ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, પેજ સમિતિના પ્રણેતા તેમજ યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી જુદા-જુદા જિલ્લામા બૂથ પ્રમુખના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી રહ્યા છે ત્યારે આજરોજ વલસાડના ધરમપુર ખાતે બૂથ પ્રમુખ સંમેલન તેમજ વલસાડ જિલ્લાનુ નવનિર્મિત શ્રી કમલમ કાર્યાલયનુ ઇ- ખાતમુહૂર્ત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના વરદ હસ્તે યોજાયુ. આ કાર્યક્રમમા જિલ્લાના પ્રમુખશ્રી હેમંતભાઇ કંસારાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું.
પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ બૂથ પ્રમુખોને માર્ગદર્શન આપતા જણાવ્યું કે, આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી દેશભરમા દરેક જીલ્લામા પાર્ટી કાર્યાલય બને તે સંકલ્પ કર્યો અને તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહ સાહેબે મોદી સાહેબના સંકલ્પને પુર્ણ કરવા કાર્યાલય શરૂ કરાવવા પ્રયાસ કર્યો. ગુજરાતમા ઘણા જિલ્લાના કાર્યાલયનુ નિર્માણ થઇ ગયુ છે. કાર્યાકર્તાઓ દ્વારા કાર્યાલય બને તેનાથી ઉત્તમ કશુ ન હોય. વલસાડનુ કાર્યાલય ખૂબ સરસ બની રહ્યુ છે. શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે. કાર્યકર્તાઓના પ્રયાસથી ભાજપ દરેક ચૂંટણી જીતે છે. વલસાડમા સાતેય વિઘાનસભા કાર્યકર્તાઓના પરિશ્રમથી ભારતીય જનતા પાર્ટી જીતવામા સફળ રહી છે.
શ્રી પાટીલજીએ વધુમા જણાવ્યું કે, બૂથ પ્રમુખોએ ચૂંટણી પહેલા કેવી રીતે જન સંપર્ક કરવો તે અંગે વિસ્તૃત માહિતી આપી.પેજ પ્રમુખશ્રીઓએ ચૂંટણીમા વધુમા વધુ મતદાન થાય તેવો પ્રયાસ કરવાનો છે. સંયુક્ત પ્રયાસથી ભવ્ય લીડ સાથે વિજય મળશે. કાર્યકર્તાઓ ચૂંટણી સમયે કોઇ કસર બાકી ન રાખે તેવી વિનંતી.
રાજયના મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ સંબોધન કરતા જણાવ્યું કે, પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના નેતૃત્વમા ભાજપ લોકસભામા 26 બેઠકોમા દરેક ઉમેદવાર પાંચ લાખની લીડ મેળવશે તેવો વિશ્વાસ છે. પક્ષ જે પણ કાર્યક્રમ આપે તેને સફળ બનાવવાનો પ્રયાસ કાર્યકર્તાઓએ કરવો જોઇએ. લોકસભાનો વિજય ભવ્ય કરવાનો છે તે દિશામા કાર્યકર્તાઓ પ્રયાસ કરે. શ્રી સી.આર.પાટીલજીના નેતૃત્વમા વિઘાનસભામા આપણે કોંગ્રેસનો રેકોર્ડ તોડી ભવ્ય વિજય મેળવ્યો છે એટલુ જ નહી દરેક ચૂંટણીમા તેમના નેતૃત્વમા ભાજપનો વિજય થયો છે.
લોકસભાના ઉમેદવારશ્રી ધવલભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ વડાપ્રધાન પદ પર બિરાજયા પછી ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યુ છે. મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બનશે ત્યારે ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનશે. ત્યારે દેશના લોકોએ મોદી સાહેબને ફરી વડાપ્રધાન બનાવવા સંકલ્પ કર્યો છે. ગુજરાતમા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના નેતૃત્વમા ત્રીજી વખત જીતની હેટ્રક ઐતિહાસીક પાંચ લાખથી વધુની લીડ સાથે દરેક ઉમેદવાર જીતશે તેવો વિશ્વાસ છે. આ વખતે વલસાડ લોકસભા આપણે પાંચ લાખથી વઘુની લીડ સાથે જીતીશું તેવો મને સંપુર્ણ વિશ્વાસ છે. ચૂટણીમા મતદાન સમયે દરેક કાર્યકર્તા વઘુમા વધુ મતદાન થાય તેવો પ્રયાસ કરી મોદી સાહેબને આપણે ફરી વડાપ્રધાન બનાવીએ.
આ કાર્યક્રમમા રાજયના મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ, પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ,વલસાડ જીલ્લા પ્રમુખશ્રી હેમંતભાઇ કંસારા, ડાંગ જિલ્લા પ્રમુખ શ્રી કિશોરભાઇ ગાંવિત,સાંસદશ્રી કે.સી.પટેલ,લોસકભાના ઉમેદવારશ્રી ધવલભાઇ પટેલ,વલસાડ જિલ્લાના પ્રભારીશ્રી મહેન્દ્રભાઇ પટેલ, વલસાડ જિલ્લાના ઉપાધ્યક્ષશ્રી ઉષાબેન પટેલ,શ્રી રાજેશભાઇ દેસાઇ ડાંગ જીલ્લાના પ્રભારી,ક્લસ્ટર પ્રભારીશ્રી ભરતભાઇ પંડયા,વલસાડ લોકસભાના પ્રભારીશ્રી કરશનભાઇ ટીલવા, નાયબ દંડકશ્રી વિજયભાઇ પટેલ,ધારાસભ્યશ્રીઓ શ્રી રમણભાઇ પાટકર,શ્રી જીતુભાઇ ચૌધરી,શ્રી ભરતભાઇ પટેલ,શ્રી અરવિંદભાઇ પટેલ,વલસાડ અને ડાંગ જિલ્લાના મહામંત્રીશ્રીઓ સહિત બૂથ પ્રમુશ્રીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.