ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજે સ્વચ્છતા સર્વેક્ષણ 2023ના પરિણામ જાહેર થયા છે જેમાં ડાયમંડ સિટી અને ટેક્સટાઇલનું હબ ગણાતા સુરતે ફરી ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યુ છે. સતત વિકાસની નવી નવી ઉચાંઇથી ઝળહળતું સુરતને દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે એવોર્ડ મળ્યો છે. સુરત અને ઇન્દોરને સંયુકત રિતે પ્રથમ ક્રમાંક આવતા પાલિકા કમિશનર અને મેયરને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી સુરતવાસીઓને અભિનંદન પાઠવતા જાણાવ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયથી સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે દિશમાં કામ કરતા આવ્યા છે અને આજે દેશભરમાં સફાઇની જાગૃતિ આવે તે માટે અવારનવાર સફાઇની ઝુંબેશના કામો કરવાની પ્રેરણા આપતા રહે છે જેના કારણે દેશભરમાં આજે સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતતા આવી છે. ગુજરાતમાં સુરત શહેર પણ વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના સ્વચ્છતાના સંકલ્પને સાકાર કરવા કોર્પોરેશનના પદાધિકારીઓ, કર્મચારીઓ અને સુરતવાસીઓએ સ્વચ્છતા અંગે કામો કર્યા છે તેના કારણે સુરત શહેર પ્રથમ વખત સ્વચ્છતામાં પહેલો નંબર પ્રાપ્ત કર્યો તે બદલ સુરતવાસીઓ અને મહાનગરપાલિકાના પદાધિકારીઓને પણ અભિનંદન. સુરતના લોકોમાં સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિને કારણે આ શક્ય બન્યુ છે. સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક સુરત શહેર હમેંશા બની રહે તે માટે પ્રયત્ન કરતા રહે તેવો આગ્રહ છે. સુરતની જેમ ગુજરાતના અન્ય શહેર અને ગામડાના લોકો પણ વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના સ્વચ્છતાના સંકલ્પને સાકાર કરવા પ્રયત્ન કરે તેવી વિનંતી છે.
આ પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ,પૂર્વ મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા,સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.