ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે,આજે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે વડોદરા મહાનગર દ્વારા શ્રી કમલમ કાર્યાલયનો શિલાન્યાસ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના વરદ હસ્તે કરવામાં આવ્યો. આ પ્રસંગે જીલ્લાના પ્રમુખશ્રી ડો. વિજયભાઇ શાહે સ્વાગત પ્રવચન કર્યુ હતું. આ કાર્યક્રમમાં સામાજીક અગ્રણીઓ અને કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખશ્રીઓ શ્રી સુરેશભાઈ પટેલ અને શ્રી પ્રશાંતભાઈ પટેલ, કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરશ્રીઓ શ્રી અનિલભાઈ પરમાર,શ્રી જયેન્દ્રભાઈ ઠાકોર,શ્રીમતી મીનલબેન ગોહિલ,વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ઉમેદવારશ્રી જયેશભાઈ ઠક્કર અને કોંગ્રેસના શહેરના પૂર્વ હોદ્દેદારશ્રીઓ,NSUIના અસંખ્ય કાર્યકર્તાઓ સહિત ઉદ્યોગપતિઓ આજે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના હસ્તે ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે વડોદરા મહાનગરનું કાર્યાલય શ્રી કમલમ નું શિલાન્યાસ કરવામાં આવ્યું છે તે બદલ અભિનંદન તેમજ આજે વિવિધ રાજકીય પાર્ટીના કાર્યકરો અને સામાજીક અગ્રણીઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તેમનું પાર્ટીમાં સ્વાગત છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને તેમના શુભ પ્રસંગે સેવાકીય પ્રવૃતિ કરવાનો મંત્ર આપ્યો છે જેના કારણે ભારતીય જનતા પાર્ટી એ પાર્ટી વિથ ડિફરન્સ છે. કોરોના જેવી મહામારીમાં આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં દેશને કોરોના મુક્ત બનાવવામાં સફળતા મળી છે. કોરોના સમયમા આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં કેન્દ્ર અને રાજય સરકારે જે કામગીરી કરી તે અંગે વિસ્તૃત માહિતી આપી તેમજ કેન્દ્ર સરકારે આશરે 180 જેટલી યોજનાઓ દરેક ક્ષેત્રેને ધ્યાને રાખી બનાવી છે.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશની જનતાને પાકા મકાન મળે તે માટે પ્રયાસ કર્યા, ગરિબ વ્યકિતને ધંધો કરવા લોન મળે તે માટે યોજના બનાવી, આયુષ્યમાન યોજના બનાવી જેથી ફ્રીમાં દર્દીની સારવાર થઇ શકે.આજે સરકારની કોઇ યોજના માટે કોઇ એજન્ટની જરૂર નથી. દેશને ભ્રષ્ટાચાર મુક્ત સાશન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આપ્યું છે. કોંગ્રેસના કાર્યકરોને સેવા કરવી નથી તેમને મેવા જ ખાવા છે.આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે દેશની જનતાએ તેમના દીર્ધાયુ માટે પ્રાર્થના કરી છે. આવનાર લોકસભામાં આપણે 400 બેઠકોનો ટાર્ગેટ પ્રાપ્ત કરવા પ્રયાસ કરવાનો છે અને ગુજરાતમાં 26 માંથી 26 બેઠકો પાંચ લાખથી જીતવાનો સંકલ્પ કરવાનો છે.
આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા,સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ,શહેર પ્રમુખ શ્રી ડૉ.વિજયભાઈ શાહ,વિધાનસભાના દંડક શ્રી બાલકૃષ્ણભાઈ શુકલા,વડોદરાના મેયરશ્રી પીન્કીબેન સોની,ધારાસભ્યશ્રીઓ શ્રી યોગેશભાઈ પટેલ,શ્રી કેયુરભાઈ રોકડિયા,શ્રી મનીષાબેન વકીલ,શ્રી ચૈતન્યભાઈ દેસાઈ,ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ,પ્રદેશ સહ પ્રવકતા શ્રી ડૉ ભરતભાઈ ડાંગર,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ડૉ.શીતલભાઈ મિસ્ત્રી,શહેર મહામંત્રીશ્રીઓ,પદાધિકારીશ્રીઓ સહીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા