વિર શહિદો અને માટીને વંદન કરતો એવો મારી માટી મારો દેશ નો રાજયકક્ષાનો વિશાળ અમૃત કળશ મહોત્સવ કાર્યક્રમ રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાયો.

BJP GUJARAT NEWS અમદાવાદ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, વૈશ્વીક નેતા અને વોકલ ફોર લોકલ તેમજ આત્મનિર્ભર ભારતની પ્રેરણા આપનાર આપણા યશસ્વી,તેજસ્વી અને કર્મશીલ પ્રધાનસેવકશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશવાસીઓને આઝાદી કા અમૃત કાળ દરમિયાન મેરી માટી મેરા દેશ અભિયાનની પ્રેરણા આપી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ મન કી બાતના 103 એપિસોડમાં આ અભિયાનની જાહેરાત કરી અને દેશભરમાં આ અભિયાન ખૂબ ઉત્સાહ સાથે યોજાઇ રહ્યો છે જેમાં આજે વિર શહિદો અને માટીને વંદન કરતો એવો મારી માટી મારો દેશ નો રાજયકક્ષાનો વિશાળ અમૃત કળશ મહોત્સવ કાર્યક્રમ રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાયો.આ કાર્યક્રમમાં દરેક વિઘાનસભા દીઠ કાર્યકરો માટી સાથેના કળશ લાવ્યા હતા તેમજ 600 મીટર લાંબા તીરંગા સાથે તીરંગા યાત્રા ટાઉનહોલથી રીવરફ્રન્ટ પહોચી હતી.આ કાર્યક્રમમાં મહિલા કાર્યકરો કળશ લઇ ગરબે ધુમ્યા હતા. આ કાર્યક્રમમાં વિઘાનસભા દિઠથી આવેલા અમૃત કળશને એકત્ર કરી દિલ્હી મોકલવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં મેરી માટી મેરા દેશની એક નાની ફિલ્મ અને મીટી એન્થમ પણ બતાવવામાં આવી. આ કાર્યક્રમમાં ઓબીસી મોરચાના પ્રદેશ પ્રમુખશ્રી મયંકભાઇ નાયકે સૌને પંચ પ્રાણ પ્રતિજ્ઞા અને રાષ્ટ્રીય એકતા દિવસ ની પ્રતિજ્ઞા લેવડાવી.

રાજયના મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે મેરી માટી મેરા દેશ કાર્યક્રમમાં વિર શહિદો અને ઉપસ્થિત સંત-મહંતોને વંદન કરતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં આઝાદીના અમૃત મહોત્સવ આપણે ઉજવ્યો હવે આપણે અમૃત કાળમાં પ્રવેશ્યા છીએ ત્યારે દેશના વીર શહિદોને યાદ કરવાની પ્રેરણા આપણને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આપી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશ માટે બલિદાન આપનાર શહિદોના વતનની માટીની મહેકથી દેશભરમાં રાષ્ટ્ર ચેતના જગાવી છે. દેશ માટે કોઇ બલિદાન આપવાની તક મળી નથી પરંતુ આપણા દેશને આઝાદી આપવનાર વિરવીરંગનાઓના જીવનને જાણવા સમજવા ની તક આ અભિયાનથી આપણને મળશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં આજે વિદેશના દેશો સમક્ષ ભારતનું માન-સન્માન વધ્યુ છે. આ કાર્યક્રમમાં રાજયના 29 હજાર 925 વિર વિરંગાનાઓનુ અને તેમના પરિવારનું સન્માન કરવામાં આવ્યું. રાજયના તમામ ગામોની માટી અને ચોખા એકત્ર કરી 15 હજાર કળશ લાવવામાં આવ્યા છે. આ માટી દિલ્હીમાં બનનાર અમૃત વાટીકામાં ઉપયોગમાં લેવાશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં રાષ્ટ્રના નિર્માણમાં સૌ સાથે મળી જોડાઇએ

આ કાર્યક્રમમાં પેજ સમિતિના પ્રણેતએવા યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, મેરી માટી મેરા દેશ આ શબ્દ જ દેશ પ્રેમ વ્યકત કરવા માટે પુરતો છે. આ કાર્યક્રમથી આખા દેશને એક તાંતણે બાંધવાનો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો પ્રયાસ છે તે આજે રિવરફ્રન્ટ ખાતે જે રીતે માનવ મહેરામણ પધાર્યુ છે તેનાથી સફળ થતો દેખાય છે.દેશની આઝાદીના 75 વર્ષ ઉજવી રહ્યા હોય ત્યારે ઉજવણીનું સમાપન દેશ ભક્તિના કાર્યક્રમથી થાય તે વિચાર ફકત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ જ વિચારી શકે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કાર્યક્રમને આપેલ નામ મેરી માટી મેરા દેશની તાકાત દેશ અને દુનિયાએ જોઇ કે દેશની વાત આવે ત્યારે તમામ લોકો કાર્યક્રમમાં જોડાય છે. આ કાર્યક્રમમાં વિર શહિદોના ઘરની માટી એકત્ર કરવામાં આવી છે. આજે આ કાર્યક્રમથી દેશ માટે બલિદાન આપનાર વિર વિરંગનાઓને દેશ આજે યાદ કરે છે તે ભાવ જ આપણા માટે ગર્વની વાત છે.

શ્રી સી.આર.પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, મેરી માટી મેરા દેશ અભિયાન અંતર્ગત ખૂણે ખૂણેથી શહિદો અને ધાર્મિક સ્થળોની માટી એકત્ર કરવામાં આવી છે તે કુભ દિલ્હી મોકલાશે અને અમૃત વન બનાવવા માટીનો ઉપયોગ થવાનો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશના વિર શહિદોને યાદ કરી ને સાચા અર્થમાં શ્રદ્ધાંજલી આપાવાનો સફળ પ્રયાસ કર્યો છે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં આપ સૌએ સારો પ્રતિસાદ આપ્યો છે તે બદલ વંદન.

આ કાર્યક્રમમાં રાજયના ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ સ્વાગત સંબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આઝાદી કા અમૃત કાળ નિમિતે મેરી માટી મેરા દેશની પ્રેરણા આપી છે જેને ગુજરાતના એક એક નાગરીકે આજે મોટી સંખ્યામાં તેમની જવાબદારી દેશભક્તિના રૂપે ઉજાગર કરી છે. દેશને આઝાદી અપાવવામા જે વિરશહિદોએ શહિદી વ્હોરી છે તેમને શ્રદ્ધાજંલી તેમજ તેમને યાદ કરવાના રૂપમાં મેરી માટી મેરા દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગામડે ગામડે તેમજ દરેક સ્થળે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે જનતાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના કાર્યક્રમને સહયોગ આપ્યો તે બદલ આભાર.
આ કાર્યક્રમમા કેન્દ્રીયમંત્રીશ્રી દર્શનાબેન જરદોશ, પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી, રાજય સરકારના મંત્રીશ્રીઓ ,સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ , સંતો-મંહતો,પ્રદેશના આગેવાનો અને મોટી સંખ્યામાં જિલ્લાભરના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *