આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે, રાજસ્થાનના ટોંક-સવાઈ મોધોપુરના ઉનિયારા ખાતે આયોજિત વિશાળ રેલીને, સંબોધિત કરી હતી અને રાજ્યના લોકોને અપીલ કરી હતી કે, તમારે ખાતરીપૂર્વક કહેવું પડશે કે, દેશને લુંટવાવાળો એક પણ પંજો, રાજસ્થાનથી દિલ્હી ન જઈ શકશે. રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજન લાલ શર્મા, રાજસ્થાનના કેબિનેટ મંત્રી શ્રી કિરોડી લાલ મીના અને ટોંક-સવાઈ માધોપુર લોકસભાના ઉમેદવાર શ્રી સુખબીર સિંહ જૌનપુરિયા, અને અન્ય નેતાઓ જાહેર સભામાં મંચ પર હાજર હતા. આદરણીય વડાપ્રધાને સૌ પ્રથમ, હનુમાન જન્મોત્સવ નિમિત્તે સમગ્ર દેશને અપાર શુભેચ્છાઓ પાઠવી. તેમણે કોંગ્રેસ પર દલિત વિરોધી અને પછાત વિરોધી હોવાનો આક્ષેપ કરીને ઉગ્રતાથી નિશાન સાધ્યું હતું.
આદરણીય પ્રધાનમંત્રીએ કહ્યું કે,” આજે રામ ભક્ત હનુમાનજીની જન્મજયંતિનો તહેવાર સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ સાથે, ઉજવવામાં આવી રહ્યો છે. વીરો ના મહાવીર બજરંગબલીની જન્મજયંતિ પર, મને શૂરવીરોની ભૂમિ સવાઈ-માધોપુરની મુલાકાત લેવાનું સૌભાગ્ય મળ્યું છે. સભા શરૂ થયા બાદ પણ મોટી સંખ્યામાં, લોકો પંડાલમાં આવી રહ્યા છે. ભારત માટે મજબૂત સરકાર માટે દેશના લોકોમાં વિશ્વાસ છે. દેશભરમાં ફરી એકવાર મોદી સરકારના નારા ગુંજી રહ્યા છે. રાજસ્થાને, સરહદ પર ઊભેલા મજબુત સૈન્યની જેમ, દેશની રક્ષા કરી છે. રાજસ્થાનના લોકો સારી રીતે જાણે છે કે, સુરક્ષિત રાષ્ટ્ર અને સ્થિર સરકાર કેટલી મહત્વપૂર્ણ છે. 2014 અને 2019 માં રાજસ્થાને, રાજ્યની તમામ 25 બેઠકો પર ભાજપને એકજૂથ થવા અને દેશમાં શક્તિશાળી સરકાર બનાવવા માટે, તેના આશીર્વાદ આપ્યા હતા. આ એકતા રાજસ્થાનની સૌથી મોટી પુંજી છે. જ્યારે પણ ભારતના લોકો, એકબીજામાં વહેંચાય છે ત્યારે, દેશના દુશ્મનોએ તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે. રાજસ્થાનના લોકોને, વિભાજિત કરવાના પ્રયાસો હજુ પણ થઈ રહ્યા છે. જેના કારણે રાજસ્થાનના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.”
શ્રી મોદીજીએ કહ્યું કે,” છેલ્લા 10 વર્ષમાં દેશે જોયું છે કે, એક સ્થિર અને પ્રામાણિક સરકાર દેશના વિકાસ માટે શું કરી શકે છે. ભારત, આજે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. છેલ્લા 10 વર્ષમાં દેશના 25 કરોડ લોકો, ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. મતદારોના સાચા મતદાનને કારણે, દેશમાં આટલા મોટા કામો થયા છે. ભાજપ સરકારમાં ગરીબોને મફત રાશન મળ્યું, કાયમી ઘર મળ્યું અને તેમનો ચૂલો ચાલતો રહ્યો. 2014માં દેશની જનતાએ મોદીને દિલ્હીમાં સેવા કરવાની તક આપી. જેના કારણે દેશે અકલ્પનીય નિર્ણયો લીધા. જો 2014 પછી પણ કોંગ્રેસ સત્તામાં હોત તો, જમ્મુ-કાશ્મીરમાં સેના પર પથ્થરમારો થયો હોત, દુશ્મનો સરહદ પારથી આવીને, આપણા જવાનોના માથા કાપી નાખ્યા હોત અને કોંગ્રેસ સરકારે કંઈ કર્યું ન હોત. જો કોંગ્રેસ સત્તામાં હોત તો, ન તો વન રેન્ક વન પેન્શન લાગુ થયું હોત અને ન તો ભૂતપૂર્વ સૈનિકોને, 1 લાખ કરોડ રૂપિયા મળી શક્યા હોત અને દેશમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો ચાલુ રહેત. કોંગ્રેસે રાજસ્થાનમાં બોમ્બ વિસ્ફોટો કરનારાઓને બચાવવાનું ઘોર પાપ પણ કર્યું છે. જો કોંગ્રેસ સરકારમાં હોત તો કોરોનાના સમયગાળામાં કોઈને, મફત રાશન ન મળત અને રસીના ડોઝ પણ ન મળ્યા હોત અને દેશમાં, મોંઘવારી એ માજા મૂકી હોત.”
આદરણીય વડાપ્રધાને કહ્યું કે,”જો કોંગ્રેસ સત્તામાં હોત તો તેને દેશની મુશ્કેલીઓમાં પણ ફાયદો શોધતી હોત. કોંગ્રેસે સત્તામાં રહીને જે ઘા માર્યા છે, તેને રાજસ્થાનના લોકો ક્યારેય ભૂલી શકશે નહીં. કોંગ્રેસે મહિલાઓ પર અત્યાચારમાં રાજસ્થાનને, પ્રથમ સ્થાને લાવી દીધું હતું અને કોંગ્રેસના નેતાઓ વિધાનસભામાં બેશરમ નિવેદનો કરતા હતા. આ વાંધાજનક અને બેશરમ નિવેદનો કોંગ્રેસના નેતાઓને શોભે નથી. ટોંકમાં આ અસામાજિક તત્વોના કારણે અહીંના ઉદ્યોગો બંધ હતા પરંતુ હવે, લોકોએ શ્રી ભજનલાલની સરકાર બનાવી છે અને રાજ્યમાં ભાજપની સરકાર બન્યા બાદ, માફિયાઓ અને ગુનેગારોને રાજસ્થાન છોડીને ભાગવાની ફરજ પડી છે. પેપર લીક માફિયાઓ પણ ઠંડા પડી ગયા છે.” માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ, ગુનેગારો અને ભ્રષ્ટાચારીઓને રાજ્યની ભાજપ સરકારના, કાયદાકીય કાર્યવાહીની કડક ચેતવણી આપી છે.
શ્રી મોદીજીએ કહ્યું કે,” થોડા દિવસો પહેલા કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં એક દુકાનદારને, ભક્તિભાવથી હનુમાન ચાલીસા સાંભળવા બદલ લોહી લોહાણ કરી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા સાંભળવી અને તેની આસ્થાનું પાલન કરવું પણ ગુનો બને છે. રાજસ્થાન પોતે આનો શિકાર બન્યું છે. જ્યારે કોંગ્રેસના નેતાઓ, ભગવાન રામ ની પ્રાણ-પ્રતિષ્ઠા માટેના આમંત્રણને ખુલ્લેઆમ, નકારી શકે છે. ત્યારે તેમના સમર્થકો ચોક્કસપણે હનુમાન ચાલીસ સાંભળનારાઓ સામે હિંસા કરશે જ. ભાજપના શાસન દરમિયાન સમગ્ર રાજસ્થાનમાં રામનવમીની શોભાયાત્રાઓ, શાંતિપૂર્ણ રીતે નિકળી હતી, અન્યથા કોંગ્રેસના શાસન દરમિયાન રામનવમીની શોભાયાત્રા પર પ્રતિબંધ હતો. શોભાયાત્રા પર પથ્થરમારો કરનારાઓને, કોંગ્રેસે સરકારી રક્ષણ આપ્યું હતું અને તેમને ખુશ કરવા માટે એ જ કોંગ્રેસે, માલપુરા, કરૌલી, છપરા, ટોંક અને જોધપુરને રમખાણોની આગમાં ધકેલી દીધા હતા. રાજ્યની જનતા તેમને ક્યારેય માફ નહીં કરે. ભાજપની સરકાર આવ્યા પછી, હિન્દુઓની આસ્થા પર સવાલ ઉઠાવવાની કોઈની હિંમત નથી.”
યશસ્વી વડાપ્રધાને કહ્યું કે,” રાજસ્થાનમાંથી મારા છેલ્લા ભાષણે, સમગ્ર કોંગ્રેસમાં ખળભળાટ મચાવી દીધો છે. કોંગ્રેસ પ્રજાની મિલકતો છીનવીને વિશેષાધિકૃત લોકોને વહેંચવાનું, ઊંડું કાવતરું ઘડી રહી છે. જ્યારે મેં કોંગ્રેસના તુષ્ટિકરણનો પર્દાફાશ કર્યો હતો, ત્યારે હવે કોંગ્રેસ મને ગાળો આપવામાં વ્યસ્ત છે. આખરે કોંગ્રેસ, સત્યથી આટલી ડરી કેમ છે? શું કોંગ્રેસ પોતાની નીતિઓ છુપાવવાનો પ્રયાસ કરી રહી છે? પોતાનો છુપો એજન્ડા બહાર આવ્યા બાદ, કોંગ્રેસ ધ્રૂજી રહી છે. કોંગ્રેસ વોટબેંકની રાજનીતિની દલદલમાં એટલી ડૂબી ગઈ છે કે, તેને બાબા સાહેબના બંધારણની પણ પરવા નથી. કોંગ્રેસે પોતાના ઢંઢેરામાં જનતાની સંપત્તિના સર્વેની વાત કરી છે, ત્યારે તેનો એક નેતા દેશનો એક્સ-રે કરવાની વાત કરી રહ્યો છે. કોંગ્રેસ જનતાની જરૂરિયાત કરતાં વધુ સંપત્તિ અને પૈસા જપ્ત કરવાની વાત કરી રહી છે. જનતાએ રાજસ્થાનમાંથી કોંગ્રેસને ભગાડવાનું મન બનાવી લીધું છે.”
મોદીજીએ કહ્યું કે,” કોંગ્રેસે બંધારણ સાથે રમવાનો પ્રયાસ કર્યો. બંધારણ ઘડતી વખતે ધર્મ આધારિત આરક્ષણનો જોરદાર વિરોધ થયો હતો, પરંતુ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે, બરાબર ઊલટું કર્યું હતું. તેમનું નિવેદન કોઈનાથી છુપાયેલું નથી. જેમાં તેમણે કહ્યું હતું કે,’ દેશના સંસાધન પર પહેલો અધિકાર કોનો છે?’ આ કોઈ સંયોગ નહોતો, કોંગ્રેસની વિચારસરણી હંમેશા તુષ્ટિકરણની રહી છે. 2004માં કોંગ્રેસ સત્તામાં આવતાની સાથે જ તેણે આંધ્રપ્રદેશમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે, અનામત ક્વોટા ઘટાડીને ધર્મના આધારે અનામત આપવાનો પ્રયાસ કર્યો હતો. આ એક પાયલોટ પ્રોજેક્ટ હતો. જેને કોંગ્રેસ આખા દેશમાં લાગુ કરવા માંગતી હતી. 2004 અને 2010 ની વચ્ચે કોંગ્રેસે 4 વખત આ પ્રયાસ કર્યો, પરંતુ કાયદાકીય અડચણો અને સુપ્રીમ કોર્ટની જાગૃતિના કારણે, કોંગ્રેસ તેની યોજનામાં સફળ થઈ શકી નહીં. કોંગ્રેસે 2011માં પણ આવો જ પ્રયાસ કર્યો હતો. કર્ણાટકમાં કોંગ્રેસે આવો જ પ્રયાસ કર્યો અને બંધારણ બદલવાનો પ્રયાસ કર્યો, પરંતુ મોદી બંધારણને સમજે છે. મોદી બંધારણને સમર્પિત છે અને મોદી, બાબા સાહેબ આંબેડકરની પૂજા કરનાર વ્યક્તિ છે. સત્ય એ છે કે જ્યારે કોંગ્રેસ અને આઈએનડીઆઈ ગઠબંધન સત્તામાં હતું, ત્યારે તેઓ મતબેંકની રાજનીતિ માટે, દલિતો અને પછાત વર્ગોના આરક્ષણને તોડીને તેમના ચોક્કસ સમુદાયને, અલગ અનામત આપવા માંગતા હતા. જ્યારે બંધારણ તેની વિરુદ્ધ છે. કોંગ્રેસના આ ષડયંત્રો વચ્ચે, આ મોદીની ગેરંટી છે કે દલિતો અને પછાત વર્ગો માટે અનામત ન તો ખતમ થશે અને ન તો ધર્મના નામે વિભાજન થવા દેવામાં આવશે.”
