ભાજપા ગુજરાત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે વિશ્વ નેતા, ભારત માતા ના સપૂત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસ નિમિત્તે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જી ના નેતૃત્વમાં ચાલતા સુપોષણ અભિયાન અંતર્ગત પ્રદેશ ભાજપા કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ (કાકા) ના હસ્તે સુપોષણ જરુરીયાતમંદ બાળકોને સુપોષીત આહારની કીટ વિતરણ કરવામાં આવી.
આ કાર્યક્રમમા પ્રદેશ સહ પ્રવક્તા તેમજ સૂપોષણ અભિયાન ના સહ-ઇન્ચાર્જ શ્રી ડૉ શ્રદ્ધા રાજપૂત,પ્રદેશ સહ કન્વીનર શ્રી ઝુબિન આશરા, આઇ ટી વિભાગ ના શ્રી નિખિલભાઈ પટેલ,ડીબેટ ટીમ ના સદસ્યોશ્રીઓ શ્રી હેમાંગભાઈ પટેલ,શ્રી શૈલેષભાઈ પરમાર, શ્રી રાજુભાઇ દેસાઈ,શ્રી રાજુભાઇ શુક્લા તેમજ શ્રી જયશ્રીબેન દોશી ઉપસ્થિત રહ્યા હતા.