ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રિય આરોગ્યમંત્રીશ્રી જગતપ્રકાશ નડ્ડાજી, રાષ્ટ્રીય સંગઠનમંત્રીશ્રી વી.સતિષજી તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના બાપુનગર ખાતે સંવિઘાન ગૌરવ અભિયાન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં શ્રી જગતપ્રકાશ નડ્ડાજી તેમજ શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે બંઘારણના પ્રણેતા ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી વંદન કર્યા.આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો મન કી બાત કાર્યક્રમમા વડાપ્રધાનનું સંબોધન સાથે મળી સાંભળ્યું. આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના પ્રમુખ તેમજ ઘારાસભ્યશ્રી અમિતભાઇ શાહે સ્વાગત સંબોધન કર્યુ હતું.
રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીએ સંબોધન કરતા જણાવ્યું કે, દેશમાં સંવિધાનના 75 વર્ષ પુર્ણ થયા જેમા 65 વર્ષ કોંગ્રેસના નેતાઓએ દેશ પર રાજ કર્યુ. આજે આ કાર્યક્રમ પહેલા મને ડો.બાબાસાહેબ આંબેડકરજીની મૂર્તીને ફુલહાર કરવાની તક મળી આ ફકત ફુલહાર પુરતુ સિમિત ન હોવું જોઇએ પણ આપણે સૌએ મહાન વ્યક્તિની દુરદર્શિતાને સમજવી જોઇએ. ડો.આંબેડકરજીએ કહ્યુ હતું કે સંવિઘાન ગમે તેટલુ સારુ હોય પણ તેનુ પાલન કરવાવાળા યોગ્ય નહી હોય તો સંવિઘાન અસફળ થશે. જેમણે સંવિઘાન બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે તેવા ડો.આંબેડકરજી પણ માને છે કે જો સંવિઘાન સારુ બનાવ્યું છે પણ જો તેને પાલન કરવામાં સારા લોકો હશે તો કામ સારુ થશે અને સારી રીતે પાલન નહી કરાવનાર હશે તો આ જ સંવિઘાન તકલીફ આપશે.
શ્રી નડ્ડાજીએ વધુમાં જમાવ્યું કે, 1954મા જવાહરલાલ નહેરુએ જમ્મુ કાશ્મિરમાં કલમ 370 સાથે કલમ 35-એ ને જોડી દીધી અને તેમા જમ્મુ કાશ્મિરની નાગરીકતા અને ભારતની નાગરીકતા અલગ-અલગ કરી. જુદુ પ્રઘાન,જુદુ નિશાન,જુદુ સંવિઘાન એ 35-એના કારણ છે. આજે જે લોકો સંસદની મર્યાદાની ચિંતા કરી રહ્યા છે તેમને ખબર નથી કે તેમને ભારતના સંવિઘાન સાથે શું કર્યુ છે. ડો.શ્યામાપ્રસાદ મુખર્જીએ તે સમયે કહેલી વાતને આજે મન કી બાતમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આપણને તેમના ઓડિયો સંભળાવ્યો તેમા તેમણે કહ્યુ હતું કે એક દેશમા બે નિશાન,બે સંવિઘાન નહી ચાલે. જમ્મુ-કાશ્મિરમાં 1954 થી 2020 સુઘી ST વર્ગની બેઠક હતી જ નહી. મહિલાઓ સાથે જે ડોમેસ્ટીક વાયોલન્સ થતા હતા તેના કાયદા જમ્મુકાશ્મિરમા લાગુ ન થતા હતા. શ્રીનગરની દિકરીઓ જો શ્રીનગરના રહેવાસી સિવાય જો લગ્ન કરે તો તેમને પ્રોપર્ટી માથી હક મળતો ન હતો. આમ કોંગ્રેસની સરકારે જમ્મુ-કાશ્મિરના લોકોને તેમના હક્કોથી વંચિત રાખવાનું કામ કર્યુ.દેશમા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મિરમાં કલમ 370ને દુર કરવામાં આવી.
કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, આપણા સૌના પ્રેરણાસ્ત્રોત,વૈશ્વીક નેતા અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશ આઝાદીના અમૃતકાળમાંથી પસાર થઇ રહ્યો છે. 2025નું આ વર્ષ દેશના ગૌરવને ઉજાગર કરવાનું વર્ષ છે. સમગ્ર વર્ષ દરમિયાન આપણે સરદાર સાહેબની જયંતિ,ભગવાન બિરસામુંડાની 150મી જન્મજયંતિ,સ્વશ્રી અટલ બિહારી વાજપેયજીની 100મી જન્મજયંતિ તથા બંધારણના અમૃતમહોત્સવની ઉજવણી કરવાના છીએ. 2025નું આ વર્ષ દેશમાં લાગવામા આવેલ કટોકટીના કાળા વર્ષનું 50મું વર્ષ છે. આપણે એ ન ભુલવું જોઇએ કે કટોકટીના કપરા દિવસોમાં આપણાં સંવિઘાનના મુલ્યોની કેવી દશા તત્કાલીન સરકારે કરી હતી. આપણે એવા મહાન રાષ્ટ્રના નાગરીકો છીએ કે ભારતીયતા આપણો ધર્મ છે અને બંધારણ આપણો ધર્મગ્રંથ.બંધારણના સ્વીકાર થતા નિર્માણમાં ડો.બાબા સાહેબ આંબેડકરજીના અમુલ્ય યોગદાન સાથે સરદાર વલ્લભભાઇ પટેલ,કનૈયાલાલ મુનંશી,હંસાબેન મહેતા જેવા ગર્વાગુજરાતીઓએ પણ આગવું યોગદાન આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ સંવિઘાનને સર્વોચ્ચ માન્યું છે, અને રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપી છે. ગુજરાતમાં ત્તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે બંધારણના 60 વર્ષ વર્ષ 2010માં પુર્ણ થતા સંવિઘાન ગૌરવ યાત્રાનું આયોજન કર્યુ હતું. સંપુર્ણ બંધારણનો હાર્દ ન્યાય છે દેશનો પાયાનો દસ્તાવેજ સમાનતા,ન્યાયનું અનુસરણ કરતો ગ્રંથ છે.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સંગઠનમંત્રીશ્રી વી.સતિષજી પ્રદેશના મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ,રાજયનામંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા, મેયરશ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદશ્રીઓ શ્રી દિનેશભાઇ મકવાણા, શ્રી હસમુખભાઇ પટેલ, શહેરના પ્રમુખ અને ધારાસભ્યશ્રી અમિતભાઇ શાહ,ધારાસભ્યશ્રીઓ શ્રી મહેશભાઇ કસવાલા, શ્રી અમુલભાઇ ભટ્ટ્.શ્રી કૌશીકભાઇ,શ્રી હર્ષદભાઇ,શ્રી કંચનાબેન રાદડીયા, શ્રી પાયલબેન કુકરાણી,શ્રી દર્શનાબેન, શ્રી બાબુસિંહ જાદવ સહિત ધારસભ્યશ્રીઓ, શહેરના મહામંત્રીશ્રીઓ શ્રી ભુષણભાઇ ભટ્ટ,શ્રી પરેશભાઇ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
