ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ગુજરાત રાજયને વિકાસનું મોડલ જ નહી પણ દેશનું ગ્રોથ એન્જિન બનાવવામાં જેમનો સિંહ ફાળો છે તેવા ગુજરાતના પનોતા પુત્ર અને દેશને આત્મનિર્ભર અને વિકસીત ભારતનો સંકલ્પ આપનાર કર્મઠ પ્રધાનસેવકશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2024ના વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ગુજરાત પધાર્યા છે ત્યારે રાજયમાં દર બે વર્ષે યોજાતા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે રાજય સરકાર દ્વારા સૌથી મોટા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો નું ઉદ્ધાટન તેમના વરદ હસ્તે અને રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ વૈશ્વિક મહેમાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ ટ્રેડ સેન્ટરમાં જુદા જુદા દેશો તેમના દેશના ઉદ્યોગો ની જાણકારી આપશે. ટ્રેડ શોમાં મેક ઇન ગુજરાત , આત્મનિર્ભર ભારત,સેમિ કન્ટકટર, ગ્રીન હાઇડ્રોજન, એરક્રાફ્ટ, સાયબર સુરક્ષા, એઆઈ, મશિન લર્નિંગ,બુલેટ ટ્રેન સહિતના ઉદ્યોગો આકર્ષણનું કેન્દ્ર છે. ટ્રેડ શો માં 100 જેટલા દેશો વિઝીટીંગ તરીકે અને 33 જેટલા દેશો પાર્ટનર તરીકે ભાગ લઇ રહ્યા છે. આ ટ્રેડ શોમાં 20 દેશો તેમના દેશના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરશે.