વડોદરા કારેલીબાગ ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ તેમજ મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીનો અભિવાદન સમારોહ યોજાયો.

BJP GUJARAT NEWS વડોદરા

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ તેમજ રાજયના મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજી પ્રદેશ અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી પહેલી વખત વડોદાર પ્રવાસ પધાર્યા હતા. વડોદરા ખાતે જુદા-જુદા વિસ્તારમાં કાર્યકર્તાઓએ પ્રદેશ અધ્યક્ષશ્રીનું ઉષ્માભેર ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યાર બાદ બાઇક અને કાર રેલી સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે અંબાલાલ પટેલ ગ્રાઇન્ડ ખાતે આયોજીત અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. બાઇક અને કાર રેલીમાં પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજી કાર્યકર્તાના બાઇક પર બેસી સભા સ્થળે પહોંચ્યા હતા અને સાધુ સંતોના આશિર્વાદ મેળવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વડોદરા શહેર પ્રમુખશ્રી ડો.જયપ્રકાશ સોનીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ અને રાજયના મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીનું સ્વાગત ચોપડા આપી કરવામાં આવ્યું.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે કાર્યકર્તાઓને સંબોધન કરતા અને નવ નીયુક્ત પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ આપણને સૌનો સાથ,સૌનો વિકાસ,સૌના પ્રયાસ,સૌનો વિશ્વાસનો કાર્યમંત્ર આપ્યો છે તેના કારણે જ આજે વડાપ્રધાનશ્રીએ જાહેર જીવનના 24 વર્ષ પુર્ણ કરી 25 વર્ષમાં પ્રવેશ કર્યો છે. આજે જન જનનો વિશ્વાસ વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પ્રત્યે વઘતો જાય છે. આજે જ્યા જ્યા ચૂંટણી થાય ત્યારે અન્ય રાજકીય પાર્ટીઓએ પણ વિકાસના કાર્યોની વાત કરવી પડે તે રાજનીતી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે પ્રસ્થાપીત કરી છે. ભાજપ અને ભાજપના કાર્યકર્તાની તાકાત મોટી છે,આજે આપણને એક એવુ નેતૃત્વ મળ્યુ છે જેમણે દેશને સમગ્ર વિશ્વના દેશો સમક્ષ ગૌરવ અપાવ્યું છે. આપણા પ્રદેશ અધ્યક્ષશ્રીએ સરકાર અને સંગઠનમાં સફળતા પુર્વક જવાબદારી નિભાવી છે.

શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે વધુમાં જણાવ્યું કે, આપણને ફરી એક ટેકનોસેવી પ્રદેશ અધ્યક્ષ મળ્યા છે.કાર્યકર્તા તરીકે જે જવેબદારી સંભાળીને આગળ આવ્યા હોય તેમને કાર્યકર્તાની તકલીફની જાણ હોય. કાર્યકર્તા તરીકે દરેક મુશ્કેલીમાં કેવી રીતે બહાર આવી શકાય તે આપણને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આપણને સૌને શિખવાડ્યુ છે. આત્મનિર્ભર ભારત થકી આપણે આપણો દેશ મજબૂત કરવાનો છે આપણા દેશને આપણે કોઇના સહારે આગળ ન વઘારી શકીએ તે માટે આત્મનિર્ભર બનવુ પડે અને સ્વદેશી વસ્તુનો આગ્રહ રાખવો પડશે. વડાપ્રધાનશ્રીએ સરકારની દરેક યોજનામાં છેવાડના માનવીની પણ ચિંતા કરી છે અને સૌને યોજનાનો લાભ મળે તેની ચિંતા કરી છે. ભાજપના કાર્યકર્તાઓ દેશ પ્રથમની ભાવના સાથે કાર્યકરનારા છે. ભાજપમાં જે પણ જોડાયા છે તેમને જેવા છે તેવા સ્વીકાર્યા છે અને પાર્ટીને જોઇએ તેવા બનાવ્યા છે.


કાર્યકર્તાઓને ઉર્જારૂપ સંબોધન કરતા શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ સંબોધન કરતા જણાવ્યું કે, વડોદરાના કાર્યકર્તાઓનો ઉત્સાહ જોઇ આજે હું કાર્યકર્તા સાથે બાઇક પર બેસી મને કાર્યક્રમમાં આવાની તક મળી છે. જેમ કોઇ ઇમારાતમાં સૌથી નીચે રહેલી પાયાની ઇંટ પછી બાંઘકામ થાય છે તેમ કાર્યક્રમની તૈયારીના ભાગમાં કાર્યકર્તાઓ રહ્યા છે અને આજે મારી સામે બેઠેલા કાર્યકર્તાઓના જનસમુદાયના દર્શન કરવાની સુનેરી તક મળી. યુવા કાર્યકર્તાઓને લાઇબ્રેરીમાંથી સયાજીરાવ ગાયકવાડ પર લખાયેલી સર ટી.માધવરાવે લખેલ પુસ્તક માઇનોર હિન્ટસ (સાશનના સુત્રો) વાંચવા હાકંલ કરી. વડોદરામાં સંધનુ કામ પણ ઘણુ જુનુ છે અને સંઘની શાખ સૌ પ્રથમ વડોદરામાં શરૂ થઇ હતી.

શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ પક્ષના વરિષ્ઠ કાર્યકર્તાઓને યાદ કરતા જણાવ્યું કે, સ્વ.રમેશભાઇ ગુપ્તા,સ્વ.શ્રી ભુપેન્દ્રભાઇ,સ્વ. શ્રી કૃષ્ણકાંતભાઇ શાહ,સ્વ. શ્રી ઓછાલાલ પરિખ સહિતના ઘણા લોકોએ પરિશ્રમની પરાકાષ્ઠાએ પહોંચી રાત-દિવસ જોયા વગર ભારતીય જનતા પાર્ટીને મોટી કરવા મહેનત કરી છે. વડોદરા એટલે ભાજપની સિક્કાની બે બાજુ. વડોદરા ભાજપના યુવા કાર્યકર્તાઓના જુસ્સાના જોઇ આપણને પણ દોડવાનું મન થાય. ભારત માતાનો જય ઘોષ આજે પણ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા સ્વમાનભેર લે છે. ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. દેશમાં આજે આપણને એક એવા વડાપ્રધાનશ્રીનું નેતૃત્વ મળ્યુ છે જેમને દેશના 140 કરોડ ભારતીયોનું સન્માન વિશ્વમાં ઉંચુ કર્યુ છે. શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી લઇ દેશના વડાપ્રધાન તરીકે આજે જવાબદારી સંભાળી રહ્યા છે ત્યારે દેશ અને રાજયને વિકાસના કાર્યોની અમુલ્ય ભેટ આપણને આપી છે. ગુજરાતનો વિકાસ જોયા પછી સમગ્ર દેશે શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ભારતના વડાપ્રધાન બને તેવી ઇચ્છા વ્યકત કરી અને 2014ની અંદર વડોદરાવાસીઓએ જે પ્રેમ વરસાવ્યો હતો તે પ્રેમ આજે પણ યાદ છે. વડોદરાના લોકોએ સૌથી મોટી લીડ સાથે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને વિજય બનાવી કેન્દ્રમાં મોકલ્યા હતા.

શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ હળવી શૈલીમાં જણાવ્યું કે, જ્યારે જ્યારે વડોદરા આવવાનું થયુ છે ત્યારે વડોદરાના તમામ કાર્યકર્તા જીલ્લા-શહેરની જોવા લાયક અને ખાણીપીણીની વસ્તુ યાદ કરે છે. ગુજરાતના યુવાનને અભ્યાસ અર્થે બીજા દેશમાં કે બીજા રાજયોમા ન જવુ પડે તે દિશામાં પાયાનું કામ આદરણીય વડાપ્રધાનશ્રીએ કર્યુ છે અને આજે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેને આગળ વઘારી રહ્યા છે. વડોદરાની અંદર દરેક ક્ષેત્રોમાં અદભૂત વિકાસના કાર્યો થઇ રહ્યા છે જેમા આજે ડ્રોન,ડિફેન્સના માલવાહક વિમાન બનાવવા સહિત ઘણા કાર્યો આજે વડોદરામાં થાય છે. ભારતીય જનતા પાર્ટી એ પાર્ટી છે જેને આપણને સમગ્ર વિશ્વમાં સ્વમાનભેર જીવતા શીખવાડ્યું છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને કોઇ ઓળખાળની જરૂર નથી કે આશિર્વાદની જરૂર નથી પરંતુ કાર્યકર્તા કામ કરતા કરતા આગળ જાય એટલે રાષ્ટ્રીય નેતૃત્વ દરેક કાર્યકર્તાની કદર કરે છે. ભાજપના પ્રાથમિક કે સક્રિય સભ્ય હોવુ તે નાની વાત નથી સમાજમાં આપણને પ્રતિષ્ઠા અપાવે છે. આપણના આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશીનો સંકલ્પ આપ્યો છે ત્યારે તહેવારોમાં ભારતના કારીગરોના પરિશ્રમથી ઉત્પાદીત વસ્તુ ખરીદીએ.દિવાળીમાં તમામ કાર્યકર્તાઓને વિનંતી કે આપણે આ વખતે ઘરની ખરીદી સ્વદેશી વસ્તુઓ ખરીદીએ. સ્વદેશી વસ્તુની ખરીદીમાં જો આપણે એક ડગલુ ચાલીશું તો 140 કરોડ લોકો ખરીદી કરશે તો દેશ 140 કરોડ સ્ટેપ્સ આગળ વઘશે પછી ભારતને કોઇ હંફાવી નહી શકે અને આપણા વડાપ્રધાન ભારતનું શીશ ક્યારેય નમવા નહી દે.

આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ વડોદરા શહેરના પ્રભારીશ્રી ગોરઘનભાઇ ઝડફીયાજી, શહેરના પ્રમુખશ્રી ડો.જયપ્રકાશભાઇ સોની, જીલ્લાના પ્રમુખશ્રી રસિકભાઇ,જિલ્લાના પ્રભારીશ્રી રાજેશભાઇ, શહેરના મેયરશ્રી પિન્કીબેન, વિઘાનસભાના દંડકશ્રી, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પ્રદેશના હોદ્દેદારશ્રીઓ, વડોદરા શહેર-જિલ્લાના વિવિઘ પદાધિકારીશ્રીઓ, ઉદ્યોગપતિ, સમાજના અગ્રણીઓ તેમજ સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *