સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા ઉધના મેઇન રોડ ઉપર આવેલ ઉધના બસ સ્ટોપ થી શરૂ કરવામાં આવી હતી જેનું સમાપન સુરત નવસારી મેઇન રોડ ખાતે આવેલ દક્ષેશ્વર મંદિર પર થયું હતું આ યાત્રામાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ ભારત સરકારમાં રેલ તથા કપડા રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ ગુજરાત સરકારના આદરણીય ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ મેયર શ્રીમતી હેમાલીબેન મ્યુનિસિપલ કમિશનર શ્રી પોલીસ કમિશનર શ્રી થાળી સમિતિ અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઈ જોધાણી ધારાસભ્યશ્રીઓ કોર્પોરેટર શ્રી ઓ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી શ્રીઓ કાર્યકર્તા શ્રીઓ તથા સુરત શહેરના સન્માનનીય નાગરિકો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.