દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ ની વિકાસની રાજનીતી અને ગુજરાતમાં યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની મજબૂત સંગઠન શક્તિ અને રાજયના મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ નેતૃત્વમાં રાજયમાં વિવિધ વિકાસના કાર્યો થઇ રહ્યા છે જેનાથી પ્રેરાઇને વિવિધ રાજકીય પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે ત્યારે આજે સુરત ખાતે કોંગ્રેસના પ્રદેશ મંત્રીશ્રી હરેશભાઈ વસાવા તેમના સમર્થકો સાથે ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના હસ્તે કેસરિયો ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમા જોડાયા .આ કાર્યક્રમમાં નર્મદા જીલ્લા પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ,નર્મદા જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભીમસિંગભાઈ તડવી, જીલ્લા ઉપપ્રમુખશ્રીઓ શ્રી અનિરુદ્ધસિંહ ગોહિલ,શ્રી જ્યેન્દ્રભાઈ પ્રજાપતિ, મહામંત્રીશ્રી વિક્રમભાઈ તડવી સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.