ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, વડોદરા ખાતે વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા પક્ષ જોડો અને કોફી કુપન કાર્યક્રમ યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની ઉપસ્થિતિમા યોજાયો. આ કાર્યક્રમમા વડોદરા શહેર પ્રમુખ શ્રી ડો.વિજયભાઇ શાહે પ્રાસંગીક સંબોધન કર્યુ. આ કાર્યક્રમમા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ કોફી મગનુ લોન્ચિંગ કર્યુ.
પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, લોકસભા ચૂંટણીમા દેશના યુવાનો નો ખૂબ મોટો રોલ હોવો જોઇએ. યુવાનો લોકસભા ચૂંટણીમા ફકત મતદાન પુરતુ નહી પણ ચૂંટણીમા સક્રિયતા પણ દાખવે તે ખૂબ જરૂરી છે. આજનો યુવાનને પોતાની કારકીર્દી માટે અને દેશની સ્થિતિ માટે ગંભીર છે. યુવાનોને આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબનુ માર્ગદર્શન મળે ત્યારે ગુજરાત અને દેશના વિકાસ કરવાની તક મા પાછળ ન રહેવુ જોઇએ. યુવાનોએ તેમના મિત્રો કે કોઇ પણ વ્યકિતનુ મતદાર યાદીમા નામ બાકી હોય તો તે નોંધાવવા મદદ કરવી જોઇએ.
શ્રી પાટીલજીએ વધુમા જણાવ્યું કે, લોકસભામા ભાજપનો ભવ્ય વિજય થવાનો નિશ્ચિત છે પણ યુવાનો ચૂંટણીમા જાગૃતિ લાવવા યોગદાન આપે તે જરૂરી છે. દેશનો યુવાન આત્મનિર્ભર બને તે માટે યોજનાઓ જાહેર કરી છે. આજનો યુવાન જોબ સીકર નહી જોબ ગીવર બને તે દિશામા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે પ્રયાસ કર્યા છે. દુનિયામા કોઇ પણ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાને તેમના દેશના યુવાનો પર એટલો વિશ્વાસ કર્યો નથી જેટલો મોદી સાહેબે તેમના યુવાનો પર કર્યો છે. આજનો યુવાન સમયની કિંમત જાણે છે. યુવાનો તેમના મત અધિકારીનો ઉપયોગ કરે તે ખૂબ જ જરૂરી છે. યુવાનોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે જે જે યોજનાઓ દેશ માટે જાહેર કરી તેની ચર્ચા કરવી જોઇએ.
શ્રી પાટીલજીએ વધુમા જણાવ્યું કે, યુવાનોએ સોશિયલ મીડિયા પર તેમનુ મંતવ્ય રજૂ કરવું જોઇએ. યુવાનો નમો એપ ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરે અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના મન કી બાત કાર્યક્રમ જુવે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમા આવનાર પાંચ વર્ષ ખૂબ મહત્વના છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશના દરેક વર્ગ માટે યોજનાઓ જાહેર કરી છે. દેશમા કોઇ પણ વ્યકિત મકાન વગર ન રહે તે માટે પ્રયાસ કર્યા છે. આજે વિકસીત દેશો પણ માને છે કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમા ભારત દેશ ઝડપથી વિકસીત થઇ રહ્યો છે. મોદી સાહેબના નેતૃત્વમા દેશની સીમાઓ સુરક્ષીત થઇ છે. આજે દેશમા યુદ્ધના શસ્ત્રો બનતા થયા છે જેના કારણે દુશ્મન દેશ પણ ભારત તરફ આંખ ઉંચી કરી જોઇ શકતો નથી. લોકસભા ચૂંટણીમા યુવાનો વધુમા વધુ મતદાન કરે તેવી વિનંતી.
આ કાર્યક્રમમા પ્રદેશના ઉપાઘ્યક્ષ અને મધ્યગુજરાતના પ્રભારી શ્રી ગોરઘનભાઇ ઝડફીયા, વડોદરા શહેરના પ્રમુખશ્રી વિજયભાઇ શાહ, વિઘાનસભાના મુખ્યદંડક બાલકુષ્ણભાઇ શુક્લ, વડોદરાના મેયરશ્રી પિન્કીબેન સોની,સાંસદશ્રી રજંનબેન ભટ્ટ,ધારાસભ્યશ્રીઓ શ્રી યોગેશભાઇ પટેલ, શ્રી મનીષાબેન વકિલ, શ્રી કેયુરભાઇ રોકડીયા,શ્રી ચૈતનભાઇ દેસાઇ,મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી ડો.જ્યોતિબેન પંડયા, મહામંત્રીશ્રીઓ શ્રી જશવંતસિંહ સોલંકી, શ્રી રાકેશભાઇ સેવક, શ્રી સત્યનભાઇ કુબાલકર, ડે.મેયરશ્રી ચીરાગભાઇ, વડોદારા શહેર યુવામોરચાના પ્રમુખશ્રી પાર્થભાઇ પુરોહિત,સુરત લોકસભાના પ્રભારીશ્રી સુનિલભાઇ સોલંકી, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનશ્રી ડો. શિતલભાઇ મિસ્ત્રી, પંચમહાલ જીલ્લાના પ્રભારીશ્રી ડો.ભરતભાઇ ડાંગર,શિક્ષણ સમિતિના ચેરમેમનશ્રી મનિષભાઇ પંડયા સહિત પ્રદેશ અને જિલ્લાના હોદેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.