ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એખ અખબારી યાદીમાં જણાવે છે કે, ગત 22 તારીખે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પછી આજે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ મહેસાણાના તરભ ખાતે વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. ગુજરાતનું બીજા નંબરનું શિવધામ વાળીનાથ મંદિર જેની ઉંચાઈ 101 ફુટ, લંબાઈ 265 ફુટ અને પહોળાઈ 165 ફુટ એમ વિશાળ, ભવ્ય વાળીનાથ મહાદેવનું મંદિરનુ નિર્માણ થયું છે. આ કાર્યક્રમમાં ખુલ્લી જીપમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દરેક શ્રદ્ધાળુઓનું અભિવાદન ઝીલ્યું. આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કેન્દ્ર અને રાજય સરકારના કુલ રૂપિયા 13 હજાર કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ. આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને 42 કિલો વજનનું રામાયણ પુસ્તક અર્પણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં દેશની જનતાના હ્રદય સમ્રાટ એવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કેમ છો…. કહી સંબોધનની શરૂઆત કરી કે… આજે સંજોગ છે કે ગત 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રભુશ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાના આયોજનમા ભાગ લેવાની તક મળી તે પછી 14 ફેબ્રુઆરીએ અબધાબીમાં હિન્દુ મંદિરના લોકાર્પણની તક મળી. યુપીમાં કલકીઘામ મંદિરના શિલાન્યાસ કરવાની તક મળી અને આજે મહેસાણાના તરભ ખાતે મહાદેવજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક મળી. ભારતની વિકાસ યાત્રામાં એક અદભૂત કાળખંડ છે. જયારે દેવકાળ હોય કે દેશકાળ બંને ઝડપથી થઇ રહ્યા છે. દેવસેવા સાથે દેશની સેવા પણ થઇ રહી છે.
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, આ પવિત્ર ધરતી પર દિવ્ય ઉર્જાની અનુભુતિ કરુ છું. આ ઉર્જા હજારો વર્ષોથી ચાલતી આધ્યાત્મિક ચેતનાથી આપણને જોડે છે જેનો સબંધ ભગવાન કૃષ્ણથી અને મહાદેવજી સાથે પણ છે. આ ઉર્જા આપણને તે યાત્રા સાથે જોડે છે જે પહેલા ગાદીપતી મહંત વિરમગીરી બાપુએ શરૂ કરી હતી. આજે વર્ષો જુનુ આ મંદિર આજે 21મી સદીની ભવ્યતા અને પુરાતન દિવ્યતા સાથે તૈયાર થયું છે. આ મંદિર ઘણા શિલ્પકારો અને શ્રમજીવીઓના અથાગ પરિશ્રમનું પરિણામ છે. આ જ પરિશ્રમને કારણે ભવ્ય મંદિરમાં વાળીનાથ મહાદેવ સહિતના ભગવાનો બિરાજમાન થયા છે. આ મંદિરના કામકાજ સાથે જેડાયેલા દરેક શ્રમિકોને વંદન કરુ છું. આપણે અંહી મંદિર જ્ઞાન અને વિજ્ઞાનનું કેન્દ્ર રહ્યું છે. દેશ અને સમાજને અજ્ઞાન થી જ્ઞાન તરફ લઇ જવાનું માધ્યમ છે. આજે દેશ સૌનો સાથ સૌનો વિકાસ ના મંત્રથી ચાલી રહ્યો છે. અમારી સરકાર દરેક વર્ગના લોકોના જીવનને સુઘારવા કામ કરી રહી છે. મોદીની ગેરંટીનું લક્ષ્ય સમાજના છેવાડાના માનવીનું જીવન બદલવાનું છે. એક બાજુ દેશમાં દેવાલયો પણ બને છે અને કરોડો ગરિબોના પાકા ઘરો પણ બની રહ્યા છે. આજે દેશના દસ કરોડ નવા પરિવારોને નળથી જળ મળવાનું શરૂ થયું છે.
