંચપ્રણનો મંત્ર આપ્યો છે જે આ મ્યુઝિયમ થકી ચરિતાર્થ થશે. આ મ્યુઝિયમ આર્થિક, આધ્યાત્મિક, સામાજિક, ભૌતિક, નૈતિક વિકાસની પરતો તેમજ સાંસ્કૃતિક, રાજનૈતિક અને વ્યવસ્થાપન સહિતની નગર રચના દર્શાવે છે. મોદીજીના નેતૃત્વમાં વિશ્વભરમાંથી ભારતની ધરોહર 350 કલાકૃતિઓ પરત નવાઈ છે જેમાં ગુજરાતથી ચોરાયેલ મહિસાસુરમર્દીની પ્રતિમા પણ સામેલ છે.

શ્રી શાહે કહ્યું હતું કે, વડનગરમાં પસાર થયેલ બાળપણથી દેશના પ્રધાનમંત્રી અને વિશ્વનેતા બનવાનીશ્રી નરેન્દ્રભાઇ મોદીની યાત્રા આવનારા દિવસોમાં દેશ અને દુનિયાના અનેક વિદ્યાર્થીઓ માટે અભ્યાસનો વિષય બનશે. મેં શ્રી નરેન્દ્રભાઈ સાથે વર્ષોથી ખૂબ નજીકથી કાર્ય કર્યું છે પણ વડનગરના એક ગરીબ ચા વેચનાર વ્યક્તિના પરિવારમાં જન્મ લીધેલ બાળકથી લઈને વિશ્વનું માર્ગદર્શન કરનારા વૈશ્વિક નેતા બનવા સુધીની તેમની યાત્રા અવર્ણનીય છે જેને શબ્દોમાં બાંધી શકાય એમ નથી. જેનું બાળપણ દારુણ ગરીબીમાં વ્યતિત થયું હોય ઉપહાસ ભરેલું રહ્યું હોય તે વ્યક્તિ કુંઠાથી પ્રેરિત થયા વિના રાજ્ય અને દેશની ધુરા સંભાળી તેના જેવી ગરીબી અને ઉપહાસ કોઈએ સહન ન કરવું પડે તે પ્રકારના મિશન સાથે કામ કરી સમગ્ર દેશના ગરીબોનું કલ્યાણ કરવાનો વિચાર ઈશ્વરદત્ત, પ્રતિભાવાન સંપન્ન બાળકમાં જ હોય અને તેનું જીવંત ઉદાહરણ શ્રી મોદીજી છે. શ્રી મોદીજીએ સ્વામી દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી તેમજ સરદાર પટેલની વિરાસતને તેજસ્વિતા અને ભવ્યતા સાથે આગળ વધારવાનું કાર્ય કર્યું છે.

શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, કરોડો ગરીબોના જીવનમાં અજવાળું પુરવાનું કાર્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. ઘર, ગટર, શૌચાલય, ગેસ, પાણી, વીજળી, સસ્તી દવા, મફત રાશન તેમજ આરોગ્ય સુવિધા આપી ગરીબના જીવનને સરળ કરવાનું કાર્ય ગરીબ ઘરમાં જન્મેલા શ્રી મોદીજીએ કર્યું છે. રાષ્ટ્રીય શ્રવણ સેવક સંઘના પ્રસારક તરીકે તેઓએ ગુજરાતભરમાં ભિક્ષુકની જેમ પ્રવાસ કર્યો, પ્રત્યેક જાતિ વર્ગના નાગરિકોના ઘરે ભોજન કર્યું તેમજ પરિભ્રમણ દરમિયાન સમાજમાં પ્રવર્તિત સમસ્યાઓ જોઈ અને કોઈપણ રાજકીય પૃષ્ઠભૂમિ સિવાય તેમની પ્રતિભાના આધારે રાજનૈતિક ક્ષેત્રમાં મુખ્યમંત્રી તરીકે જનતાની સેવા કરવાની તક મળી અને જનતાની સમસ્યાઓનું સમાધાન કરવા અવિરતપણે કાર્યરત રહેવાનું કાર્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે.

શ્રી શાહે કહ્યું કે, દેશમાં પરિવારવાદની રાજનીતિને સમાપ્ત કરી પોલિટિક્સ ઓફ પર્ફોર્મન્સ સ્થાપવાનું કાર્ય શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું છે. પ્રત્યેક ક્ષેત્રને સાંકળી લઇ શ્રી મોદીજીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે સર્વસમાવેશી અને સર્વસ્પર્શી વિકાસનું બીડું ઝડપ્યું જેને ગુજરાત મોડલના નામથી સમગ્ર દેશે વખાણી અને સ્વીકાર્યું. મોદીજીના દૂરંદેશી અને મજબૂત નેતૃત્વ અને પરિણામે 5 ઓગસ્ટ 2019 ના રોજ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ બન્યું અને સરદાર પટેલનું સ્વપ્ન પૂર્ણ થયું. અયોધ્યામાં ૫૫૦ વર્ષ જૂના પ્રભુ શ્રીરામના મંદિરના વિવાદનો પણ અંત આવ્યો. આતંકવાદ અને નક્સલવાદ સામે દ્રઢ સંકલ્પ અને સાતત્યપૂર્ણ અભિયાનના કારણે આતંકવાદ અને અક્ષરવાદ દેશમાં અંતિમ શ્વાસો ગણી રહ્યા છે. દ્રઢ સુરક્ષા નીતિથી સર્જીકલ સ્ટ્રાઈક – એર સ્ટ્રાઈક થકી ભારતે દુનિયામાં સંદેશ આપ્યો કે ભારતની સેના અને સીમા બંને સાથે કોઈ છેડખાની નહીં ચલાવી લેવાય નહીંતર પરિણામ ભોગવવા પડશે.

