ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજથી સ્વીત્ઝરલેન્ડના દાવસો ખાતે વિશ્વના ધનિક અને શક્તિશાળી વ્યકિતઓની ઉપસ્થિતિ મા યોજાતી વર્લ્ડ ઇકોનોમિ ફોર્મની બેઠકનો પ્રારંભ થયો છે જેમાં ભારત તરફથી પાંચ કેન્દ્રીય મંત્રી,ત્રણ મુખ્યમંત્રી અને જુદા-જુદા રાજ્યોના મંત્રીશ્રીઓ સહિતિના પ્રતિનિધીઓ ભાગ લઇ રહ્યા છે જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પહેલી વખત ભારત તરફથી જળશક્તિમંત્રાલયના મંત્રીશ્રી તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી સી.આર.પાટીલજીએ જળશક્તિમંત્રાલય તરફથી થતા કાર્ય અંગે જણાવ્યું કે, ભારતમાં જળવાયુ પરિવર્તનને લઇ ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ખૂબ જ ગંભીરતાથી લઇ રહ્યા છે અને તેમના માર્ગદર્શનમાં કેવી રીતે વરસાદી પાણીને જમીનમાં ઉતારવું જોઇએ અને એક રાજકીય ઇચ્છાશક્તિથી નાગરીકોને જાગૃત કરી યોજનાને સફળ કરી દેશમાં પાણીની સમસ્યાને દુર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.વરસાદી પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો જોઇએ તેના માટે કઇ રીતના કામ મંત્રાલય કરી રહ્યુ છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશવાસીઓને જે પણ સુચન કરે છે તેને પાલન કરવા લોકો તત્પર થતા હોય છે અને એટલે જ સુરત શહેરમાં રાજસ્થાન,મધ્યપ્રદેશ,બિહારમાં રહેતા લોકોએ તેમના રૂપિયાથી તેમના જન્મસ્થળ પર બોર બનાવવાની કામગીરીનો સંકલ્પ કર્યો છે. લોકોના સહકાર,સરકારના ફંડ સાથે ટુંક સમયમાં અંદાજે ચાર લાખ જેટલા સ્ટ્રકચર તૈયાર કરવામાં આવ્યા છે જેમાં કેટલીક જગ્યાએ બોર,તળાવ તૈયાર કરવામાં આવ્યા છે. બોરમાં સંગ્રહ કરવામાં આવેલ પાણી જ્યારે જરૂર પડે ત્યારે ઓછા ખર્ચમાં પાછુ મેળવી શકાય છે. આજે અંહી દેશ-વિદેશથી ઘણા પ્રતિનિધીઓ આવ્યા છે તેઓ આજે ભારતની કામગીરીથી ઘણા પ્રભાવીત થયા છે અને તેઓ પણ માને છે આવનાર સમયમાં ભારત ખૂબ પ્રગતિ કરશે.
