ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, લોકસભા ચૂંટણી અંતર્ગત ઉમેદવારના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ છે ત્યારે આજ રોજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર્ભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમા આંણદ લોકસભાના ઉમેદવારશ્રી મિતેષભાઇ પટેલના સમર્થનમા વિજય વિશ્વાસ સંમેલન અંતર્ગત જાહેરસભા યોજાઇ.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, આજે ઘણા વર્ષો પછી લોકસભાની ચૂંટણીમા જનતાએ પહેલાથી નક્કી કરી લીધુ છે કે આ વખતે મોદી સાહેબને જ મત આપવાનો છે. 2004 થી 2014 સુઘી ભારતનુ અર્થતંત્ર 11 મા સ્થાને હતુ પરંતુ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી ભારતનુ અર્થતંત્ર પાંચમા સ્થાને આવ્યું છે. ટુંક સમયમા મોદી સાહેબના નેતૃત્વમા ભારતનુ અર્થતંત્ર ત્રીજા સ્થાને પહોંચશે. આજે વિકાસના કાર્યો ખૂબ ઝડપથી થઇ રહ્યા છે. આજે આયુષ્યમાન કાર્ડ થકી ગરીબ દર્દીઓને દસ લાખ સુધી મફત સારવાર કરાવી શકે છે. મોદી સાહેબે દેશને બેરોજગારીમાથી બહાર લાવવા મક્કમ પ્રયાસ કર્યા છે. ભારત વિકસીત થાય તે દિશામા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ કાર્ય કરી રહ્યા છે. આજે વંદે ભારત ટ્રેનની સુવિધાનો લાભ મળી રહ્યો છે ટુંક સમયમા બુલેટ ટ્રેનનો લાભ પણ જનતાને મળશે. આવો આ લોકસભાની ચૂંટણીમા ભાજપના ઉમેદવારને જંગી મતો સાથે જીતાડીએ.
શ્રી મિતિષભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દસ વર્ષમા વિકાસના ખૂબ કાર્યો કર્યા છે. શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે ત્યારે આંણદ લોકસભા બેઠક પણ જંગી મતો સાથે જીતીશુ તેવો વિશ્વાસ છે. આણંદ જિલ્લાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા બદલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યકત કરુ છું. પહેલી વખત કેન્દ્ર સરકારની યોજના છેવાડાના માનવી સુધી પહોંચી છે. કોંગ્રેસની સરકારે વર્ષો સુધી જે કામ દેશ માટે નથી કર્યા તેટલા કામ મોદી સાહેબે પાછલા દસ વર્ષમા કરી બતાવ્યા છે.
આ કાર્યક્રમમાં આણંદ લોકસભાના ઉમેદવાર શ્રી મીતેશભાઇ પટેલ,ખંભાત વિધાનસભાના ઉમેદવાર શ્રી ચિરાગભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદશ્રી નરહરીભાઈ અમીન,નાયબ દંડકશ્રી રમણભાઈ સોલંકી,લોકસભાના પ્રભારી શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ,લોકસભાના સંયોજકશ્રી લાલસિંહ વડોદરિયા,જીલ્લા પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ,જીલ્લા પ્રભારી શ્રી રાકેશભાઈ શાહ,જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ,ધારાસભ્યશ્રીઓ શ્રી યોગેશભાઈ પટેલ,શ્રી ગોવિંદભાઈ પરમાર,શ્રી કમલેશભાઈ પટેલ,શ્રી વિપુલભાઈ પટેલ,પૂર્વ સાંસદશ્રીઓ,પૂર્વ ધારાસભ્યશ્રીઓ,પદાધિકારીશ્રીઓ સહીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.