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, પાછલા બે દસકોમાં અમારી સરકારે વિકાસ સાથે વિરાસત ને સાચવવાનું કામ કર્યુ છે. આઝાદી પછી લાબા સમયથી વિકાસ અને વિરાસત વચ્ચે દુશમની કરાવી તે માટે કોંગ્રેસ જવાબદાર છે જેમણે વર્ષો સુધી દેશમાં સાશન કર્યુ. કોંગ્રેસે સોમનાથ જેવા પાવન સ્થળને વિવાદનું કારણ બનાવ્યું, પાવગઠમા ઘર્મઘજા ફરકાવાની ઇચ્છા વ્યકત ન કરી, મોઢેરાના સુર્યમંદિરના વોટબેંકની રાજનીતીથી જોયુ, ભગવાન રામના અસસ્તિવમા સવાલ કર્યા અને આજે જન્મભૂમિ પર મંદિરનુ નિર્માણ થયું છે સમગ્ર દેશ આજે ખૂશ છે તેમ છતા નકારાત્મક સાથે જીવવા વાળા લોકો નફરતનો રસ્તો છોડતા નથી. કોઇ પણ દેશ તેની વિરાસતને જાળવીને જ આગળ વધે છે. અમારી સરકારનો પ્રયાસ રહ્યો છે કે વિરાસતને વિશ્વઘરોહર તરીકે વિકાસવવામાં આવે. આજે નવા ભારત માટે થઇ રહેલો દરેક પ્રયાસ ભાવી પેઢી માટે વિરાસત બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આજે રસ્તા અને રેલ્વ ટ્રેક બની રહ્યા છે તે વિકસીત ભારતનો રસ્તો છે. આજે મહેસાણાની રેલ કનેક્ટિવિટી મજબૂત થઇ છે. આજે ડિસા એરપોર્ટ સ્ટેશનના રન વેનુ પણ લોકાર્પણ થયું છે અને ભવિષ્યમાં આ રનવે નહી ભારતની સુરક્ષાના એરફોર્સનુ મોટુ કેન્દ્ર બની રહેશે.
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, ડિસા એરપોર્ટ સ્ટેશનના રનવેની ફાઇલ વર્ષ 2004 થી 2014 સુધી કોંગ્રેસ સરકાર ફાઇલ આગળ વઘારતી નહતી પણ મોદી જે સંકલ્પ લે છે તે પુરા કરે છે અને ડીસાના રનવેનું લોકાર્પણ થયુ. 20 થી 25 વર્ષ પહેલા ઉત્તર ગુજરાત માટે તક ઘણી સીમીત હતી. ખેડૂતો ના ખેતરોમા પણી પુરતુ ન હતુ, પશુપાલકો સામે ઘણી મુશકેલીઓ હતી, ઔધોગીકરણની સિમા ખૂબ ટુંકી હતી પરંતુ ભાજપા સરકારે આ સ્થિતિ બદલી છે. ઉત્તર ગુજરાતના ખેડૂતોએ ટપક સિંચાઇની ટેકનોલોજીને જે રીત વિકસાવી છે તે અદભૂત છે.
આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતની ધરોહર વિરસાત અને સાંસ્કૃતિકનો ડંકો સમગ્ર વિશ્વમાં ગુંજી રહ્યો છે. મોદી સાહેબે વિરાસતથી વિકાસનો સંકલ્પ આપણને આપ્યો છે. આજે વડાપ્રધાનશ્રી વિશેષ ઉપસ્થિતિમાં વાળીનાથ પ્રાણપ્રતિષ્ઠા ધર્મોત્સવ સાથે વિકાસત્સોવ પણ ઉજવાઇ રહ્યો છે. ગુજરાતના કોઇ પણ ખૂણે જઇએ ત્યા વિકાસના કામો અવિરત ચાલતા જોવા મળે છે તે મોદી સાહેબની વિકસીત ગુજરાતની ગેરંટી છે. આજે સૌને ભરોસો છે કે મોદી સાહેબ છે એટલે તેમને જોઇતો વિકાસ મળશે. આજનો વિકાસત્સોવ ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવાની પ્રતિભદ્ધતા દર્શાવે છે. ઉત્તર ગુજરાતને આજે એક જ દિવસમાં 13 હજાર 601 કરોડ રૂપિયાના વિવિધ 57 કામોની ભેટ આજે મોદી સાહેબના હસ્તે મળવાની છે. મોદી સાહેબે રાજયમાં રેલ્વે અને રોડ નેટવર્કના ઇન્ફાસ્ટ્રકચર સહિત વિકાસના કામોની ભેટ આપીને વિકસીત ભારત માટે વિકસીત ગુજરાતની આગવી દિશા આપી છે. પાછલા 10 વર્ષમાં મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં જે સ્પીડ અને સ્કેલથી વિકાસના કામો થયા છે તેનાથી વિકાસની વ્યાખ્યા બદલાઇ ગઇ છે. આપણે સૌ મોદી સાહેબની પ્રેરણાથી વિકસીત ભારત 2047 ના નિર્માણમાં વિકસીત ગુજરાત બનાવવામા સહયોગ આપીએ.
આ કાર્યક્રમમાં મહંતશ્રી જયરામગીરી બાપુ, રાજયના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ શ્રી શારદાબેન પટેલ,શ્રી ભરતસિંહ ડાભી,રાજયસભાના સાંસદશ્રી દિનેશભાઇ દેસાઇ, શ્રી મયંકભાઇ નાયક, પુર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીમતી તૃષાબેન પટેલ,ધારાસભ્યશ્રીઓ અને રબારી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.