ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, સંઘ પ્રદેશ ખાતે વિવિધ વિકાસલક્ષી પ્રકોલ્પોનુ લોકાર્પણ અને ખાતમૂહર્ત કર્યા પછી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુરત ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગંગાસ્વરૂપા,વૃદ્ધ,દિવ્યાંગ સહાય યોજના તથા ગરીબ લાભાર્થી પરિવારોના અંદાજીત 2 લાખ લાભાર્થીઓને વિનામુલ્યે અનાજની કિટનું વિતરણ કર્યુ.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે હુરતના મારા ભાઇઓ બહનો કેમ છો કરી સંબોધન કરતા જણાવ્યું કે, મારુ સદભાગ્ય છે કે આજે દેશની જનતાએ અને ગુજરાતે મને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે સેવા કરવાની તક આપી. ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી સુરતની મારી પહેલી મુલાકાત છે. ગુજરાતે જેને ઘડયો તેને દેશે વ્હાલથી અપનાવ્યો છે. હમેંશા આપ સૌનો રૂણી છું જેમને મારા જીવનને ઘડવામાં ખૂબ મોટુ યોગદાન આપ્યુ છે. આજે સુરત આવ્યો છુ તો સુરતની સ્પીરીટ યાદ ન આવે, જોવા ન મળે તે કેમ શક્ય બને. કામ અને દામ આ બને એવી વસ્તુ છે કે જે સુરતને વધુ વિશિષ્ટ બનાવે છે. એક બીજાને મદદરૂપ થવુ,દરેકના વિકાસનો આનંદ માણવો તે આપણને સુરતના દરેક ખૂણે જોવા મળે છે. આજનો કાર્યક્રમ સુરતની આ જ સ્પીરીટને આગળ વઘારનારો છે.
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, સુરત ઘણા મુદ્દે ગુજરાતનુ અને દેશનું લીડીગ શહેર છે. સુરત આજે ગરિબ,વંચિતને ભોજન અને પોષણની સુરક્ષા આપવાના મિશનમાં આગળ નિકળી રહ્યુ છે. સુરતમા જે ખાદ્ય સુરક્ષા સેચ્યુરેશન અભિયાન ચલાવવામાં આવ્યું છે તે દેશના અન્ય જીલ્લાઓ માટે પ્રેરણા રૂપ બનશે. આ અભિયાન દર્શાવે છે કે ન કોઇ ભેદભાવ , ન કોઇ રહી જાય, ન કોઇ ઢગે.તૃષ્ટીકરણની ભાવનાને અને કુ-રિતીને છોડીને સંતુષ્ટીકરણ ની પવિત્રભાવનાને આગળ લઇ જશે. જ્યારે સરકાર જ લાભાર્થી પાસે જઇ રહી હોય ત્યારે કોઇ બાકી ન રહે. આ જ કારણે સરકારે સવા બે લાખથી વધુ નવા લાભાર્થીઓની ઓળખ કરી છે જેમા વડિલો,વિધવા માતા-બહેનો,દિવ્યાંગોને આ યોજનામાં જોડી ફ્રીમાં રાશન મળે તેની ચિંતા કરી છે.
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, રોટીનુ મહત્વ કપડા અને મકાન બંને કરતા ઉપર છે અને જ્યારે કોઇ ગરિબને રોટલીની ચિંતા હોય તે દર્દ કેટલુ ભયાનક હોય તે હું સારી રીતે અનુભવી શકુ છું એટલે જ અમારી સરકારે જરિયાત મંદ માટે ભોજનની ની ચિંતા કરી છે.ગરિબના ઘરે ચૂલો ન સળગે,બાળકો ભુખ્યા સુઇ જાય તે મને મંજૂર નથી એટલે રોટલો ને ઓટલો બંને મળે તેની ચિંતા મારી સરકાર કરી રહી છે. અમારી સરકાર ગરિબોની સાથી અને સેવકભાવથી તેમની સાથે છે. કોરોના કાળમા જ્યારે દેશવાસીઓને સપોર્ટની જરૂર હતી ત્યારે પ્રધાનમંત્રી ગરિબ કલ્યાણ યોજના જે માનવતાને મહત્વ આપનારી યોજના છે, દુનિયાની સૌથી મોટી યોજના છે જે આજે પણ ચાલી રહી છે. મને આનંદ છે કે ગુજરાત સરકારે યોજનાનો વિસ્તાર પણ કર્યો છે. કેન્દ્ર સરકાર દર વર્ષે અંદાજે સવા બે લાખ કરોડ રૂપિયા ગરિબના ઘરનો ચૂલો સળગે તે માટે ખર્ચ કરી રહી છે. વિકસીત ભારતની યાત્રામાં પૌષ્ટીક ભોજનની મહત્વની ભૂમિકા છે. અમારુ લક્ષ્ય દેશના દરેક પરિવારને જરૂરી પોષણ આપવાનો છે. પીએમ પોષણ યોજનાથી અંદાજે 12 કરોડ શાળાના વિદ્યાર્થીઓને પોષણયુકત આહાર આપવામ આવે છે.
