ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે થરાદ વિઘાનસભા ખાતે જાહેર સભા સંબોધી હતી. આ કાર્યક્રમમા જીલ્લા પ્રમુખશ્રી કિર્તીસિંહ વાઘેલાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. આ કાર્યક્રમમા રાજપૂત સમાજના આગેવાન તેમજ કોંગ્રેસના ગુજરાત પ્રદેશના પુર્વ મહામંત્રી શ્રી ડિ.ડિ રાજપૂત,પ્રમુખ યુથ કોંગ્રેસ શ્રી અલ્પેશભાઇ જોષી,શ્રી રામાજી રાજપૂત, બનાસકાંઠા યુથ કોંગ્રેસ જીલ્લા મહામંત્રીશ્રી શ્રી ધર્મસિંહજી દરબાર સહિત તેમના સમર્થકો મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભાજપમા જોડાયા.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, દેશમા વડાપ્રધાન તરીકે આદરણીયશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સત્તા સંભાળી ત્યારે દેશની અર્થવ્યવસ્થા 11મા સ્થાનેથી પાંચમા સ્થાને આવી છે અને હવે આપણા દેશનુ અર્થતંત્ર તેમના નેતૃત્વમા ત્રીજા સ્થાન પર પહોચશે તેવો વિશ્વાસ છે. આજે વિકાસના ખૂબ કામો થઇ રહ્યા છે જેમા રેલ્વેનુ વિજળી કરણ 1947 થી 2014 સુઘી 21 હજાર 801 કિમી, તો 2014 થી 2023 સુઘીમા 38 હજાર 650 કિમી કામ થયુ છે. ગુજરાતમા શ્રી મોદી સાહેબ તત્કાલીન મુખ્યમંત્રી બન્યા તે સમયે ગુજરાતમા 1375 મેડિકલ બેઠક હતી જેમા મોદી સાહેબે વધારો કરી આજે 7 હજાર મેડિકલ બેઠકો કરી છે. આજે દેશમા જીએસટીની આવક વધી છે.
શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે વધુમા જણાવ્યું કે, આજે દેશના યુવાનોનો વિશ્વાસ વધે, યુવાનો જોબ સિકર નહી જોબ ગીવર બને તે માટે તેમને લોન મળે તે માટે તેમના ગેરંટર પણ બન્યા છે. મોદી સાહેબના નેતૃત્વમા દરેક સેક્ટરમા કાર્યો થયા છે. બેરોજગારી દુર કરવા મક્કમ પ્રયાસ કર્યા છે તેના માટે ગુજરાતમા વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરી. દેશમા સેમિકન્ડકટર બિઝનેસ ભારતમા લાવવા દેશના અત્યારસુઘીના દરેક વડાપ્રધાને પ્રયાસ કર્યા પરંતુ માત્ર મોદી સાહેબ સેમિકન્ડકટરને ભારતમા લાવવા સફળ થયા છે. દેશના વિકાસમા સૌ સાથ આપે તેમજ ઉમેદવારને જંગી બહુમતી સાથે જીતાડવા પ્રયાસ કરીએ.
લોકસભા ઉમેદવારશ્રી રેખાબેને સંબોધન કરતા જણાવ્યું કે, બનાસકાંઠા બેઠક પર પ્રથમ વખત મહિલા ઉમેદવાર તરીકે મારી પસંદગી થતા રાષ્ટ્રીય અને પ્રદેશના તેમજ જીલ્લાના હોદ્દેદારનો ખૂબ ખૂબ આભાર વ્યકત કરુ છું. મોદી સાહેબના નેતૃત્વમા દેશમા વિકાસના અનેક કાર્યો થયા છે. મોદી સાહેબે ચૂંટણી સંકલ્પોમા આપેલા વચનો પુર્ણ કર્યા છે. મોદી સાહેબે ધાર્મિક સ્થળોના જીણોદ્ધાર કરાવાનુ કામ કર્યુ છે તેમજ પ્રવાસન ક્ષેત્રે ઘણો વિકાસ થયો છે. આયુષ્યમાન કાર્ડ અંતર્ગત ગરિબ દર્દીને પણ ઉત્તમ સારવાર મળી શકે છે. થરાદમા વિકાસના કાર્યો અવિરત ચાલુ રહે તેવો મારો પ્રયાસ રહેશે.
સાંસદશ્રી પરબતભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, આદરણીયશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સાહેબે ખેડૂતો માટે સિંચાઇનુ પાણી મળી રહે તે માટે અંદાજે 5400 કરોડથી વધુ રકમ ની સહાય કરી તળાવ ભરવા પાઇપાલાઇન માટે ફાળવ્યા છે. આજે આપણે વિકાસના અનેક કાર્યો ભાજપના શાસનમા જોયા છે. લોકસભાની દરેક બેઠકો આપણે પાંચ લાખથી વધુ લીડ સાથે જીતવાની છે તે માટે પ્રયાસ કરીએ.
રાજયનામંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત જણાવ્યું કે, વિકાસ કેવો હોય તેનું ઉત્તમ ઉદાહરણ મોદી સાહેબે આપણને ગુજરાતમા કરી બતાવ્યું છે. આજે મોદી સાહેબે દેશમા જે રીતે વિકાસના કાર્યો કર્યા છે તેનાથી જનતાને સંતોષની લાગણી છે. મોદી સાહેબના નેતૃત્વમા આપણા દેશની અર્થવ્યવસ્થા ટોપ પાંચમા સમાવેશ થયો છે. ચંદ્રયાન થી સુર્ય સુધી પહોંચવા સુઘીના દરેક કાર્યોમા ભારત અગ્રેસર રહ્યો છે. ગુજરાતમા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબના નેતૃત્વમા વાઇબ્રન્ટ સમિટિમા 45 લાખ કરોડમા એમોયુ થયા છે. વિરોધી રાજકીય પાર્ટીઓ પાસે આજે કોઇ વડાપ્રધાનનો ઉમેદવાર નથી. મોદી સાહેબે સંકલ્પ કર્યો છે કે ભારત 2047 સુધીમા આત્મનિર્ભર બને તેને સફળ કરવા સૌ સાથે મળીને પ્રયાસ કરીએ.
આ કાર્યક્રમમા રાજયના મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત, સાંસદશ્રી પરબતભાઇ પટેલ,લોકસભાના ઉમેદવારશ્રી રેખાબેન ચૌધરી,પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી જયંતિભાઇ કવાડિયા,જિલ્લાના પ્રમુખશ્રી કિર્તિસિંહ વાઘેલા,ધારાસભ્યશ્રીઓ શ્રી કેશાજી ચૌહાણ,શ્રી પ્રવિણભાઇ માળી,શ્રી અનિકેતભાઇ ઠાકર,શ્રી માવજીભાઇ દેસાઇ,શ્રી કિરિટસિંહ ડાભી,શ્રી બાબુસિંહ જાદવ,લોકસભાના પ્રભારીશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા,સંયોજકશ્રી રાણાભાઇ દેસાઇ, ક્લસ્ટર ઇન્ચાર્જશ્રી બાબુબાઇ જેબલીયા,વરિષ્ઠ આગેવાનશ્રી કાનાજી ગોહિલ,ડિસા એપીએમસીના ચેરમેનશ્રી ગોવાભાઇ રબારી, વાવ સ્ટેના રાજવીશ્રી ગજેન્દ્રસિંહ ચૌહાણ,ક્ષત્રિય સમાજના આગેવાનો અને સહકારી આગેવાન શ્રીઓ તેમજ જિલ્લાના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
