વડોદરા જિલ્લાનુ નવનિર્મિત વંદે કમલમ કાર્યાલય તેમજ ખેતી બેંકનું પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના હસ્તે લોકાર્પણ કરવામા આવ્યું.

વડોદરા

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબના નેતૃત્વમા દેશભરમા કાર્યાલયની શરૂઆત અંગે સંકલ્પ કરવામા આવ્યો હતો જે અંતર્ગત પેજ સમિતિના પ્રણેતા અને યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના માર્ગદર્શનમા ગુજરાતના જિલ્લાઓમા ભવ્ય અને સુવિઘાઓથી સભર કાર્યાલયનુ લોકાર્પણ અને શિલાન્યાસ કરવામા આવી રહ્યુ છે ત્યારે આજે વડોદરા ખાતે જિલ્લાનુ નવનિર્મિત કાર્યાલય વંદે કમલમ તેમજ વડોદરા અને છોટાઉદેપુર ખેતીબેંકનુ લોકાર્પણ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના હસ્તે કરવામા આવ્યું. આ પ્રસંગે જિલ્લાના પ્રમુખશ્રી સતિષભાઇ પટેલે પ્રસાંગીક સંબોધન કર્યુ.

 

પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, દેશમા દરેક જિલ્લામા પાર્ટીના કાર્યાલય માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો સંકલ્પ અને દેશના ગૃહમંત્રીશ્રી તેમજ પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે શ્રી અમિતભાઇ શાહ સાહેબના માર્ગદર્શનમા દેશમા ભવ્ય કાર્યાલય બને તે માટે ઝુંબેશ શરૂ થઇ હતી આ ઝુંબેશમા ગુજરાત પ્રથમ છે આવનાર બે થી ચાર મહિનામા તમામ કાર્યાલયનુ કામ પુર્ણ થશે. કાર્યાલયથી કાર્યોને લયમા લાવી શકાય છે. આજે વડોદરા જિલ્લાનુ કાર્યાલયનુ ઉદ્ઘાટન થઇ રહ્યુ છે તે બદલ જિલ્લાના કાર્યાકર્તાઓને અભિનંદન.

 

શ્રી પાટીલજીએ વધુમા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ વિકાસના નવા નવા પ્રકલ્પોથી ઇતિહાસ રચી રહ્યા છે. ગુજરાતમા પ્રવાસીઓની સંખ્યા વધી છે જે લોકો પહેલા તાજમહેલ જોવા જતા તે લોકો હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ કચ્છ ખાતે સ્મૃતિ વન જોવા આવે છે. દેશનુ સસંદ ભવન પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમા નવુ ભવન નિર્માણ કરવામા આવ્યું અને અંગ્રેજોની ગુલામીનુ પ્રતિક દુર કર્યુ. નવા ભવનમા લોકસભા અને રાજયસભામા મહિલાઓને 33 ટકા અનામત આપી ઇતિહાસ રચ્યો છે. આજે દુનિયાના નેતાઓ પણ કહે છે કે મોદી હૈ તો મુમુકીન હૈ, મોદીની ગેરંટી એટલે પથ્થરની લકીર. દેશ અને દુનિયામા મોદી સાહેબ માટે એમ કહેવાય છે કે મોદી સાહેબ ભલે રાજકીય નેતા હોય પણ જે કરશે તે જ બોલશે અને જે બોલશે તે ચોક્કસ કરશે. આજ કારણે ભાજપના કાર્યકર્તાઓને પણ ટેવાયા છે કે જે કહીશુ તે કરીશું અને જે કરીશુ તે લોકોના હિત માટે કરીશું આવી વિશ્વસનિયતા કાર્યકર્તાઓએ ઉભી કરી છે.

