ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, નવસારીના સાંસદ તેમજ નસવારી લોકસભાના ઉમેદવાર અને યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીનો ભવ્ય સ્વાગત સમસ્ત કાપડ વેપારી એસોશિએશન દ્વારા સુરત ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, મોદી સાહેબ જે કહે છે તે કરે છે, મોદી સાહેબે કહ્યુ હતું કે રામ મંદિર ત્યાજ બનાવીશું, કોંગ્રેસના લોકો કહે છે કે મંદિર ત્યા બનાવીશુ પણ તારીખ નહી બતાવીએ પરંતુ મોદી સાહેબે મંદિર પણ બનાવ્યુ અને દર્શન કરવા આમંત્રણ પણ પાઠવ્યુ હતું . કોંગ્રેસ તો સનાતન ધર્મમા માનતા નથી એટલે જે રામ ન થયા તે કોઇના ન થાય. મોદી સાહેબ દરેક સમાજના વર્ગના લોકોને સાથે રાખી ચાલે છે.
શ્રી પાટીલજીએ વધુમા જણાવ્યું કે. મોદી સાહેબે જમ્મુ કાશ્મિરમાથી કલમ 370 ને એક ઝટકે દુર કરી અને કાશ્મિરમા એક પણ વખત કાંકરીચાળો થયો નથી. આજે જમ્મુ કાશ્મિરમા વિકાસના કાર્યોની શરૂઆત થઇ છે, દેશ –વિદેશના લોકો આજે કાશ્મિર ફરવા આવી રહ્યા છે. મોદી સાહેબે ત્રીપલ તલાક નો કાયદો લાવી મુસ્લીમ સમાજની મહિલાઓને સુરક્ષીત કરવાનુ કામ કર્યુ છે. મોદી સાહેબે એક દિવસમા 15 એરપોર્ટનુ લોકાર્પણ કર્યુ. મોદી સાહેબે જે પણ વચનો આપ્યા છે તે પુર્ણ કર્યા છે તેના કારણે આ વખતે 400 થી વધુ બેઠકો મળવા જઇ રહી છે. ભાજપ આ વખતે 400 પાર બેઠક અંગે કોંગ્રેસ વાળા કહી રહ્યા છે કે ભાજપ બંધારણને બદલવા માંગ છે. આ દેશના લોકો 1975ના કટોકટીના કાળને ભુલ્યા નથી. મોદી સાહેબ બંધારણનુ સન્માન કરે છે. દસ વર્ષમા મોદી સાહેબે દેશ હિત મા જ નિર્ણય કર્યા છે.
સુરત લોકસભાના ઉમેદવારશ્રી મુકેશભાઇ દલાલે સંબોધન કરતા જણાવ્યું કે, હું પણ ટેક્ષટાઇલ વેપાર સાથે સંકળાયેલ છું. આજે દેશમા રામ મય અને મોદી મય વાતવરણ બન્યુ છે. પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી ચૂંટણીમા અંક ગણિતમા માહિર છે એટલે જે ચૂંટણીમા ભાજપને ભવ્ય જીત મળે છે. પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી પેજ સમિતિના પ્રણેતા છે અને આજે સમગ્ર દેશમા પેજ સમિતિ લાગુ કરવામા આવી છે.
આ કાર્યક્રમમા લોકસભાના ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલ, ધારાસભ્યશ્રી સંગીતાબેન પાટીલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ, શહેર મહામંત્રીશ્રી કિશોરભાઈ બિંદલ, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ તેમજ પદાધિકારીશ્રીઓ સહીત સમસ્ત કાપડ વેપારી એસોશિએશનના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.