ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, વલસાડ ખાતે રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ રાજયનામંત્રીશ્રી કનુભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની સરકારના 9 વર્ષ પુર્ણ થતા વિવિધ કાર્યોની ની માહિતી માટે જાહેરસભા યોજાઇ હતી. આ જાહેરસભામાં સાંસદશ્રી ડો. કે.સી.પટેલે સ્વાગત પ્રવચન કર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદી સાહેબની કેન્દ્ર સરકારે 9 વર્ષમાં સૌનો સાથ,સૌનો વિશ્વાસ,સૌનો પ્રયાસ,સૌનો વિકાસના મંત્રને પ્રાથમિકતા આપી વિકાસના કાર્યો કર્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સરદારપ પટેલ અને ગાંધી બાપુના સ્વપ્નનું ભારત બનાવવાનો પ્રયાસ કર્યો છે. વડાપ્રધાનશ્રીએ ગરિબ, દલિત, વંચિત, પડિત, આદિવાસીભાઇઓ,મહિલાઓને સશકત કરવાનો પ્રયાસ હમેંશા કર્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના આવ્યા પછી દેશમાં નવી રાજનીતીનો યોગ શરૂ થયો. આજે વિકાસની રાજનીતી પર સમગ્ર દેશ ચાલી રહ્યો છે.
શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે વધુમાં જણાવ્યું કે, આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના અમેરિકા પ્રવાસમાં અમેરિકાની જનતા વડાપ્રધાનશ્રીનું ઉષ્મા ભર્યુ સ્વાગત કર્યુ અને વિશેષ સન્માન આપ્યું આ સન્માન આપણા દેશના દરેક નાગરિકનું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની સરકારે દરેક સેકટરને લગતી યોજનાઓ બનાવી અને યોજના દરેક વર્ગના લોકો સુધી પહોંચે તેની પણ ચિંતા કરી. વનવાસી જિલ્લામાં 9 મેડકિલ કોલેજો બનાવવામાં આવી છે.આ વર્ષે અરવલ્લી, છોટાઉદેપુર, ડાંગ અને મહિસાગરમાં પણ મેડિકલ કોલેજ બનાવવાની મંજૂરી આપી છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે 11.72 કરોડ શૌચાલયો દેશભરમાં બનાવડાવ્યા છે.
જાહેરસભામાં પુર્વ મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા, નાયબ દડંકશ્રી વિજયભાઇ પટેલ,પુર્વમંત્રી અને ધારાસભ્યશ્રી રમણભાઇ પાટકર,શ્રી જીતુભાઇ ચૌધરી,વલસાડ જિલ્લા પ્રમુખશ્રી હેમંતભાઇ કંસારા,નવસારી જિલ્લા પ્રમુખશ્રી ભુરાભાઇ શાહ, ડાંગ જિલ્લાના પ્રમુખશ્રી કિશોરભાઇ ગાવીત,પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી ઉષાબેન પટેલ,વલસાડ જિલ્લા પંચયાતના પ્રમુખશ્રી અલ્કાબેન શાહ,નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભીખુભાઇ આહિર,ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મંગળભાઇ ગામીત, ધારાસભ્યશ્રીઓ શ્રી ભરતભાઇ પટેલ, શ્રી અરવિંદભાઇ પટેલ,જિલ્લા સંગઠનના પદાધિકારીશ્રીઓ,સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.