 

શ્રી પાટીલજીએ વધુમા જણાવ્યું કે, પહેલા દેશમા ફકત એક એઇમ્સ દિલ્હીમા હતી પરંતુ મોદી સાહેબે દેશમા સાત-સાત એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ છે જેમા એક એઇમ્સ ગુજરાતના રાજકોટમા છે. દેશમા આજે એરપોર્ટની સંખ્યા વધી છે. એક સાથે મોદી સાહેબે 15 એરપોર્ટનું લોકાર્પણ કર્યુ. મોદી સાહેબ ત્રીજી વખત 2024મા વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે. ગુજરાતમા 26 માંથી 26 બેઠકો જીતી હેટ્રીક થવાની જ છે પણ દરેક બેઠક પાંચ લાખથી વધુની લીડ સાથે જીતવા કાર્યકર્તાઓ પ્રયાસ કરે. કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરાને ગંભીરતાથી લહેતુ ન હતુ પણ મોદી સાહેબે ચૂંટણી સમયે જે પણ સંકલ્પ પત્રમા વચનો  આપ્યા હતા તેમાથી 95 ટકા કામો પુર્ણ કર્યા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની કેન્દ્ર સરકારમા મહિલાઓ આજે સુરક્ષાની લાગણી અનુભવે છે. દેશના યુવાનોને આત્મનિર્ભર બનાવવા અને તેમના ટેલેન્ટનો ઉપયોગ થાય તે માટે અનેક યોજનાઓ જાહેર કરી છે. ખેડૂતોની આવક વધે તેમના પાક બમણો થાય તે માટે મોદી સાહેબે યોજનાઓ જાહેર કરી છે. આવો આપણે સૌ સાથે મળી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરવા સાથે મળીને પ્રયાસ કરીએ. આવનાર લોકસભામા કોને ટીકિટ મળશે તે આપણો વિષય નથી જેને પણ ટીકિટ મળશે તે ભાજપનો કાર્યકર જ હશે.  ટીકિટના કારણે કોઇ નારાજ થાય તે ભાજપનો કાર્યકર ન હોય. જે પણ ઉમેદવારને ટીકિટ મળે તેમને પાંચ લાખથી વધુની લીડ સાથે જીતાડવાનો પ્રયાસ કરવો. પેજ કમિટિના સભ્યો સાથે મળવુ જોઇએ. લોકસભા 2024ની ચૂંટણીમા ભવ્ય વિજય મેળવીશું તેવો વિશ્વાસ છે.

 

આ કાર્યક્રમમા પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી ગોરઘનભાઇ ઝડફીયા, વડોદરા જિલ્લાના પ્રભારીશ્રી રાજેશભાઇ પાઠક, જિલ્લા પ્રમુખશ્રી સતિષભાઇ પટેલ, પુર્વ પ્રમુખશ્રી અશ્વિનભાઇ પટેલ,શ્રીમતી ગાયત્રીબા મહિડા, સાંસદશ્રીઓ શ્રી રંજનબેન ભટ્ટ્,શ્રી ગીતાબેન રાઠવા, વડોદરા શહેર પ્રમુખશ્રી ડો. વિજયભાઇ શાહ, ધારાસભ્યશ્રીઓ શ્રી કેતનભાઇ ઇમાનદાર, શ્રી શૈલેષભાઇ મહેતા, શ્રી અક્ષરભાઇ પટેલ, શ્રી ચૈતન્યસિંહ ઝાલા, શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા,શ્રી યોગેશભાઇ પટેલ,શ્રી મનિષાબેન વકિલ,શ્રી કેયુરભાઇ રોકડીયા,શ્રી ચૈતન્યભાઇ દેસાઇ, વડોદરાના મેયરશ્રી પિંકિબેન સોની, વડોદરા જિલ્લાના પુર્વ પ્રભારીશ્રી જાન્હનીબેન વ્યાસ, જિલ્લાના મહામંત્રીશ્રી બી.જે.બ્રહ્મભટ્ટ,શ્રી યોગેશભાઇ અધ્યારુ, શ્રી સતિષભાઇ મકવાણા, શ્રી જશવંતસિંહ ગોહિલ, શ્રી રાકેશભાઇ સેવક, શ્રી સત્યેનભાઇ કુબાલકર તેમજ શ્રી પરાક્રમસિંહ જાડેજા, પુર્વ પ્રદેશ મહામંત્રીશ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, કોર્પોરેટરશ્રીઓ સહિત પ્રદેશ અને જિલ્લાના હોદેદ્દારશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *