ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયએ દિશા બદલી ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે. વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહિવટી તંત્ર એલર્ટ પર છે ત્યારે સરકાર અને સંગઠન સાથે મળી કુદરતી હોનારત સામે કોઇને તકલીફ ન પડે અને સમયસર મદદ મળી રહે તેના તમામ પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે આ સંદર્ભે ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ જણાવ્યું કે, બીપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે દસ્તક લઇ રહ્યુ છે. વાવાઝોડુ પ્રચંડ વેગ પકડી રહ્યુ છે સંભવીત નુકશાનને ધ્યાને રાખી આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે અગમચેતી રાખી ડિઝાસ્ટર ટીમ,સેના અને અધિકારીઓને એલર્ટ કરી ગુજરાત જવા સુચના આપી છે. દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ સરકાર સાથે અને અધિકારીશ્રીઓ સાથે સતત સંપર્ક રહી જરૂરી તમામ પગલા લેવા સુચના આપી છે.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે 9 જિલ્લાઓમાં અલગ-અલગ મંત્રીશ્રીઓને જવાબદારી સોંપી ત્રણ દિવસ પહેલાથી વિસ્તાર પર જવા સુચન કર્યુ છે. વાવાઝોડા સામે સમયસર મદદ મળી રહે તે માટે સરકાર અને સંગઠન સાથે રહી તમામ જરૂરી પ્રયત્નો કરશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે જે રીતે ગુજરાત અને દેશની ચિંતા કરી રહ્યા છે તેને જોઇ વિશ્વાસ છે કે તેમની દિર્ધદ્રષ્ટીને કારણે ગુજરાતને ઓછામાં ઓછુ નુકશાન થશે. રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જનતાને અપિલ છે કે સરકારી તંત્રની દરેક સુચનાનું યોગ્ય રીતે પાલન કરે.ભાજપા કાર્યકરોને પણ સુકા નાસ્તા,મીણબત્તી,માચીસ,કાચબા છાપ અગરબત્તી,બીસ્કીટના પેકેટ તૈયારી રાખવા સુચના આપવામાં આવી છે. ભાજપ ડોકટર સેલ પણ અલગ અલગ જિલ્લામાં સુચના મુજબ જશે.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, વાવાઝોડાની અસરને કારણે પશુઓને પણ સલામત સ્થળે ખસેડવા તેમના માટે પાણી અને ખોરાકની વ્યવસ્થા કરવા સુચના આપવામાં આવી છે. સગર્ભા બહેનોને સલામત રીતે હોસ્પિટલ ખસેડવા ભાજપના સંગઠનના પ્રમુખો, પ્રભારીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓને સુચના આપવામાં આવી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં સરકાર, અધિકારીશ્રીઓ, સંગઠનના હોદેદારશ્રીઓની મહેનતા કારણે વાવાઝોડાના પડકરારની ઝીલી સલામત રીતે મુશીબતથી બહાર આવીશું તેવો વિશ્વાસ છે.