રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ માવઠા પીડિત ખેડૂતોની તકલીફો જાણી

BJP GUJARAT NEWS

રાજ્યભરમાં કમોસમી વરસાદ (Unseasonal Rain – Gujarat) એટલેકે માવઠાનો માર પડી રહ્યો છે. આકાશમાંથી આફત વરસી રહી છે. જેમાં લોકો અને ખાસ કરીને ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. જેને લઇને અસરગ્રસ્તોની મદદ માટે રાજ્ય સરકાર માવઠાના પહેલા દિવસથી જ સક્રિય છે. તાજેતરમાં રાજ્ય સરકારના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી (DyCM Of Gujarat – Harshbhai Sanghavi) સુરતના ઓલપાડની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે માવઠાથી પીડિત ખેડૂતો જોડે રૂબરૂમાં મુલાકાત લઈને તેમની તકલીફો જાણી હતી. ખેડૂતોનો પાક ખરાબ થવાના કારણે તેઓ ભારે કફોડી સ્થિતીમાં મુકાયા છે.

ગુજરાત રાજ્યમાં વિતેલા કેટલાય દિવસોથી માવઠું પડી રહ્યું છે. માવઠાથી નુકશાન ભોગવતા ખેડૂતોની મદદ માટે સરકાર પહેલા દિવસથી જ સતર્ક છે. તાજેતરમાં રાજ્ય સરકારના નવા મંત્રી મંડળે શપથ લીધી હતી. તે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને માવઠાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં દોડાવ્યા હતા. અને સ્થિતીની સમીક્ષા કરવા જણાવ્યું હતું. દરમિયાન આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાનો માર જારી છે. તે વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી (DyCM Of Gujarat – Harshbhai Sanghavi) માવઠા પીડિત ખેડૂતોની સમસ્યા જાણવા રૂબરૂમાં પહોંચ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *