સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ મતદાતા ચેતના અભિયાનનો પ્રારંભ કરાવ્યો

BJP GUJARAT NEWS

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીના માર્ગદર્શનથી દેશભરમાં મતદાતા ચેતના અભિયાનનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે ત્યારે સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ મતદાતા ચેતના અભિયાનનો પ્રારંભ કરાવ્યો.

શ્રી સી.આર.પાટીલજીએ જણાવ્યું કે, ગુજરાત પ્રદેશ કેન્દ્ર તરફથી આવેલો કોઇ પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે હમેંશા અગ્રેસર હોય છે જેમાં મતદાતા ચેતના અભિયાન કાર્યક્રમને પણ સફળ બનનાવવાનો છે. આ અભિયાનમાં 100 ટકા નવા મતદારોના નામની નોંધણી થાય તેવો પ્રયાસ કાર્યકરો કરે. સુરતમાં નવા મતદારોની નોંધણી થાય અને તેમના મત અધિકારનો ઉપયોગ કરે તે માટે

શહેરના દરેક વોર્ડમાં કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. મતદાર યાદીમાં કોઇનું નામ કમી ન થાય કે કોઇ પણ મતદારનું યાદીમાં નામ છે કે નહી તે ચકાસણી કરાવી લેવા આહવાહન કર્યુ છે. લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 400 થી પણ વધુ બેઠકો પ્રાપ્ત કરે તે માટે પ્રયત્ન કરવાનો છે.
આ કાર્યક્રમમાં પ્રમુખશ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, શહેર મહામંત્રીશ્રી કિશોર બિંદલ, શહેરમંત્રીશ્રીઓ શ્રી પ્રદિપસિંહ રાજપુત, શ્રી ભિખુભાઇ પટેલ, વોર્ડનંબર 30ના કોર્પોરેટરશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *