ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, રાજયમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદના કારણે પુર જેવી કુદરતી આફતની સ્થિતિને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેટલાક વિસ્તારમા લોકોને રેસ્ક્યુ કરી સ્થળાંતર કરવાની ફરજ પડી છે ત્યારે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ પ્રભાવિત જિલ્લામાં જિલ્લા પ્રમુખશ્રીઓને સુચના આપી છે કે, રેસ્ક્યુ કરવામાં આવેલ લોકોને તમામ પ્રકારની મદદ કરવી તેમજ જે વિસ્તારમાં પાણી ભરાઇ ગયેલા છે તે વિસ્તારમાં લોકોને સલામત સ્થળે લઇ જવા મદદ કરવામાં આવે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રબાઇ પટેલ અને રાજય સરકાર સાથે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી સતત સંપર્કમાં છે તેમજ રાજય સરકારના વહિવટી તંત્ર જે કામગીરી કરી રહ્યુ છે તેના પર પણ સતત સંપર્કમાં રહી પરિસ્થિતિની જાણકારી મેળવી રહ્યા છે.