ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, મેડિકલ સેલ દ્વારા આયોજીત ગુજરાત ડોકટર્સ મીટ કાર્યક્રમ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી તેમજ રાજયનામંત્રીશ્રી રૂષીકેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ કર્ણાવતી કલબ ખાતે યોજાયો. આ કાર્યક્રમમાં રાજયના આરોગ્યમંત્રીશ્રી રૂષીકેશભાઇ પટેલે તેમજ ડોક્ટર સેલના સંયોજકશ્રી ડૉ.ધર્મેન્દ્રભાઈ ગજ્જરે સ્વાગત પ્રવચન કર્યું.
આ કાર્યક્રમમાં શ્રી જે.પી.નડ્ડાજીએ જણાવ્યું કે, ગઇકાલે આશરે 500 વર્ષ પછી અયોધ્યામાં શ્રી રામભગવાન મંદિરમાં બિરાજમાન થયા તેના સાક્ષી દેશવાસીઓ બન્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે તેમના સંબોધનમાં પણ જણાવ્યું હતું કે આ ઘટના વર્ષો સુધી યાદ રખાશે આ બદલતા ભારતનો સમય છે એક નવા યુગની શરૂઆત છે. પાછલા દસ વર્ષમાં ભારતમાં ઘણુ પરિવર્તન આવ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશમાં રાજનીતીની વ્યાખ્યા બદલી નાખી છે. આજે દેશવાસીઓ અનુભવી રહ્યા છે કે ભારત દુનિયાને માર્ગદર્શન આપી રહ્યુ છે. પહેલા ચૂંટણી સમયે વોટબેંકની ચર્ચાઓ થતી પરંતુ દસ વર્ષમાં આ વિચારધારા બદલી નાખી છે. રાજકારણની જવાબદારી અને રિપોર્ટ કાર્ડની વ્યવસ્થા લાવીને મોટો બદલાવ કર્યો છે. 2014 પહેલાનું ભારત ભ્રષ્ટાચારથી ખદબદતુ હતું. ભારત પહેલા 10માં નંબરની અર્થવ્યવસ્થા હતું આજે ભારત 5માં નંબરની અર્થવ્યવસ્થા બન્યું છે અને મોદી સાહેબના નેતૃત્વમાં દેશ ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બની જશે.
શ્રી નડ્ડાજીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ લાલ કિલ્લાથી સ્વચ્છતા,ઉજવલા યોજનાની વાત કરતા હતા તો કોંગ્રેસ પાર્ટીના નેતાઓ મજાક કરતા હતા. 2014 પહેલા ગામડામાં શૌચાલય હતા નહી,મહિલાઓને રસોઇ માટે ગેસ સિલિન્ડર મળતા ન હતા. મોદી સાહેબે મહિલાઓને વિઘાનસભા અને લોકસભામાં 33 ટકા અનામત આપાવ્યું છે જે કોંગ્રેસ વર્ષો સુઘી અપાવી ન શકી. આજે ખેડૂતોને કિસાન સમાન નિધી યોજના હેઠળ સિધા રૂપિયા ખાતામાં જમા કરવામાં આવે છે. મોદી સાહેબના નેતૃત્વમાં જમ્મુ કાશ્મિરમાંથી કલમ 370 દુર કરવામાં આવી છે. આજે યોગને વિશ્વના દેશોએ પણ સ્વીકાર્યો છે. ભારતના યોગ આજે લોકોને તંદુરસ્ત રાખી રહ્ય છે. આયુષ્યમાન ભારત આજે દેશના ગરિબો માટે આશિર્વાદ સમાન યોજના છે. લાંબા સમયથી રાજકારણ સાથે જોડાયેલો છું પણ ભારતના પરિવર્તનનો આવો સમય જોયો નથી. આપણે સૌ વિકસીત ભારત બનાવવા માટે શ્રી મોદી સાહેબના હાથ મજબૂત કરીએ.
આ કાર્યક્રમમાં સી.આર.પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, આજે ડોકટરો પણ શ્રી રામના રંગે રંગાતા જોવા મળ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દેશમાં દરેક ક્ષેત્રે વિકાસ કરી રહ્યા છે. પોલીસ અને શિક્ષકોને સી.પી.આરની તાલીમ આપીને અનોખો રેકોર્ડ કરવા બદલ ડો.ધર્મેન્દ્રભાઇ ગજ્જર અને ડોક્ટરોની ટીમને અભિનંદન. ડોકટર સેલની ટીમ કુપોષીત બાળકોને સુપોષીત કરવામાં ખૂબ મોટો ફાળો આપ્યો છે. ડોકટર સેલના કોઇ સજેશન હશે તે કેન્દ્ર કે રાજય સરકારમાંથી જે પણ કાર્ય કરવા યોગ્ય હશે તે કરવાનો પ્રયત્ન કરીશું.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રી રૂષીકેશભાઇ પટેલ, ડોકટર સેલના ઇન્ચાર્જશ્રી ડો.ઘર્મેન્દ્રભાઇ ગજ્જર, લોકસભાના ક્લસ્ટર ઇન્ચાર્જ શ્રી કે.સી.પટેલ, ધારાસભ્ય શ્રી અમિતભાઇ પી. શાહ,શ્રી ઘારાસભ્યશ્રી પાયલબેન કુકરાણી, સાંસદશ્રી ડો. કિરીટભાઇ સોલંકી, શ્રી સંજય પટેલ, શ્રી ડો.હસમુખભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.