ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, સુરત વરાછા સરદાર સ્મૃતિ ભવન ખાતે 1500 મહિલાઓ ને આત્મનિર્ભર થકી અભિલાષા કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિતિ રહ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, પુરુષની સફળતા પાછળ મહિલાઓનો સિંહ ફાળો હોય છે. આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં મહિલાઓ વધુ સક્ષમ બની છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની કેન્દ્ર સરકારે મહિલાઓ માટે અનેક યોજનાઓ જાહેર કરી છે. ગુજરાત માં આજે દૂધ ક્રાંતિમાં મહિલાઓનો મહત્વનો ફાળો છે. મહિલાઓ જે રીતે દૂધ ક્રાંતિમાં જોડાયેલી છે તેમનામાં ખેતી ઉપરાત પશુ પાલન કરવાની સ્કીલ છે તેના કારણે બનાસકાંઠા અને સાબરકાંઠા જેવા વિસ્તારમાં પણ આજે સફેદ ક્રાંતી આવી છે. મહિલાઓ સક્ષમ બની છે તેના કારણે આજે ઘણા પરિવારો પણ આર્થિક રીતે મજબૂત બન્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં મહિલાઓને વધુ સિક્યુરિટી મળી છે. આજે મહિલાઓના નામ પર કોઇ મકાન કે જમીન ખરીદે તો તેમને રાહત આપવાનું કામ સરકારે કર્યુ તેનાથી તેમને સિક્યુરિટી પણ મળી. દિકરીઓની સંખ્યા ઓછી થતા આજે સમાજ અસલામત બની રહ્યો છે. દિકરીઓના જન્મ થવો જ જોઇએ. કેટલાક પરિવાર દિકરીઓનો જન્મ થવા દેતા નથી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સુકન્ાિ સમૃદ્ધી યોજના જાહેર કરી છે જેનાથી દિકરીઓ મોટી થાય ત્યારે પરિવારને સહાય મળી રહે.
આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રીશ્રી દર્શનાબેન જરદોશજીએ જણાવ્યું કે, બહેનોને રોજગાર મળે અને વધુ સક્ષમ થાય તે ખૂબ જરૂરી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે જે સ્પીડે કામ કરે છે જેટલા કલાક કામ કરે છે તેટલા કલાક કામ કરવું અશકય છે તેમને દેવી શક્તિ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ હમેંશા મહિલા સશક્તિકરણ પર ભાર મુક્યો છે અને મહિલાઓ આર્થિક રીતે મજબૂત થાય તે માટે હમેંશા ભાર અપાયો છે. જે વ્યકિતને એક વખત સન્માન મળ્યુ હોય તેને પોતાનું સન્માન બીજાને આપી દેવું જોઇએ તો નવી વ્યકિતને મોકો મળતો જાય. આજે સરકાર સ્કીલ ડેવલોપમેન્ટ પર ભાર આપી રહી છે. સરકારે મહિલાઓ માટે ઘણી યોજના બનાવી છે જેની જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે ખૂબ જરૂરી છે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, રાજ્ય સરકાર ના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી જયંતીભાઈ, શ્રીમતી ગીતાબેન સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.