ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજ રોજ રાજકોટ જિલ્લા–મહાનગર અને મોરબી જિલ્લા દ્વારા નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીનો અભિવાદન સમારોહ રાજકોટ ખાતે યોજાયો. શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજી પ્રદેશ પ્રમુખ તરીકેના પદભાર સંભાળ્યા પછી પહેલી વખત રાજકોટ ખાતે ઉપસ્થિત રહેતા કાર્યકર્તાઓએ ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું. આ કાર્યક્રમમાં વરિષ્ઠ આગેવાન વજુભાઇ વાળાએ આશીર્વચન રજૂ કર્યા હતા તેમજ રાજકોટ શહેરના પ્રમુખશ્રી ડો.માઘવભાઇ દવે, સાંસદશ્રી પુરષોત્તમભાઇ રૂપાલાજીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું.
પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ કાર્યક્તાઓને પ્રેરણારૂપ સંબોધન કરતા જણાવ્યું કે, આજે તો રાજકોટ વાસીઓએ વટ પાડી દીધો છે. મારા દરેક ઝોનમાં કાર્યક્રમ થઇ રહ્યા છે પરંતુ સૌરાષ્ટ્ર ઝોનનો કાર્યક્રમ મારા માટે વિશેષ છે કારણ કે જેમણે ભારતીય જનતા પાર્ટીની ઇમારત મોટી કરી છે અને ભાજપ માટે જેમને ઘડતરનો પાયો નાખ્યો છે તેવા ત્રણ પુર્વ પ્રદેશ અધ્યક્ષશ્રીઓ ઉપસ્થિત છે. દેશની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી અને તેના પ્રદેશ અધ્યક્ષ હોવુ અને લાખો–કરોડો કાર્યકર્તાઓનો ખભો મને મળતો હોય ત્યારે આ પદ–પ્રતિષ્ઠતા અને ખુરશી કરતા કાર્યકર્તાઓ માટે અભિમાન છે. કાર્યકર્તાઓ રાત–દિવસ તડકો છાંયો જોયા વગર આપણી પડખે ઉભો હોય ત્યારે તે વાતનું અભિમાન છે. મને દેવ દુલર્ભ કાર્યકર્તાઓના દર્શન કરવાની તક મળી છે. આજે સૌરાષ્ટ્રવાસીઓનો અતુટ પ્રેમ છલકાયો છે.
શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ જનસંઘ સમયના કાર્યકર્તાઓને યાદ કરતા વધુમાં જણાવ્યું કે, જનસંઘ સમયના કાર્યકર્તાઓમા ચિમનભાઇ શુક્લ અને સુર્યકાન્તભાઇ આચાર્ય સહિત ઘણા કાર્યકર્તાઓએ અસામાજીક તત્વો વિરોધી અભિયાન ચલાવ્યું હતું. સ્વશ્રી વિજયભાઇ રૂપાણીજીને યાદ કરતા જણાવ્યું કે તેમણે મને કર્ણાવતી મહાનગરના પ્રમુખ તરીકેની જવાબદારી આપી હતી અને કહ્યુ હતું કે પ્રદેશના અધ્યક્ષ કરતા કર્ણાવતી મહાનગરના અધ્યક્ષની વિશેષ જવાબદારી હોય છે અને વઘારે કામ હોય છે. કોઇ પણ નવી વસ્તુનુ ઇનોવેશન થાય તો તેમા રાજકોટ મોખરે હોય.જીવન જીવવાની અને તહેવારો માણવાની કળા રાજકોટવાસીઓ પાસેથી શીખવી પડે. રાજકોટ સાથે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ખૂબ જ જુનો નાતો રહ્યો છે. મોદી સાહેબે 7 ઓક્ટોબર 2001ના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીઘા ત્યારે સૌથી વઘુ પ્રેમ સાથે ખોબલેને ખોબલે મત રાજકોટે આપ્યા હતા.આજે પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ કહે છે કે રાજકોટ વાસીઓનું રૂણ ક્યારેય ભુલાય તેમ નથી. સૌરાષ્ટ્રના ઘરે ઘરે પાણી પહોચાડવાનું કાર્ય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કર્યુ છે. સરદાર સાહેબે સેવેલુ સ્વપ્ન સાકાર કરવાનું કાર્ય પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કર્યુ છે. સરદાર સરોવર ડેમ પરિપુર્ણ થાય તે માટે ઉપવાસ પર બેઠા હતા અને 22 વર્ષ સુધી કોંગ્રેસની સરકારે ડેમના દરવાજા લગાવવાની મંજુરી આપી ન હતી પરંતુ શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વડાપ્રઘાન બનતા જ પહેલુ કામ દરવાજા લગાવવાની મંજુરી આપી.