શ્રી શાહે કહ્યું કે, સુસજ્જ સેના, ગરીબ- આદિવાસી- દલિત- પીછડા કલ્યાણ, ગ્રામીણ વિકાસ તેમજ કૃષિને અર્થતંત્રનો મજબૂત સ્તંભ બનાવવાનું કાર્ય મોદીજીએ કર્યું છે. વિધાનસભા અને સંસદમાં મહિલાઓને 33% આરક્ષણ, ત્રણ તલાક નાબૂદી, કન્યા કેળવણી સહિતના કામ મોદીજીએ કર્યા છે. રોજગારી અને ગ્રામીણ વિકાસ માટે સહકાર મંત્રાલયની સ્થાપના થઈ છે સ્ટાર્ટઅપની ભરમાર, ટેકનોલોજીના ભરપૂર ઉપયોગ થકી એડમિનિસ્ટ્રેશનને સીધા ગરીબના ઘર સુધી પહોંચાડવામાં આવ્યું છે. શ્રી મોદીજીના નેતૃત્વ હેઠળ ડીબીટી ટ્રાન્સફર, ડિજિટલ ઇન્ડિયા અને ઓનલાઈન બેન્કિંગમાં ટેકનોલોજીના જન કલ્યાણમાં ઉપયોગ થકી ભારત આશ્વર્યજનક રીતે બીજા દેશોથી આગળ રહ્યું છે. ચંદ્રયાનના માધ્યમથી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર શિવશક્તિ પોઇન્ટ પર તિરંગો લહેરાયો છે. G20 માં મહાત્મા ગાંધીજીની સમાધિ પર વિશ્વના પ્રમુખ રાષ્ટ્ર અધ્યક્ષો નતમસ્તક થાય તે દ્રશ્ય ભારતની શક્તિની પ્રતીતિ કરાવે છે. આજનું ભારત આંખ બતાવી કે આંખ ઝુકાવી નહી, આંખ મિલાવીને ચાલે છે.

શ્રી શાહે કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વના મોટા અર્થતંત્રમાં 11 માં ક્રમાંકેથી 5 ક્રમાંકે આવ્યું છે અને 2027 માં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે. મેક ઇન ઇન્ડિયાએ યુવાનોને મોટી માત્રામાં રોજગારી પૂરી પાડી છે, ભારત મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે, આયુર્વેદા અને યોગ વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થયા છે. મોદીજી વિકસિત અને મહાન ભારતના સંકલ્પ સાથે આઝાદીના શતાબ્દી વર્ષ 20147 માં ભારત તમામ ક્ષેત્રે પ્રથમ ક્રમાંકે હોય એ માટે અથાક પરિશ્રમ કરી રહ્યા છે.

શ્રી શાહે કહ્યું કે, આગામી 500 વર્ષ પછી વડનગરનો ઇતિહાસ લખાશે ત્યારે તાનારીરી અને અન્ય મહાનુભાવોની સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મસ્થાનના રૂપમાં પણ વડનગરને યાદ કરાશે તે પ્રકારનું રાષ્ટ્રહિતનું કામ શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ કર્યું છે. પ્રધાનમંત્રી શ્રી એ બાળપણમાં જે શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું ત્યાં પ્રેરણા સંકુલ પરિષદનું ઔપચારિક ઉદ્ઘાટના જે કરવામાં આવ્યું છે, રમત ગમત સંકુલ પણ આજે લોકાર્પિત થયું છે.

આ તકે સંબોધન કરતા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ અને બુદ્ધ વિરાસત સહિતની ધરાવતા વડનગરમાં આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે એવા વડનગરમાં આજે અનેક વિકાસ કાર્યોની ભેટ મળી છે. વડનગર ગુજરાત અને ભારતની પ્રાચીન નગરીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. રાષ્ટ્રહિત અને દેશની સમૃદ્ધ વિરાસતને ગૌરવ અપાવનારું વિઝનરી નેતૃત્વ દેશમાં કેટલો મોટો બદલાવ લાવી શકે તે વડનગરના સંતાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યો થકી દેશ અને દુનિયાએ જોયું છે. કે કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી એ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી મુળુભાઈ બેરા, શ્રી હર્ષભાઈ સંઘવી, સાંસદશ્રીઓ શ્રી હરિભાઈ પટેલ, શ્રી મયંકભાઈ નાયક, શ્રી સોમાભાઈ મોદી, જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી તૃષાબેન પટેલ, ધારાસભ્યશ્રીઓ સંબંધિત અધિકારીગણ વિશાળ સંખ્યામાં જાહેર જનતા ઉપસ્થિત રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *