રવેચી ધામ, રાજપરા ખાતે ચારણ સમાજની દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહેતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

BJP GUJARAT NEWS રાજકોટ

ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે રવેચી ધામ, રાજપરા ખાતે આયોજિત ચારણ સમાજની દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતાં. તેઓએ આ પાવન પ્રસંગે વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરી નવદંપતીઓને સુખ, સમૃદ્ધિ અને સંસ્કારોથી ભરપૂર દાંપત્ય જીવન માટે હાર્દિક મંગલકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત તેઓએ સમાજમાં એકતા અને સાદગીને પ્રતિબિંબિત કરતા આ ભગીરથ કાર્ય માટે લોકસાહિત્યકાર શ્રી રાજભા ગઢવી તેમજ તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં. આ પ્રસંગે પ્રદેશ ભાજપા મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે સહિત સ્થાનિક ભાજપા આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *