વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર ગુજરાતભરમાં યોજાઇ રહી છે જે સંદર્ભે આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી.

BJP GUJARAT NEWS
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ લુણાવાડા ખાતે પંચમહાલ લોકસભાના નુતન વર્ષ સ્નેહસંમેલન કાર્યક્રમમાં માન.પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદશ્રી રતનસિંહ રાઠોડજીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
શ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતાં જણાવ્યુ કે, સ્નેહમિલન કાર્યક્રમમાં ગયો છું પણ આવો વિશેષ કાર્યક્રમ હજુ સુધી નથી જોયો. આપણે જ્યારે નવા વર્ષે નવો સંકલ્પ કરીએ છીએ અને તે સંકલ્પ ને પૂર્ણ કરવાની તાકાત આપણને નવા વર્ષના દિવસોમાં મળે છે. આ વખતનો સંકલ્પ આપણને ગમતો સંકલ્પ છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ત્રીજી ટર્મની સરકાર બનાવવા માટે ગુજરાત જે પહેલા પણ બે ટર્મમાં 26 માંથી 26 લોકસભા તમે જીત્યા છો તેવા જ સંકલ્પ સાથે આ વખતે પણ 26 માંથી 26 લોકસભા 5 લાખથી વધુ વોટથી જીતાડશો તેવી આશા છે. અમે જ્યારે વિધાનસભા ચૂંટણી ટાણે 182ના સંકલ્પ સાથે નીકળ્યા હતા ત્યારે કોઈને વિશ્વાસ નહોતો પરંતુ મને વિશ્વાસ હતો આપ સૌમાં, મને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ હતો, આ સંગઠનની તાકાતમાં, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં મને વિશ્વાસ હતો અને તે વિશ્વાસે આજે પૂર્ણ બહુમતી ભાજપની સરકારને અપાવી છે.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યુ કે, ઘણા કોંગ્રેસીઓના સપના હતા કે જીતીશું તો મુખ્યમંત્રી બનીશું તે જ લોકો 2600 મત એ અટકી ગયા હતા. આ 156 જીતવામાં મારો કોઈજ હિસ્સો નહોતો, આ બહુમતીમાં હીસ્સો અને જુસ્સો તમારો જ હતો. મારુ યોગદાન માત્ર એક મતનું જ હતું. સૌથી મોટું યોગદાન આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું હતું જે રીતે સમગ્ર રાજ્ય અને દેશમાં જે વિશ્વાસ ઊભો કર્યો છે જે રીતે લોકચાહના ઊભી થઈ છે તેના કારણે આપણે જે પણ નાની મોટી ભૂલ કરીએ છીએ તેને ગુજરાતની પ્રજા જો કોઈના માટે માફ કરે છે તો માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબના કારણે માફ કરે છે.
શ્રી સી.આર.પાટીલજીએ વધુમાં જણાવ્યુ કે, ગુજરાતના મતદાતા ભાઈઓ બહેનોનો આભાર કે જમણે ભાજપને મોદી સાહેબના કારણે મત આપ્યા. આજના આ સ્નેહમિલનના કાર્યક્રમમાં આટલો ઉત્સાહ અને એમાં પણ આટલા કલાકો લેટ થવા છતાં પણ આટલી મોટી હાજરી આપની ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનું કમિટમેન્ટ બતાવે છે. અને આ જ કમિટમેન્ટના કારણે આજે જીત નિશ્ચિંત પણે દેખાઈ રહી છે તેના માટે 5 લાખના વિજયી મતની વાત કરતો આવું છું. આજે આપણે નવા વર્ષના દિવસોમાં સંકલ્પ કરીએ છીએ એ સંકલ્પ પૂર્ણ કરવા માટે આપણે પૂરી તાકાત પણ લગાવીશું. આયુષ્યમાન જેવી સમગ્ર વિશ્વની સૌથી મોટી યોજનાનો લાભ આજે ભારત દેશના તમામ લોકોને સમાન મળી રહ્યો છે.
આ કાર્યક્રમમાં પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડ,  માન.મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોર, જીલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઇ પટેલ, ધારાસભ્યશ્રીઓ શ્રી માનસિંહ ચૌહાણ, શ્રી સી.કે રાઉલજી, શ્રીમતી નીમીશાબેન, શ્રી ફતેસિંહ ચૌહાણ, શ્રી યોગેન્દ્રસિંહ પરમાર, મહીસાગર પ્રમુખશ્રી દશરથભાઈ, જીલ્લા પ્રભારીશ્રી કનુભાઈ પટેલ, જીલ્લા મહામંત્રીશ્રી પ્રદીપસિંહ, શ્રી રાવજીભાઇ, શ્રી જયેન્દ્રભાઈ, પંચમહાલ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી રેણુકાબેન, પૂર્વ ધારાસભ્યશ્રી જિગ્નેશભાઈ સેવક સહિત પદાધિકારીશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *