ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, આજ રોજ મોદી પરિવાર સભા અંતર્ગત પ્રદેશના મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ,ચૂંટણી પ્રબંધન સમિતિના સંયોજકશ્રી આઇ.કે.જાડેજા તેમજ મોદી પરિવાર સભાના પ્રદેશના સંયોજકશ્રી મનિષભાઇ પટેલે અમદાવાદ મીડિયા સેન્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી આ પ્રેસ કોન્ફરન્સમા પ્રદેશના પ્રવકતાશ્રી યમલભાઇ વ્યાસ, પ્રદેશ મીડિયા વિભાગના કન્વીનરશ્રી ડો.યજ્ઞેશભાઇ દવે ઉપસ્થિત રહ્યા હતા.
પ્રેસને માહિતી આપતા પ્રદેશના મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલે જણાવ્યું કે, લોકસભા ચૂંટણી માટે હવે ગણતરીનો સમય બાકી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ચૂંટણી હોય કે ન હોય તે જનતાની વચ્ચે રહી સેવાકીય કાર્યો કરતા હોય છે. મોદી સાહેબ હમેંશા કહે છે કે મારો જન્મ મોજશોખ કરવા નહી જનસેવા માટે સખત પરિશ્રમ કરવા માટે થયો છે. ચૂંટણી સમયે કેન્દ્ર સરકારમા આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમા વિવિધ વિકાસના કાર્યો થયા છે તે કામોની ચર્ચાની માહિતી જન જન સુઘી પહોંચાડવામા આવે છે તે અંતર્ગત અનેક કાર્યોક્રમો યોજાનાર છે જેમા મોદી પરિવાર સભા યોજાનાર છે. આ કાર્યક્રમમા બે કે ત્રણ શક્તિ કેન્દ્ર અથવા 10 થી 12 બૂથ વચ્ચે એક મોદી પરિવાર સભાનુ આયોજન કરવામા આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત 8 એપ્રિલ થી 16 એપ્રિલ દરમ્યાન જાહેરસભા યોજાશે જેમા મોટી સંખ્યામા વિવિધ સમાજના આગેવાનો અને જનતા ઉપસ્થિત રહેશે. આ સભામા મોદી સાહેબે કરેલા કાર્યોની વાત 700 જેટલા વકતાઓ જનતાને કરશે.
શ્રી રજનીભાઇ પટેલે વધુમા જણાવ્યું કે, મોદી પરિવાર સભામા મોટી સંખ્યામા જનતા જનાર્દન જોડાય તેની વિનંતી. મોદી પરિવાર સભા જાહેર સ્થળ પર કરવામા આવશે. વિઘાનસભા સહ એક દિવસમા ચાર કે પાંચ મોદી પરિવાર સભા કરવામા આવનાર છે. આ કાર્યક્રમમા વિઘાનસભામા ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓ, પ્રદેશ અને જીલ્લા તેમજ મહાનગરના ના હોદ્દેદારશ્રીઓ સહિત નિયુકત કરેલા પદાધિકારીશ્રીઓ જાહેરસભામા ઉપસ્થિત રહેશે. આ સભામા આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે પાછલા દસ વર્ષમા કરેલા કામોની માહિતી જનતાને આપવાનો પ્રયાસ કરવામા આવશે