ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજ્યના મુદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં કર્ણાવતી ખાતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સંમેલન યોજાઈ ગયું હતું.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત સૌ સી.એ. સાથે સંવાદ કરતા કહ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષમાં દેશનું અર્થતંત્ર અગિયારમાં સ્થાનેથી પાંચમા સ્થાને પહોંચ્યું છે. આગામી સમયમાં મોદી સાહેબની ત્રીજી ટર્મમાં આ અર્થતંત્ર ત્રીજા સ્થાને પહોંચાડવાનું લક્ષ્યાંક છે.આજે ગુજરાતમાં વિશ્વની ટોચની કંપનીઓ રોકાણ કરી રહી છે. ભારતમાં રોકાણ માટે ગુજરાત આજે સૌ કોઇ માટે ફર્સ્ટ ચોઈસ બન્યું છે, જે માનનીય વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપનું જ પરિણામ છે.
શ્રી પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વિકસિત ભારત બનાવવા માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં રાજ્યના ચાર્ટડ એકાઉન્ટન્ટ્સનો રોલ મહત્વપૂર્ણ બની રહેશે.આજે દરેક વર્ગ માટે ગેરંટી માત્ર શબ્દ નહીં પણ પ્રત્યક્ષ અનુભૂતિ છે. માટે જ, આગામી લોકસભા ચૂંટણીમાં નિશ્ચિતપણે “અબ કી બાર ચારસો પાર”નો સંકલ્પ સાકાર થશે.