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, સુરત સ્વચ્છતાની સ્પર્ધામાં હમેંશા આગળ રહ્યુ છે. અમારો પ્રયાસ છે કે દેશનુ દરેક શહેર-ગામડુ ગંદકીથી મુક્ત થાય તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. દુનિયાની મોટી સંસ્થા કહી રહી છે કે સ્વચ્છ ભારત અભિયાન થી ગામડામાં બિમારીઓ ઘટી છે. હાલમાં શ્રી સી.આર.પાટીલજી પાસે દેશની જળશક્તિની જવાબદારી છે તેમના નેતૃત્વમાં હર ઘર જળ અભિયાન ચાલી રહ્યુ છે જેનાથી પિવા માટેનુ શુદ્ધ પાણી ઘરે ઘરે પહોંચ્યુ છે તેનાથી ઘણી બિમારીઓ ઘટી ગઇ છે. આજે ફ્રી રાશન યોજનાએ કરોડો લોકોનુ જીવન સરળ બનાવ્યું છે. આજે અસલી હકદારને તેના હકનુ પુરુ રાશન મળી રહ્યુ છે પરંતુ 10 વર્ષ પહેલા આ સભંવ ન હતું. તમે કલ્પના કરો કે આપણા દેશમા પાંચ કરોડથી વધુ ભૂતિયા રાશન કાર્ડ ધારકો હતા. પહેલા એક રાજયનુ રાશન કાર્ડ બીજા રાજયોમા નોહતુ ચાલતુ અમે આ સમસ્યાનુ સમાઘાન કર્યુ અને વન નેશન વન રાશન કાર્ડ લાગુ કર્યુ.દેશમા અને ગરિબોને સશક્ત કરવા મિશન મોડ પર કામ કર્યુ છે. જેના માટે કોઇએ કામ ન કર્યુ તેના માટે મે કામ કર્યુ છે. આજે મુદ્રા યોજનાથી અંદાજે 32 લાખ કરોડ રૂપિયા વિના ગેરંટી આપવામાં આવ્યા છે. ફેરિયા અને ફુટપાથ પર કામ કરનાર લોકો માટે કોઇ સહાય આપનાર ન હતુ પરંતુ અમારી સરકારે સ્વનિધિ યોજનાથી તેમને બેંકોથી મદદ અપાવી છે.
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, વિશ્વકર્મા સાથીઓને રોજગારી મળે તે માટે પહેલી વખત વિચાર કરવામાં આવ્યો અને આજે મોટી સંખ્યામાં લોકો પીએમ વિશ્વકર્મા યોજનાનો લાભ લઇ રહ્યા છે તેના માટે તેમને પૈસા પણ આપવામાં આવે છે. અમારી સરકાર સૌના સાથ, સૌનો વિકાસના મંત્રથી કામ કરે છે. પહેલાની સરકાર ગરિબો દુર કરવા ભાષણો કરતી પણ મારી સરકારે 25 કરોડથી વધુ ગરિબ પરિવારને ગરિબી રેખાથી બહાર લાવવામાં સફળ રહી છે. 12 લાખની આવક પર 0 ટેકસ કરવામાં આવ્યો છે જે અંગે કોઇએ વિચાર સુદ્ધા નોહતો કર્યો તે અમે કર્યુ છે જે નોકરીયાત વર્ગને પોણા 13 લાખ સુધી ટેક્સથી રાહત મળી છે એટલે કે દેશના, ગુજરાતના, સુરતના મધ્યમ વર્ગના લોકો પાસે વધુ રૂપિયા બચશે.સુરત લાખો લોકોને રોજગાર આપે છે. અમારી સરકાર લોકલ સ્પલાય ચેનને મજબૂત કરવા કામ કરી રહી છે. સુરત દેશનું સૌથી મોટુ વેલકનેક્ટેટ સિટિ બનવા જઇ રહ્યુ છે. આવતીકાલે મહિલા દિવસ નિમિત્તે મારા સોશિયલ મિડિયા એકાઉન્ટને પ્રેરણાદાઇ બહેન-દિકરીને સૌપવા જઇ રહ્યો છું જે મહિલાઓએ જુદા-જુદા ક્ષેત્રમાં દેશના વિકાસમાં સમાજના વિકાસમાં મોટી ભૂમિકા નિભાવી છે. મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિની ઉપલ્બધીઓને ઉજવવામાં આવે છે. આવતીકાલે જ નવસારીમાં નારી શક્તિ સમર્પિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો છું. સુરત મિનિભારતના રૂપે વિશ્વના સુંદર શહેર માટે વિકસીત બને તે માટે અમારી સરકાર દરેક પ્રયત્નો કરશે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ એવા સંવેદનશીલ વ્યક્તિ છે કે જેમણે જીવ માત્રના કલ્યાણ અને સેવાને અગ્રીમતા આપી છે. અબોલા પશુજીવો હોય કે આપણી વિરાસત સમાન વન્ય જીવ પ્રાણીઓ હોય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે પ્રત્યેક જીવની કાળજી રાખી છે. ગુજરાતની મુલાકાતે તેમણે ગીરના સિંહ સહિત વન્ય પ્રાણીઓ માટે નેશનલ રેફરલ સેન્ટરનું ખાત મુહૂર્ત કર્યુ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ જીવમા શિવ જોવાની ભાવનાથી દેશના કરોડો લોકોની સેવામા લીન છે. શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની સરકારની પ્રાથમિકતા ગરિબોના કલ્યાણની છે. મોદી સાહેબે પહેલી વખત શપથ લીધા પછી કહ્યુ હતું કે તેમની સરકાર ગરિબો,વંચિતો,શોષિતો,પિડિતોના કલ્યાણ ને અગ્રીમતા આપનારી સરકાર રહેશે. તેમના પ્રથમ કાર્યકાળમાં જટેલી સરકારી કલ્યાણકારી યોજના બની તેમા કેન્દ્ર સ્થાને છેવાડાના અને ગરિબ વર્ગના લોકો રહ્યા છે. સમાજના દરેક વર્ગને સાથે રાખીને સર્વસમાવેશી વિકાસ કેવી રીતે થાય તેનુ ઉદાહરણ મોદી સાહેબે પુરુ પાડયુ છે.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, કુદરતની ભૂલોને કારણે મજબૂરી અનુભવતા લોકો જેઓ તેમના કુંટુંબ ઉપર ભાર રૂપ ન બને તેના માટે આખા કુટુંબને આ યોજના દ્વારા ફ્રીમા અનાજ આપવાની યોજનાની શરૂઆત કરવામાં આવી રહી છે તે બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો આભાર વ્યકત કરુ છું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દિવ્યાંગભાઇ બહેનોને નામ આપ્યુ છે તેના કારણે એક પ્રકારની દિવ્યતા અનુભવે તેની લાગણી તેમને થાય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ફકત નામ જ નહી, ફકત અનાજ આપવાની જ વાત નહી પણ તેમનુ જીવન સરળ અને આર્થિક ઉપજ માટે સક્ષમ બને તેના સફળતા પુર્વકના પ્રયાસ કર્યા છે. જીવનમા તેમને જરૂરી સાઘનો સારી ગુણવતા વાળા મળે તેની પણ ચિંતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કરી છે. દિવ્યાંગ ભાઇ-બહેનોને સરકારી નોકરીમાં જે રિઝર્વેશન 3 ટકા હતું તે વધારી 4 ટકા કરવાનું કામ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કર્યુ. દિવ્યાંગોને ઉચ્ચ શિક્ષા માટે જે 3 ટકાનું રિઝર્વેશન હતુ તે વધારીને 5 ટકા કરવાનું કામ પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કર્યુ છે. અંદાજે 709 રેલવે સ્ટેશન પર દિવ્યાંગ ભાઇ-બહેનોને ચઢવા-ઉતરવાની વ્યવસ્થા પણ વડાપ્રધાનશ્રીએ કરી છે. 80 જેટલા એરપોર્ટ પર દિવ્યાંગ ભાઇ-બહેનોને અગવડ ન થાય તે માટે વ્યવસ્થા વડાપ્રધાનશ્રીએ કરી છે. 10 હજારથી વધુ બસ સ્ટેન્ડ પર પર દિવ્યાંગ ભાઇ-બહેનોને અનુકળ થાય તે માટે વ્યવસ્થા કરી છે. 2014 પહેલા દિવ્યાંગ ભાઇ બહેનોનું બજેટ 565 કરોડનુ હતું જે મોદી સાહેબે 2024-25માં 1275 કરોડ રૂપિયાનું કર્યુ છે.
આ કાર્યક્રમમાં રાજયસરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તેમજ જીલ્લા અને પ્રદેશના આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
