માત્ર પાંચ દિવસના બાળકના અંગોનું દાન કરવામાં આવતા બાળકના પરિવારની સુરત ખાતે ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી દ્વારા મુલાકાત કરી.

BJP GUJARAT NEWS સુરત

સુરતના વાલક પાટીયા પાસે ગીતાંજલી રો હાઉસમાં રહેતા અને મૂળ અમરેલી નજીકના માળીલાના વતની હર્ષભાઈ અને ચેતનાબેન સંઘાણીના ઘરે ૧૩ ઓક્ટોબરના રોજ દિકરાનો જન્મ થયો હતો. જન્મ પછી બાળક હલનચલન કરતું ન હતું કે એ રડ્યું પણ ન હતું. બાળકની તપાસ કરતા બાળકને બ્રેંનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. IKDRCની મદદથી બાળકની બે કીડની, બે આંખ,બરોળ અને લીવરનું દાન લેવામાં આવ્યું હતું. બાળકોનાં અંગોનું પણ દાન થઈ શકે એવો દાખલો સંઘાણી પરિવારે સમાજને આપ્યો છે. અંગદાન ક્ષેત્રે સતત સાતત્ય પૂર્ણ પ્રયત્ન અને પ્રવૃતિને કારણે આવેલી જાગૃતિના કારણે જ માત્ર પાંચ દિવસના બાળકના અંગોનું દાન થઈ શક્યું છે. બાળકના પરિવારની સુરત ખાતે આજરોજ ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી દ્વારા મુલાકાત કરી.

આ પ્રસંગે સુરત શહેરના પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા,શહેર મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *