ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબની વિકાસ અને રાષ્ટ્રવાદની રાજનીતી તેમજ ગુજરાતમા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની મજબૂત સંગઠન શક્તિ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમા થતા વિકાસના કામોથી પ્રેરાઇ આજે કોંગ્રેસ,આમ આદમી પાર્ટી અને જુદા જુદા સમાજના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમા જોડાઇ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના હાથને મજબૂત કરી રહ્યા છે ત્યારે આજે અમરેલી ના રાજુલા ખાતે કોંગ્રેસના જિલ્લા અને તાલુકા પંચાયતના કોંગ્રેસના આગેવાનો તેમજ આમ આદમી પાર્ચીના આગેવાનો તેમના સમર્થકો સાથે આજે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમા જોડાયા. આ કાર્યક્રમમા ધારાસભ્યશ્રી હિરાભાઇ સોલંકીએ પ્રાસંગીક સંબોધન કર્યુ હતું.
પેજ સમિતિના પ્રણેતા અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ જણાવ્યું કે,. વિઘાનસભાની ચૂંટણી સમયે અમિરષભાઇ ડેરને ટીકિટ માટે હિરાભાઇ સોલંકી સાથે ચર્ચા કરી કહ્યુ હતું અને હીરાભાઇ સોલંકીએ પ્રમાણીકતાથી તેમને લાવવા તૈયાર હતા આ જ ભાજપનુ કલ્ચર છે. પાર્ટીના નિર્ણયને સ્વીકારી લેવુ એ કાર્યકર્તાઓ કરતા રહે છે. અમરિષભાઇ ડેરને ટકોર કરી હતી કે જે પાર્ટીમા રહ્યા હતા તેમની મીડિયા સામે ટીકા ન કરતા.
શ્રી પાટીલજીએ ભાજપમા આગેવાનો જોડાઇ રહ્યા છે તે અંગે જણાવતા કહ્યુ કે, અલગ અલગ પાર્ટીમા કામ કરતા નેતાઓ ભાજપમા જોડાઇ રહ્યા છે કારણ કે તેમને જે પાર્ટીમા 40- 40 વર્ષથી કામ કર્યુ પણ પાર્ટી નેતૃત્વ હિન દિશા હિન થઇ ગઇ હોય ત્યારે તેમને ભાજપમા આવ્યા સિવાય કોઇ ઉપાય નથી. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કહ્યુ છે કે જે લોકોને લોકોના કામ કરવા છે, સેવા કરવી છે તેમને ભારતીય જનતા પાર્ટીમા પ્રવેશ આપવો જોઇએ અને આ કારણે આજે મોટી સંખ્યામા લોકો ભાજપમા જોડાઇ રહ્યા છે. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરવા પ્રયાસ કરીએ.
શ્રી પાટીલજીએ વિઘાનસભા ચૂંટણીને લઇ ટકોર કરતા જણાવ્યું કે, ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો આવી પણ નેશનલ એક્સીક્યુટીવમા કહ્યુ હતું કે મારુ હ્રદય રડે છે કે 26 કેમ હારી ગયા ત્યાર બાદ નક્કી કર્યુ કે 182 ન જીતીએ ત્યા સુધી હાર નહી પહેરિયે. ભાજપના કાર્યકર્તાને હાર પસંદ નથી. હવે લોકસભામા સંકલ્પ કર્યો છે કે ગુજરાતની 26 બેઠકો ત્રીજી વખત જીતવા જઇ રહ્યા છે ત્યારે 26 બેઠકોમા ગુજરાત એક અનોખો રેકોર્ડ કરે તેમા પાંચ લાખથી વધુની લીડ સાથે જીતે તેવો પ્રયાસ કરીએ.
શ્રી પાટીલજીએ મોદી સાહેબના વિકાસના કામો જણાવતા કહ્યુ કે, આજે જે રીતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દેશમા વિકાસના કામો કરી રહ્યા છે તેના કારણે વિકસીત દેશોને પણ લાગે છે કે ટુંક સમયમા ભારત આપણા કરતા વિકાસમા આગળ નીકળી જશે.આજે દેશની જનતાને વિશ્વાસ છે કે મોદી બોલે કે કરે છે. રાજકીય કાર્યકર્તાઓની વિશ્વસનીયતા કોંગ્રેસના કારણે ઘસાતી ગઇ છે. જે વચન આપે તે કરવુ નહી તે માનસીકતાના કારણે કાર્યકરો અને આગેવાનોની વિશ્વસનીયતા રહી નોહતી પણ મોદી સાહેબ કામની વિશ્વસનીયતા પાછી લાવ્યા. મોદીની ગેરંટી પર લોકોને વિશ્વાસ છે કે વડાપ્રધાન મોદી દેશનો અને ગુજરાતનો વિકાસ કરશે.
શ્રી પાટીલજીએ ઇતિહાસની વાતો વાગોળતા જણાવ્યું કે, માધવસિંહ સોંલંકીએ 1984મા ખામ થીયરી અપનાવી ભાગલા પાડી સત્તા મેળવી. મોદી સાહેબે જાતિ જ્ઞાતિ અને પ્રાંતના બદલે અલગ પ્રકારનો સંકલ્પ કર્યો. મોદી સાહેબ ચાર ભાગલા પાડયા જેમા ખેડૂત,મહિલા,યુવા અને ગરિબો પર કામ પર ભાર આપી રહ્યા છે. કોંગ્રેસને ક્યારે લોકસભાનુ ભવન બદલવાનો વિચાર ન આવ્યો પણ મોદી સાહેબે સુંદર લોકસભા ભવનનુ નિર્માણ કર્યુ અને પહેલો ઐતિહાસીક નિર્ણય મહિલાઓ માટે કર્યો કે જેમા લોકસભા અને રાજયસભામાં 33 ટકા અનામત અપાવ્યું.
ઘારાસભ્યશ્રી હિરાભાઇ સોલંકીએ પ્રાસંગીક સંબોધન કરતા જણાવ્યું કે, આજે મોટી સંખ્યામા કાર્યકર્તાઓ ભાજપમા જોડાય છે એટલે દેર આયે દુરસ્ત આયે, આપણા સૌનું એક જ લક્ષ હોવું જોઇએ કે આ વિસ્તારના જે પણ પ્રશ્નો બાકી હોય તેને પુરા કરીએ. આજે એક થી બે થયા છીએ તો કેવી રીતે વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના હાથ મજબૂત કરીએ અને જંગી લીડથી લોકસભાના ઉમેદવારને વિજય બનાવવા પ્રયાસ કરીએ.
આ કાર્યક્રમમાં શ્રી અમરિષભાઇ ડેરે પ્રાસંગીક સંબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેની દીર્ધ દ્રષ્ટ્રીથી આજે દેશનો વિકાસ ઝડપથી થઇ રહ્યો છે. ભાજપ સર્વધર્મ અને જ્ઞાતિ જાતિના લોકોને એક રાખીને કામ કરી રહી છે એટલે ભાજપમા જોડાયો છું. ભાજપમા બોલવાની સ્વતંત્રા નથી તેમ નોહતુ લાગતુ,મીડિયા સામે શું બોલવાનું છે તેનુ કાગળ મને આપવામા આવશે તેવુ મને લાગતુ હતું પણ આ ભ્રાંતિ ખોટી પડી. આવનાર સમયમા ભાજપનુ શિર્ષ નેતૃત્વ જે જવાબદારી આપશે તે નિષ્ઠાથી નિભાવીશું તેની ખાતરી આપુ છું. હું કોઇ કમિટમેન્ટ સાથે ભાજપમા નથી જોડાયો, હું લાગણીથી અને પ્રેમથી ભારતીય જનતા પાર્ટીમા જોડાયો છું.
આ કાર્યક્રમમાં પ્રદેશ મંત્રીશ્રી રધુભાઇ હુંબલ, ધારાસભ્યશ્રીઓ કૌશિકભાઇ વેકરિયા, શ્રી હીરાભાઇ સોલંકી, સહપ્રવકતા શ્રી ભરતભાઇ ડાગર, શ્રી માયાભાઇ આહિર, ભાજપ નેતાશ્રી અમરિષભાઇ ડેર સહિત જિલ્લા અને પ્રદેશના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.