ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજ રોજ રાજય સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા નવસારી જિલ્લાના ભિનાર ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ કરાવ્યો આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ પ્રાસંગીક સંબોધન કર્યુ. આ યાત્રા 1000 કિમીનું અંતર કાપી 22 જાન્યુઆરીના રોજ અંબાજી ખાતે પુર્ણ થશે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રતિબદ્ધતા ,શ્રદ્ધા.દ્રઠનિર્ઘારના પરિણામે 22મી તારીખે અયોધ્યામાં રામ ભગવાન બિરાજશે. ભગવાન રામજીએ જેમના એઠા બોર ખાધા હતા તે માતા શબરીજી પણ આજ આદિવાસી વિસ્તારમાં વસવાટ કરતા હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે પણ તેમના સંબોધનમાં કહ્યુ હતું કે માતા શબરીજીના ઉલ્લેખ વિના રામચંદ્રજીનો ઇતિહાસ અધૂરો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વનવાસીઓને વિકાસના મુખ્યપ્રવાહમાં લાવવાની નેમ સાથે વન બંધુ કલ્યાણ યોજના શરૂ કરાવી હતી. આઝાદીના અમૃત કાળમાં ભારતને વિકસીત બનાવવા દરેક યોજનામાં જન મનને જોડવા વિકસીત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરાવી છે ઘરે ઘરે વિકાસના લાભ 100 ટકા પહોંચે તેનો પ્રયાસ કર્યો છે. ગુજરાત ના લોકો નસીબદાર છે કે વડાપ્રધાનશ્રી ના વનવાસી કલ્યાણ વિઝનનો લાભ બે દાયકાથી આદિવાસી સમાજના લોકોને મળે છે.
શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે વધુમાં જણાવ્યું કે, વન સેતુ ચેતના યાત્રા વિકાસની ધારાને જન જન સુધી પહોંચડાવાનું સક્ષમ માધ્યમ બનશે તેવો વિશ્વાસ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આદિવાસી સમાજને વિકાસના અવસરો પ્રદાન કરીને વિશ્વ સમક્ષ આંખમાં આંખ મિલાવી શકે તે માટે શક્તિમાન કર્યા છે. આદિવાસી પહાડી વિસ્તારમાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા ને હલ કરવા પાણી પુરવઠાની યોજનાની ભેટ આપી છે. આરોગ્ય સેવા,હસ્પિટલની સેવા ઘર આંગણે મળી રહે તે માટે મેડિકલ કોલેજ શરૂ કરવા જઇ રહ્યા છીએ. 22મીએ રામ ભગવાનની પ્રતિષ્ઠા ના દિવસે દિવડા પ્રગટાવીને દિવાળી ઉજવવાનું આહવાહન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કર્યુ છે.
આ કાર્યક્રમમાં શ્રી સી.આર.પાટીલજીએ સંબોધનમાં યાત્રાના મહત્વને જણાવતા કહ્યું કે, સરકારતો ઘણી આવે છે અને જાય છે, યોજના બનાવે છે પરંતુ શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી યોજના લાભાર્થી સુધી પહોંચે તેવો અમુલ્ય પ્રયાસ કર્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના પ્રયાસથી આશરે 25 કરોડથી વધુ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે. દરેક વર્ગના લોકોને યોજનાનો લાભ મળે અને તેના થકી ગરીબી રેખાથી લોકોને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો છે.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આદિવાસી ભાઇ-બહેનો માટે અનેક યોજના બનાવી છે. આદિવાસી સમાજની માંગણીઓને અને અધિકાર જો કોઇ સાચા અર્થમાં આપ્યા હોય તો તે શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આપ્યા છે. આદિવાસી યુવાનોના ટેલેન્ટને ઓળખી શકયા હોય તો તે આપણા વડાપ્રઘાન છે જેના કારણે આજે આદિવાસી યુવાનો પાયલોટ બની રહ્યા છે. ચિખલી વિસ્તારમાં સાયન્સ કોલેજની શરૂઆત કરાવી. દરેક ક્ષેત્રને ધ્યાને રાખીને યોજના બનાવી છે જેમાં લારી-ગલ્લા થકી રોજગારી મેળવતા પરિવારોનું પણ ધ્યાન રાખી ઓછા દરે લોન આપવાની વ્યવસ્થા કરી. આજે ગુજરાતના નાગરીકોને આયુષ્યમાન યોજના થકી દસ લાખની સહાય મળે છે. શ્રી મોદી સાહેબે દેશના યુવાનને આત્મનિર્ભર બનાવવા પ્રયાસ કર્યા . મહિલાઓને 33 ટકા અનામત વિઘાનસભા અને લોકસભાની ચૂંટણીમાં અપાવવાનું કામ કર્યુ છે.
શ્રી પાટીલજીએ ખેડૂતો અંગે જણાવતા કહ્યુ કે, શ્રી મોદી સાહેબ ખેડૂત નથી પણ ખેડૂતોની વ્યથા જાણે છે. ખેડૂતોને ખાતર જેવી વસ્તુઓ માટે રૂપિયાની જરૂર પડે તે માટે 2 હજાર રૂપિયા સિધા તેમના ખાતામાં મોકલે છે. ખેડૂતોને કોઇ આ યોજનાનો લાભ લેવા કોઇ એજેન્ટની જરૂર નથી પડી. આજનો ખેડૂતો આર્થિક રિતે સદ્ધર થયો છે તેમને પાકની સારી આવક મળે છે. આજ દિન સુધી અન્ય રાજકીય પાર્ટીઓ સમાજ અને જ્ઞાતિમાં ભાગલા પાડવાનું કામ કર્યુ પરંતુ શ્રી મોદી સાહેબે સૌને સાથે રાખવાનો પ્રયાસ કર્યો છે એટલે દેશની મહિલા,યુવાનો,ખેડૂતો,ગરીબના ઉત્થાન માટે અનેક યોજના જાહેર કરી છે. 22મી તારીખે અયોધ્યામાં રામ ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના હસ્તે થવાની છે. સૌએ ભગવાન રામ ના અયોધ્યામાં જઇ દર્શન કરવા જોઇએ.
આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રમુખશ્રી ભુરાભાઇ શાહ, મંત્રીશ્રીઓ શ્રી મુળુભાઇ બેરા, શ્રી ડો. કુબેરભાઇ ડિંડોર, શ્રી મુકેશભાઇ પટેલ, શ્રી કુવરજીભાઇ હળપતી,સાંસદશ્રી કે.સી પટેલ, શ્રી પ્રભુભાઇ વસાવા, વિઘાનસભાના ઉપદંડકશ્રી વિજયભાઇ પટેલ, ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલ, શ્રી રાકેશભાઇ દેસાઇ, શ્રી મોહનભાઇ ડોડીયા,શ્રી આર.સી પટેલ,શ્રી અરવિંદભાઇ પટેલ, શ્રી ગણપતભાઇ વસાવા,શ્રી સંદિપભાઇ દેસાઇ સહિત જિલ્લાના હોદેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.