આજ રોજ રાજકોટ પધારેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષજીનું ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ રાજકોટ હીરાસર એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ડૉ ભરતભાઈ બોઘરા, રાજકોટ શહેર પ્રમુખ શ્રી ડૉ માધવભાઈ દવે, પ્રભારી શ્રી ધવલભાઈ દવે ,સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
