ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે, લોકસભા ચૂંટણીમા આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબના નેતૃત્વમા દેશમા ફરી એક વખત મોદી સરકાર ….400 થી વધુ બેઠકો જીતવા જઇ રહી છે તેમજ ગુજરાતમા પેજ સમિતિના પ્રણેતા અને કુશળ સંગઠન શક્તિ ઘરાવતા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના નેતૃત્વમા ગુજરાત સતત ત્રીજી વખત 26 માથી 26 લોકસભા ચૂંટણી જીતવા જઇ રહી છે અને તમામ બેઠકો પર ઉમેદવાર પાંચ લાખથી વધુની લીડ સાથે જીતનો સંકલ્પ કાર્યકર્તાશ્રીઓ સફળ બનાવવા પ્રયાસ કરી રહ્યા છે તે દિશમા ગુજરાત ભાજપ દ્વારા ઘર ઘર ચલો અભિયાન શરૂ કરવામા આવ્યું છે આ કાર્યક્રમ અંગે આજ રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ અને ઘર ઘર ચલો અભિયાનના ઇન્ચાર્જશ્રી હિતેષભાઇ પટેલે પત્રકાર પરિષદને સંબોધી હતી. આ પત્રકાર પરિષદમા પ્રદેશ મીડિયાના સહ કન્વીનરશ્રી ઝુબિનભાઇ આશરા ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી હિતેષભાઇ પટેલે ઘર ઘર ચલો અભિયાન અંગે જણાવ્યું હતું કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમા પાછલા દસ વર્ષમા દેશમા વિકાસની દ્રષ્ટીએ ખૂબ આગળ વધ્યો છે તેમજ કેન્દ્ર સરકારની જનહિતના સુખાકારી માટે અનેક યોજનાઓ જાહેર કરી છે જેનો લાભ છેવાડાના માનવીને મળે તે દિશમા સફળ પ્રયાસ કરવામા આવ્યો છે. દેશહિતમા અનેક કામો અને સંકલ્પ પત્રમા આપેલા તમામ વચનો પુર્ણ કર્યા છે તેના કારણે દેશમા આજે મોદી લહેર જોવા મળે છે. ભાજપના કાર્યકરો દ્વારા આગામી સમયમા ઘર ઘર સંપર્ક અભિયાન શરૂ કર્યુ છે જેમા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ કરેલા કામોની યાદી લઇ ઘર ઘર સુઘી કાર્યકર્તાઓ જશે તે માટે ઘર ઘર ચલો અભિયાન યોજવામા આવ્યું છે.આ અભિયાનમા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત તમામ સક્રિય સભ્યો જોડાશે. આ અભિયાન ત્રણ ફેઝમા ચલાવવામા આવશે જેમા પહેલુ ચરણ 5 થી 6 એપ્રિલ,બીજુ ચરણ 12 થી 13 એપ્રિલ તેમજ અંતિમ ચરણ 27 અને 28 એપ્રિલ ના રોજ યોજાશે.
શ્રી હિતેષભાઇએ અભિયાન અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે, ઘર ઘર ચલો સંપર્ક અભિયાનના પહેલા ફેઝ 5 થી 6 એપ્રિલે યોજાશે જેમા પાંચમી એપ્રિલના રોજ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશવાસીઓને સંબોધતો પત્ર ઘરે ઘરે પહોંચાડવામા આવશે તેમજ 6 એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિન હોવાથી સક્રિય કાર્યકર્તાઓના ઘરે પક્ષનો ધ્વજ ફરકાવવામા આવશે. અભિયાનના બીજા ચરણ 12 અને 13 એપ્રિલના રોજ જેમા પાર્ટીનુ સ્લોગન “મારો પરિવાર…મોદીનો પરિવાર” સ્ટીકર પાર્ટીના શુભેચ્છકોના ઘરે લગાડવાનો કાર્યક્રમ યોજાશે તેમજ 13 એપ્રિલના રોજ ઉમેદવારશ્રીનો પરિચય પત્રિકા બુથ સ્તરે વિતરણ કરવામા આવશે. અભિયાનના ત્રીજા અને અંતિમ ચરણ 27 અને 28 એપ્રિલના રોજ મતદારયાદીની સમિક્ષા,બુથમા જ્ઞાતિસહ બેઠક યોજાશે તેમજ બુથ એજેન્ટની નિમણુક કરી તેમની સાથે બેઠકનુ આયોજન કરવામા આવશે તેમજ મતદાન વધે તે માટે ભાજપના કાર્યકર્તાઓ પ્રયાસ કરશે.