ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમા મોદી પરિવાર સભા વિરમગામ ખાતે યોજાઇ હતી. જિલ્લા ભાજપના પ્રમુખશ્રી હર્ષદગીરી બાપુએ પ્રાસંગીક સંબોધન કર્યુ. આ કાર્યક્રમમા જિલ્લા ભાજપના મહામંત્રીશ્રી મયુરભાઇ ડાભીએ આભાર વિઘિ કરી હતી.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, આ વખતની લોકસભા ચૂંટણીમા જનતા જનાર્દને નક્કી કર્યુ છે કે તેઓ મોદી સાહેબને 400 પાર સાથે વડાપ્રધાન બનાવશે. મોદી સાહેબના નેતૃત્વમા દેશનુ અર્થતંત્ર 11મા સ્થાનેથી પાંચમા સ્થાને આવ્યું છે અને આ વખતે મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બનશે ત્યારે દેશની અર્થવ્યવસ્થા ત્રીજા સ્થાને પહોંચશે. મોદી સાહેબે દેશનો વિકાસ નાના વ્યક્તિને ધ્યાને રાખીને કર્યો છે. મોદી સાહેબ છેવાડાના માનવીને ધ્યાને રાખી યોજના જાહેર કરે છે અને સરકારની યોજનાનો લાભ સૌને મળે તેવો પ્રયાસ કર્યો છે એટલે આજે દેશમા મોદીની ગેરંટી ચાલી રહી છે. મોદી સરકારમા જે ખોટુ કરશે તેને સજા થશે તેવો જનતાને વિશ્વાસ થયો છે. આજે ગુજરાત સૌથી વધુ રોજગારી આપતુ રાજય બન્યુ છે. મોદી સાહેબે વિશ્વના દેશો સમક્ષ ભારતની શાખ વધારી છે. મોદી સાહેબે દેશના યુવાનોને આત્મનિર્ભર કરવા વગર વ્યાજની લોન આપી છે,મહિલાઓને નળ થી જળ મળ્યુ, ફ્રીમા ગેસ સીલીન્ડર મળે તેવી વ્યવસ્થા કરી છે. આ વખતે જંગી મતો સાથે ઉમેદવારને જીતાડવાના છે. શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમા ભારત વિકસીત બની રહ્યુ છે ત્યારે વિકસીત ભારત માટે વિકસીત ગુજરાત થકી લીડ લઇ જંગી મતો સાથે મોદી સાહેબનો વિશ્વાસ મજબૂત કરીએ.
સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવારશ્રી ચંદુભાઇ શિહોરાએ સંબોધન કરતા જણાવ્યું કે, લોકસભા ચૂંટણીમા મારી પસંદગી કરવામા આવી તે બદલ રાષ્ટ્રીય અને પ્રદેશ તેમજ જિલ્લાના આગેવાનોનો આભાર વ્યક્ત કરુ છું. ગુજરાતમા ભાજપની સરકાર બન્યા પછી વિકાસના ઘણા કામો થયા છે. શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તાત્કાલીન મુખ્યમંત્રી બન્યા અને ગુજરાત દેશનુ રોલ મોડલ બનાવ્યું. આજે સમગ્ર વિશ્વની નજર લોકસભા ચૂંટણી પર છે. લોકસભા ચૂંટણીમા જંગી મત સાથે જનતા વિજય બનાવશે તેવો વિશ્વાસ છે.
આ કાર્યક્રમમા લોકસભાના ઉમેદવાર શ્રી ચંદુભાઈ શિહોરા, ક્લસ્ટર ઇન્ચાર્જ શ્રી બાબુભાઈ જેબલિયા, અમદાવાદ જિલ્લા પ્રમુખ શ્રી હર્ષદગિરિ ગોસાઈ, ધારાસભ્યશ્રીઓ શ્રી હાર્દિકભાઈ પટેલ, શ્રી પ્રકાશભાઈ વરમોરા, સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, લોકસભાના પ્રભારી શ્રી ડૉ અનિલભાઈ પટેલ, પદાધિકારીશ્રીઓ,પૂર્વ ધારાસભ્યશ્રીઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.