શ્રી જગદીશભાઇએ વધુમાં જણાવ્યું કે, રાજકોટ વાસી ગુજરાત કે દેશ–વિદેશના કોઇ પણ ખુણે હોય તો પણ બપોરનું છાપુ વાંચવાની ટેવ ભુલે નહી એટલે રાજકોટ મીડિયાની આગવી છાપ પ્રિન્ટ–ઇલેક્ટોનિક મીડિયાએ ઉભી કરી છે તે બદલ મીડિયા કર્મીઓને અભિનંદન. રાજકોટની ઘરતી પર વિશ્વની કોઇ પણ પ્રોડકટ બનાવવાની હોય તો રાજકોટ વાસીને ખાલી પ્રોડકટ આપો તેવી જ પ્રોડકટ બીજા દિવસે તૈયાર કરી દે તેવી કુશળ કારીગરી રાજકોટના લોકોને મળી છે. આજે રાજકોટમા ડિફેન્સની મશીનરીના પાર્ટ પણ રાજકોટમાથી બનીને જાય છે તે નાની ઘટના નથી. ઓટોક્ષેત્ર સાથે જોડાયેલા નાના–નાના પાર્ટ રાજકોટ બનાવે છે. વડાપ્રધાનશ્રીએ આપણને આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશીનો સંકલ્પ આપ્યો છે તેને વઘુ મજબૂત બનાવીએ. પહેલા આપણે ક્યારેય વિચાર્યુ ન હતુ કે આપણી પાસે ઇન્ટરનેશનલ એરપોર્ટ હશે, ઘણા વિકાસલક્ષી કાર્યો આજે સૌરાષ્ટ્રમા થયા છે. આજે એઇમ્સ હોસ્પિટલ પણ રાજકોટમાં આવી છે તેનો શ્રેય આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને આપવો પડે. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આપણને વિકાસની રાજનીતીનો મંત્ર આપ્યો છે. ભાજપનો કાર્યકર્તા એટલે વિચારઘારાનું ઘડતર,ભાજપનો કાર્યકર્તા એટલા મારી પ્રેરણા,મારી તાકાત મારા જીવવની અંતિમ ક્ષણ સુઘી મારુ અમુલ્ય ઘરેણુ જો કોઇ હશે તો મારી સામે બેસેલો કાર્યકર્તા. વાઇબ્રન્ટ ગુજરાત જ્યારે 2003મા લોન્ચ થયુ ત્યારે વિપક્ષના મિત્રો મજાક ઉડાવતા હતા કે આ વાઇબ્રન્ટ ગુજરાત છે શું પણ આજે દેશના તમામ રાજયોમા ભલે નામ બદલાયું હોય પણ વાઇબ્રન્ટ ગુજરાતના મોડલને સૌએ સ્વીકાર્યુ છે.
સાંસદશ્રી પરષોત્તમભાઇ રૂપાલાજીએ પ્રદેશ અધ્યક્ષશ્રીને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજી એવા સમયે ગુજરાત ભાજપનું નેતૃત્વ સંભાળી રહ્યા છો જ્યારે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સમગ્ર દેશને વિકસીત ભારત બનાવવાના સંકલ્પને સાકાર કરવા પુરુષાર્થ કરી રહ્યા છે ત્યારે વિકસીત ગુજરાત વિકસીત ભારતનું એન્જિન બની રહ્યું છે અને આપના નેતૃત્વમાં ગુજરાત પ્રદેશ સફળ થાય તેમજ ભારતીય જનતા પાર્ટી ના સૌ કાર્યકર્તાઓને સાથે લઇ યોગ્ય દિશા આપી પાર્ટીને યોગ્ય નેતૃત્વ પુરુ પાડીને પાર્ટીને વઘુ તેજસ્વી બનાવો તેવી શુભકામના પાઠવુ છું.
આ કાર્યક્રમમાં પુર્વ પ્રદેશ અધ્યક્ષશ્રીઓ શ્રી વજુભાઇ વાળા,શ્રી પુરષોત્તમભાઇ રૂપાલા, શ્રી આર.સી.ફળદુ, પ્રદેશના મહામંત્રીશ્રી વિનોદભાઇ ચાવડા, પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી ભરતભાઇ બોઘરા રાજયનામંત્રીશ્રીઓ શ્રી ભાનુબેન,શ્રી રાઘવજીભાઇ પટેલ,શ્રી કુવરજીભાઇ, પ્રવાસ કાર્યક્રમના ઇન્ચાર્જશ્રીઓ શ્રી ઘવલભાઇ દવે, શ્રી રૂત્વીજભાઇ પટેલ,શ્રી સંદિપભાઇ દેસાઇ, રાજકોટ જીલ્લાના પ્રમુખશ્રી અલ્પેશભાઇ ઠોલરીયા, રાજકોટ શહેર પ્રમુખશ્રી માઘવભાઇ દવે મોરબી જિલ્લાના પ્રમુખશ્રી જયંતિભાઇ રાજકોટિયા સહિત સાંસદ સભ્યશ્રીઓ,ઘારાસભ્યશ્રીઓ તેમજ પ્રદેશ–જિલ્લાના વિવિઘ હોદ્દેદારશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ સાઘુ–સંતો ઉપસ્થિત રહ્યા હતા.