માનનીય વડાપ્રધાને કહ્યું કે,” અનામત માટેની બંધારણીય સમયમર્યાદા 2020 માં સમાપ્ત થઈ રહી છે પરંતુ, મોદીએ દલિતો અને આદિવાસીઓની અનામત 10 વર્ષ માટે લંબાવી દીધી. કોંગ્રેસ ક્યારેય, વિકાસના મુદ્દે ચૂંટણી લડતી નથી. કોંગ્રેસે દાયકાઓ સુધી લોકોને, પીવાના પાણીથી વંચિત રાખ્યા, પરંતુ ભાજપ સરકારે દરેક ઘરમાં પાણી પહોંચાડવા માટે, જલ જીવન મિશન શરૂ કર્યું. જ્યારે રાજસ્થાનની કોંગ્રેસ સરકારે, આ યોજનામાં પણ હજારો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હતો. કોંગ્રેસે, રાજસ્થાન માટે ખૂબ જ જરૂરી ઈઆરસીપી પ્રોજેક્ટને પણ પાસ થવા દીધો ન હતો, પરંતુ રાજસ્થાનમાં ભાજપની સરકાર બન્યાના 3 મહિનામાં જ ઈઆરસીપી પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. જેનાથી ટોંક-સવાઈ માધોપુરના ખેડૂતોને ઘણો ફાયદો થશે. વડાપ્રધાન સન્માન નિધિના રૂ. 1100 કરોડ ટોંક-સવાઈ માધોપુરના ખેડૂતોના બેંક ખાતામાં, સીધા જ મોકલવામાં આવ્યા હતા અને રાજસ્થાનમાં ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. કોંગ્રેસને દેશમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં પણ, સમસ્યા છે. દેશનો સૌથી મોટો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે સવાઈ માધોપુરમાંથી પસાર થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે જયપુર-સવાઈ માધોપુર રેલ્વે લાઈનને ડબલ કરવાની મંજૂરી પણ આપી દીધી છે. મોદી સરકારે દૌસા-ગંગાપુર શહેરને જોડતી રેલ્વે લાઇનનું, દાયકાઓથી પડતર કામ પણ પૂર્ણ કર્યું છે અને આ વિસ્તારમાં સારી, આરોગ્ય સુવિધાઓ માટે એક મેડિકલ કોલેજ પણ તૈયાર કરવામાં આવી રહી છે.”
શ્રી મોદીજીએ કહ્યું કે,” ગત દિવસોમાં મને રાજસ્થાનના વિવિધ વિસ્તારોની મુલાકાત લેવાનો, લહાવો મળ્યો. રાજસ્થાનના લોકોએ ઉમળકાભેર આવ્યા અને મને તેમના આશીર્વાદ આપ્યા છે. આ આશીર્વાદ મારી મૂડી છે. દેશની જનતાના સપના, મારા પોતાના છે. છેલ્લા 10 વર્ષમાં જે કામ થયું છે તે, માત્ર ટ્રેલર છે. આપણે દેશને ખૂબ આગળ લઈ જવાનો છે. વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે, મારી દરેક ક્ષણ દેશને સમર્પિત છે. તેથી જ હું 2047 માટે 24/7 કામ કરી રહ્યો છું. રાજસ્થાનના તમામ મતદારો, 26મી એપ્રિલે ભાજપના તમામ ઉમેદવારોને જંગી મતોથી વિજયી બનાવે.”