સુરત જહાંગીરપુરા લક્ષ્મી ફાર્મ ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીની ઉપસ્થિતિમાં કોંગ્રેસના આગેવાનો, નામાંકિત ડોકટરોશ્રીઓ, એડવોકેટશ્રીઓ, ઉદ્યોગપતિશ્રીઓ તેમજ વિવિધ સમાજના આગેવાનો ભાજપામાં જોડાયા.
આ કાર્યક્રમમા રાજ્ય સરકારના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ,શહેરના પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી,શહેર મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ તેમજ પદાધિકારીશ્રીઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.