મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમા અમરેલી ખાતે બૃહદ બેઠક યોજાઇ હતી

BJP GUJARAT NEWS રાજકોટ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એખ અખબારી યાદીમા જણાવે છે કે, લોકસભા ચૂંટણી ની તારીખ જાહેર થઇ છે ત્યારે લોકસભામા ફરી એક વાર મોદી સરકાર, 400 થી વધુ બેઠકો પ્રાપ્ત કરવાનો પક્ષનો સંકલ્પ છે ત્યારે રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમા અમરેલી ખાતે બૃહદ બેઠક યોજાઇ હતી.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમા દેશની આર્થિક વ્યવસ્થા મજબૂત થઇ છે. આજે દેશનુ અર્થતંત્ર ત્રીજા સ્થાને પહોંચવા જઇ રહ્યુ છે. કોરોના કાળમા વિશ્વના વિકસીત દેશની અર્થવ્યવસ્થા ડામાડોળ થઇ હતી પરંતુ મોદી સાહેબના નેતૃત્વમા દેશની અર્થવ્યવસ્થા મજબૂત રહી હતી. મોદી સાહેબે દેશમા ગરીબી દુર કરવાના મજબૂત પ્રયાસ કર્યા છે. કેન્દ્રમા મોદી સાહેબની સરકારથી ગુજરાતમા આજે ડબલ એન્જિનની સરકાર ચાલી રહી છે અને ગુજરાતને આનો સંપુર્ણ લાભ મળે છે. દેશમા સૌથી વધુ રોજગારી આપતુ રાજય કોઇ હોય તો તે ગુજરાત છે.

શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે વધુમા જણાવ્યું કે, કોંગ્રેસના સમયમા કયુ કૌભાંડ બહાર આવ્યુ તેની ચર્ચા થતી અને આજે મોદી સાહેબની કેન્દ્ર સરકારમા કયા કૌભાંડીને સજા થઇ તે સમાચાર આવી રહ્યા છે. મોદી સાહેબ હમેંશા કહે છે કે જનતાના સ્વપ્ન જેટલા મોટા એટલો મોટો મારો સંકલ્પ. જીએસટીની અત્યાર સુધીની ઐતિહાસીક આવક માર્ચ મહિનામા 1.78 લાખ કરોડની આવક થઇ છે એનો અર્થ એ છે કે ઇન્ડસ્ટ્રીઓ સહિતની ઇકોસિસ્ટમ યોગ્ય દિશામા ચાલી રહી છે. આજે દેશમા એક જ ગેરંટી ચાલે છે એ છે મોદીની ગેરંટી. મોદી સાહેબે દેશના યુવાનો પર વિશ્વાસ મુક્યો છે અને મુદ્રા યોજના થકી 30 લાખ કરોડની લોનની સહાય આપી છે. ભાજપના કાર્યકર્તાઓ ચૂંટણી હોય કે ન હોય પણ જનતા સાથે હોય જ છે.  સેમિકન્ડકટરને ભારતમા લાવવા ભારતના ઘણા વડાપ્રધાનશ્રીઓએ પ્રયત્ન કર્યા જેમા મોદી સાહેબ સફળ થયા છે. મોદી સાહેબ દેશને આત્મનિર્ભર બનવાની દિશા આપી છે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ગુજરાત ન આવુ પડે તેમ તનતોડ મહેનત કરી છે ગુજરાતમાથી ઐતિહાસીક લીડ સાથે ઉમેદવારોને જીતાડવા પ્રયત્ન કરીએ.

 

આ કાર્યક્રમમા પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા, પ્રભારી હકુભા જાડેજા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, ઉપ દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા, લોકસભા ઉમેદવાર શ્રી ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય શ્રીઓ હીરાભાઈ સોલંકી, મહેશભાઈ કસવાલા, જે વી કાકડીયા, જનકભાઈ તળવિયા, જિલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઈ કાબરિયા, મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસિયા, પીઠાભાઈ નકુમ, વિપુલભાઈ ધોરાજીયા સહિત ની જિલ્લા અને પ્રદેશના હોદ્દારશ્રીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *