ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, દેશના પ્રધાનસેવક આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં તેમજ દેશમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા જેમના નેતૃત્વમાં દેશને મળી રહી છે તેવા આપણા લોકલાડિલા દેશના ગૃહમંત્રી અને પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહ સાહેબની હાંકલ હતી કે રાજયમાં દરેક જિલ્લામાં કાર્યકર્તાઓના કામને સુચારૂ આયોજન થઇ શકે તે માટે જિલ્લામાં કાર્યાલયનું નિર્માણ કરવામાં આવે ત્યારે રાજયના કાર્યકરોઓનો વિશ્વાસ સતત વધારતા રહ્યા છે, કાર્યકર્તા પ્રથમ તેમ સુત્ર જેમણે આપ્યુ છે તેવા પેજ સમિતિના પ્રણેતા એવા યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના નેતૃત્વમાં દરેક જિલ્લામાં કાર્યલાયનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ થઇ રહ્યા છે. આજે મોરબી ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના વરદ હસ્તે જિલ્લા કાર્યાલય શ્રી કમલમનું ખાતુમૂહર્ત નવરાત્રીના પાંચમા નોરતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લામા પ્રમુખશ્રી રણછોડભાઇ દલવાડી તેમજ સાંસદશ્રી મોહનભાઇ કુંડારિયાએ પ્રાસંગીક સંબોધન કર્યુ.
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, હું આજે એક એવા શહેરમાં છું કે જેના કાર્યકર્તાઓને કેપિટલ કાર્યકર્તા ગણવા પડે.ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાએ દરેકને પહેલા મોટા અક્ષરે લખવો પડે તે ગુજરાત ભાજપાનો કાર્યકર્તા છે. આજે મોરબી જિલ્લામાં કાર્યાલય બની રહ્ય છે એટલે સિરામીક શહેરને અભિનંદન પાઠવું છું. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ જ્યારે પહેલી વાર વડાપ્રધાન બન્યા ત્યારે વિદેશ પ્રવાસમાં કહ્યુ હતું કે મારા દેશની ઇકોનોમી 10માં નંબરે છે,બીજી ટર્મમાં કહ્યુ કે,મારા દેશની ઇકોનોમી 5માં નંબરે છે, અને હવે તેમને ખાતરી આપી છે કે મારી ત્રીજી ટર્મમાં દેશની ઇકોનોમી ત્રીજા ક્રમમાં હશે.
શ્રી પાટીલજીએ મોરબીની પુલ તૂટવાની હોનારત ઘટનાને યાદ કરતા જણાવ્યું કે, મોરબી પ્રત્યે લોકોના માનમાં એક યાદ રહી ગઇ છે કે તેનો ડેમ તુટયો અને ઘણા લોકો મૃત્ય પામ્યા. મોરબીની સ્થિતિ તે સમયે એવી હતી કે લોકો વિચારતા કે મોરબીની પાછુ ધમધમતુ કેવી રીતે કરવું. મોરબીના લોકોએ આજે દેશ અને દુનિયાને બતાવી દીધુ કે મોરબી પુલની ઘટનાથી આગળ નીકળી સિરામીક ઇન્ડ્રસ્ટ્રીમાં પહેલા નંબરે છે.આદરણીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબે જ્યારે દેશના જિલ્લાઓમાં કાર્યાલય બનાવવાની હાંકલ કરી ત્યારથી આજે દેશના દરેક જિલ્લામાં કાર્યાલય બની રહ્યા છે જેમાં ગુજરાત મોખરે છે. કેન્દ્ર અને રાજય સરકારીની યોજનાઓ લોકો સુધી પહોચાડી શકાય તેના માટે કાર્યાલયનું માધ્યમ અંત્યત ઉપયોગી છે. આવનાર લોકસભા ચૂંટણીમાંમાં ત્રીજી વખત 26 માંથી 26 બેઠકો જીતવાના જ છીએ પણ આ વખતે પાંચ લાખની લીડથી દરેક બેઠક જીતવા સંકલ્પ કરવાનો છે.
આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રીશ્રી વિનોદભાઇ ચાવડાએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે ગુજરાતના યશસ્વી પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલ સાહેબના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં 98 ટકા કાર્યાલયનું નિર્માણ સંપન્ન થઇ રહ્યુ છે. આજે જિલ્લાના કાર્યકરોને વિનતી કરતા જણાવ્યું કે, મંડળમાંથી પણ કાર્યકરો પોતાના કાર્યાલયનું નિર્માણ કરે. મોરબી જિલ્લાનું કાર્યાલય પણ ટુંક સમયમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના વરદ હસ્તે લોકાર્પણ થાય તે રીતે ઝડપથી કાર્ય પુર્ણ કરવામાં આવે.
આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા,જીલ્લા પ્રમુખ શ્રી રણછોડભાઈ દલવાડી,રાજ્ય સરકારના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા,મોરબી જીલ્લા સંગઠન પ્રભારી શ્રી ડૉ હિતેશભાઈ ચૌધરી, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રીઓ શ્રી જયંતીભાઈ કવાડિયા,શ્રી ડૉ ભરતભાઈ બોઘરા,પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ,મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હંષાબેન પારધી,જીલ્લા મહામંત્રીશ્રીઓ શ્રી કે.એસ.અમૃતિયા,શ્રી નરેન્દ્રસિંહ ઝાલા,શ્રી જેઠાભાઈ મિયાત્રા,ધારાસભ્યશ્રીઓ શ્રી કાંતિભાઈ અમૃતિયા,શ્રી દુર્લભજી દેથરીયા,શ્રી પ્રકાશભાઈ વરમોરા,શ્રી મેઘજીભાઈ ચાવડા તેમજ પદાધિકારીશ્રીઓ સહીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.