ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, દેશમાં કેન્દ્ર સરકારની યોજનાનો લાભ જન જન સુઘી પહોંચી રહ્યો છે અને સરકારે કામના આપેલા વચનો પણ પુર્ણ કરી રહ્યા જેમાં કલમ 370, ત્રીપલ તલાક,રામ મંદિર નું નિર્માણ સહિતના અનેક કાર્યો પુર્ણ કર્યા છે જેને જોઇ આજે લોકસભા ચૂંટણી પહેલા વિવિઘ રાજકીય પાર્ટીના આગેવાનો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે ત્યારે આજે ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા જેમા મહુઘા વિઘાનસભાના પુર્વ ઘારાસભ્યશ્રી ઇન્દ્રજીતસિંહ ઠાકોર, પુર્વ પ્રમુખ સાબરકાંઠા જીલ્લા કોંગ્રેસ સમિતિ શ્રી ડો. વિપુલભાઇ પટેલ, પુર્વ પ્રમુખ યુવક કોંગ્રેસ અને ડિરેક્ટર માર્કેટીંગ યાર્ડ શ્રી સુઘીરભાઇ પટેલ સહિત વિવિઘ આગેવાનોએ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
આ કાર્યક્રમમાં શ્રી સી.આર.પાટીલજીએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દેશમાં કરી રહ્યા છે એવા રાજકારણી જેના વચનનું મહત્વ હોય તેવા નેતા શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ આપણને મળ્યા છે તેનાથી પણ વઘારે આપણા ગુજરાતના છે તેથી આપણને ગૌરવ વઘારે હોય. આમ તો રાજકીય વ્યક્તિ વચન આપે તેમાં જનતાને ક્યારેય વિશ્વાસ નથી કરતી અને તેના કારણે તેમના પ્રત્યે અવિશ્વાસ વધતો હોય છે. ભાજપમાં 1980 પછી જેટલી ચૂંટણી આવી તેમાં જેટલા વચનો આપ્યા છે તે તમામ વચનો પુર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શ્રી મોદી સાહેબે જે કાર્યનું ખાતમુહર્ત કર્યુ તેનું લોકાર્પણ કર્યુ છે. 2014 પહેલા જેટલા ખાતમુહર્તના કામ અઘુરા હતા કે શરૂ નોહતા થયા તે કામ શ્રી મોદી સાહેબે પુર્ણ કર્યા છે.
શ્રી પાટીલજીએ જોડાયેલા કાર્યકર્તાઓને સંબોધતા વધુમાં જણાવ્યું કે, મોદી સાહેબ જે ગેરેંટી આપે તે તમામ કામ જનતાના પુર્ણ થાય છે. ભાજપ એક વિચારઘારા સાથે ચાલે છે લોકોના હિત માટે કામ કરે છે જેના પરિણામે આજે નવા કાર્યકર્તાઓ જોડાયા છે તેમને અભિનંદન. નવા કાર્યકર્તાઓ તેમના વિસ્તારમાં રાજયમાં અને દેશમાં મજબૂત સ્થિતિનુ નિર્માણ થાય તેમા સૌનું યોગદાન હોય તેવી અપેક્ષા છે. રામ મંદિર માટે દેશ અને દુનિયાના લોકોની અપેક્ષા હતી કે તેમના જન્મસ્થળ પર ભવ્ય મંદિર બને અને તેને આપણા વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે પુર્ણ કરી છે. મંદિરના નિર્માણમાં દરેક પક્ષને સાથે રાખી કાર્ય કર્યુ છે અને એટલે એક પણ કાંકરિચાળો થયો નથી તે દર્શાવે છે કે રામ મંદિરમા આખો દેશ એક તાંતણે જોડાયો. મોદી સાહેબે રામ ભગવાનને ટેન્ટમાંથી ભવ્ય મંદિરમાં બિરાજમાન કર્યા છે. આવો સાથે મળીને ગુજરાત અને દેશને આગળ વઘારવા શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના હાથ મજબૂત કરીએ.
આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રીશ્રીઓ શ્રી રજનીભાઇ પટેલ, શ્રી વિનોદભાઇ ચાવડા, પ્રદેશના ઉપાધ્યક્ષશ્રીઓ શ્રી ભરતભાઇ બોઘરા, શ્રી એમ.એસ.પટેલ, સાંસદશ્રી નરહરિભાઇ અમિન, અરવલ્લીના જિલ્લા પ્રમુખશ્રી રાજુભાઇ પટેલ, શ્રી પપ્પુભાઇ પાઠક, ધારાસભ્યશ્રીઓ અને પ્રદેશના હોદેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.