ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, કોંગ્રેસના સાંસદ તેમજ લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંઘીની બંધારણ વિરોઘી માનસીકતા તેમજ વિદેશમા જઇ ભારતની શાખને નુકશાન પહોંચાડવાનુ કામ ફરી કર્યુ છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ અમેરિકા ખાતે જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન એક નિવેદન આપ્યું હતું કે , “જ્યારે ભારત ભેદભાવયુક્ત દેશ બનશે, ત્યારે જ કોંગ્રેસ અનામત ખતમ કરવા માટે વિચારશે. જ્યારે તમે નાણાકીય આંકડા જુઓ છો, ત્યારે આદિવાસીઓને 100 રૂપિયામાંથી 10 પૈસા મળે છે. દલિતોને 100 રૂપિયામાંથી પાંચ રૂપિયા મળે છે અને અન્ય પછાત વર્ગ (OBC)ને પણ લગભગ એટલી જ રકમ મળે છે. સત્ય એ છે કે તેમને યોગ્ય ભાગીદારી મળતી જ નથી”. રાહુલ ગાંઘીના આવા નિવેદનથી બંધારણ વિરોધી માનસકીતા ફરી જનતા સમક્ષ ઉજાગર થઇ છે. આ મુદ્દે આજ રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી ડો.પ્રેમચંદ બૈરવાજી તેમજ પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખશ્રી ગૌતમભાઇ ગેડીયાએ પ્રેસ મીડિયાને સંબોધન કર્યુ હતું. રાહુલ ગાંઘીના અનામત દુર કરવાના નિવેદનને ભારતીય જનતા પાર્ટીએ વખોડ્યુ.
પ્રેસ કોન્ફરન્સને સંબોધતા રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રીશ્રી ડો.પ્રેમચંદ બૈરવાજીએ સંબોધન કરતા જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીના નેતા અને વિપક્ષના નેતાએ અમેરિકાના પ્રવાસમા દરમિયાન ભારતમા આરક્ષણ દુર કરવા જણાવ્યું હતું, કોંગ્રેસ પાર્ટીએ 57 વર્ષથી દેશમા સાશન કર્યુ તે દરમિયાન રાજકીય હેતુસર સંવિઘાનની પ્રક્રિયાનો દુરઉપયોગ કર્યો અને સામાજીક ઉદેશોની ઉપેક્ષા કરી. કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય પણ સંવિઘાનને મૂળભુત આરક્ષણ, સિદ્ધાંતોને નિયત રૂપે લાગુ કરવાની ઇચ્છા શક્તિ દર્શાવી નથી. કોંગ્રેસ પાર્ટી જવાહરલાલ નહેરુના વર્ષ1956ના સમયે પછાત વર્ગને આરક્ષણ આપવાની કાકાસાહેબ કાલેલકર રિપોર્ટને ફગાવ્યો હતો. નહેરુએ 1961મા મુખ્યમંત્રીઓને આરક્ષણ મુદ્દે પત્ર લખી જણાવ્યુ હતું કે, આરક્ષણથી અક્ષમતા ઉભી થશે. કોંગ્રેસ પાર્ટી અને નહેરુએ ડો.બાબા સાહેબ આંબેડકરજીના સામાજીક અને રાજનીતીક જીવનને પુરુ કરવાનો પ્રયાસ કર્યો.
શ્રી પ્રેમચંદ બૈરવાજીએ વધુમા જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે જમ્મુ કાશ્મિરમા કલમ 370 અને 35-એને દુર કરી જમ્મુ કાશ્મિરના અનુસુચિત વર્ગના લોકોને વર્ષો પછી સામાજીક ન્યાય અને સન્માન આપવાનુ કાર્ય કર્યુ છે. ઇન્દીરા ગાંધીએ 1975મા દેશમા ઇમરજન્સી લગાવી સંવિઘાનને ઠેસ પહોંચાડી હતી એટલુ જ નહી ઇન્દીરાગાંધીએ મંડળ આયોગના રિપોર્ટને ફગાવી ઓબીસી આરક્ષણા આપવામા વિલંબ કરાવ્યો.આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વર્ષ 2014 પછીના કાર્યકાળમા સંવિઘાનમા 8 વખત સંશોધન થયું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની કેન્દ્ર સરકારમા કરવામા આવેલ સંશોધનના મહત્વના મુદ્દાની પણ માહીતી આપી. રાજીવ ગાંધીએ મંડળ આયોગના રિપોર્ટ પર વિરોધ કર્યો અને 1990મા લોકસભામા અનામતનો વિરોધ કર્યો અને મુસલમાનોને અનામત આપવાની વકીલાત કરી જે ડો.બાબા સાહેબ આંબેડકરજીના મુળ સંવિધાન વિરોઘ હતી.
શ્રી પ્રેમચંદ બૈરવાજીએ વધુમા જણાવ્યું કે, દેશ આઝાદ થયો ત્યાર પછી કોંગ્રેસે વર્ષો સુધી દેશમા સાશન કર્યુ તેમ છતા દેશમા સંવિઘાન દિવસ ઉજવવામા નોહતો આવતો પરંતુ આદરણીયશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી દેશમા સંવિઘાન દિવસ ઉજવવાની પ્રેરણા દેશવાસીઓને આપી. 2010મા સંવિઘાનના જ્યારે 60 વર્ષ પુર્ણ થયા ત્યારે ગુજરાતમા તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાતમા સંવિઘાન ગૌરવયાત્રાનો પ્રારંભ કરાવ્યો. કોંગ્રેસ સરકારે તેમના સાશનકાળમા કલમ 356નો દુરઉપયોગ કરી સંવિઘાનને હાસ્ય પર ધકેલવાનુ કામ કર્યુ. કોંગ્રેસે આધ્રપ્રદેશમા ઓબીસી ક્વોટામાથી 4 ટકા કેરલના 8 અને તમિલનાડુમાથી 3.5 ટકા અનામત મુસ્લીમ સમાજને આપી સંવિધાનનું ઉલ્લંઘન કર્યુ. કોંગ્રેસે ક્યારેય ડો.બાબા સાહેબ આંબેડકરજીને ભારત રત્ન આપવાની ઇચ્છા વ્યકત કરી નથી પરંતુ પુર્વ વડાપ્રધાનશ્રી અટલજી તેમજ પુર્વ નાયબ વડાપ્રધાનશ્રી લાલકુષ્ણ અડવાણીજીના પ્રયાસથી બાબા સાહેબ આંબેડકરજીને 1990મા ભારત રત્નથી સ્નમાનિત કરવામા આવ્યા હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ભીમ એપનો પ્રારંભ કરાવ્યો. દેશ આઝાદ થયા પછી કોંગ્રેસ પાર્ટીએ દેશમા વર્ષો સુધી સાશન ભોગવ્યો છતા જનતાને વિજળી,પાણી,રોડ-રસ્તા જેવી પ્રાથમિક સુવિઘા આપી શકી ન હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ભારતના સંવિઘાનને રાષ્ટ્રીય ગ્રંથ માને છે. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દેશના છેવાડાના માનવીને સમાજના મુખ્યઘારામા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ પ્રેસ કોન્ફરન્સમા સાંસદશ્રી દિનેશભાઇ મકવાણા, પ્રદેશ મીડિયા કન્વીનરશ્રી ડો.યજ્ઞેશભાઇ દવે તેમજ શ્રી દેવેન્દ્રભાઇ વર્મા ઉપસ્થિત રહ્યા હતા.