ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની ઉપસ્થિતિમા આણંદ જિલ્લા બૂથ પ્રમુખ સંમેલન યોજાયુ.આ કાર્યક્રમમા જિલ્લા પ્રમુખશ્રી રાજેશભાઇ પટેલે સ્વાગત પ્રવચન કર્યુ.
પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતના મતદારોએ મોદી સાહેબ તેમજ દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ પર વિશ્વાસ બતાવ્યો અને કાર્યકર્તાઓએ જનતાના જે રીતે કાર્યો કર્યા છે તેના કારણે વિઘાનસભામા ભવ્ય વિજય મળ્યો છે. આપણે હજુ ઘણી બેઠકો જીતી શકયા હોત, અમુક બેઠક નજીવા મતના અંતરે હાર્યા છીએ. રામ ભગવાનનુ નામ લેવાનો કોંગ્રેસને કોઇ અધીકાર નથી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે 1980 થી ભાજપે સંકલ્પ પત્રમા જે પણ વચનો આપ્યા છે તેમાથી મોટા ભાગના પુર્ણ કર્યા છે જેમા રામ મંદિર,કલમ 370,ત્રીપલ તલાક સહિતના કામો પુર્ણ કર્યા છે.
શ્રી પાટીલજીએ વધુમા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમા વર્ષ 2014મા 283 બેઠક ભાજપાએ પ્રાપ્ત કરી અને 30 વર્ષ પછી એક સિંગલ પાર્ટીની બહુમતીથી સરકાર દેશમા બની. 2019મા 303 બેઠકો મોદી સાહેબના નેતૃત્વમા પક્ષે પ્રાપ્ત કરી. આ વખતની લોકસભામા કોંગ્રેસના જૂનો રાજીવગાંધીના સમયમા 403ના આંકડાથી ભાજપને આગળ લઇ જવાનો પ્રયાસ કરવાનો છે અને તેમા બૂથ પ્રમુખ મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. બૂથ પ્રમુખે તેમના બૂથમા 90 ટકા મતદાન થાય તેની તકેદારી રાખવાની છે. 6 એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે ત્યારે પેજ કમિટિના સભ્યોના ઘરે પક્ષનો ધ્વજ ફરકાવવા વિનંતી. લોકસભાની દરેક બેઠક આપણે જીતવાના જ છીએ પરંતુ દરેક બેઠક પર પાંચ લાખથી વધુની લીડ ઉમેદવારોને મળે તે સંકલ્પ સફળ થાય તે દિશમા કાર્યકર્તાઓ પ્રયાસ કરવાનો છે. કોંગ્રેસ માને છે કે તેમની પાસે આદિવાસી,લઘુમતી,દલીત સમાજની વોટંબેંક છે પણ આદિવાસી સમાજની 27 માથી 23 બેઠકો મેળવી છે,દલીત સમાજની 11 માંથી 10 બેઠકો જીત્યા છીએ. કોંગ્રેસ પાસે હવે વોટબેંક નથી.
સાંસદશ્રી તેમજ લોકસભાના ઉમેદવારશ્રી મિતેષભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ પેજ સમિતિ જે રીતે ગુજરાતમા તૈયાર કરાવી છે તેને જોઇ અન્ય રાજયોમા પણ પેજ સમિતિની રચના કરવામા આવી રહી છે તે આપણા માટે ગૌરવની વાત છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે પાછલા દસ વર્ષમા જે રીતે વિકાસના કાર્યો કર્યા છે તેના કારણે જનતામા આજે મોદી સાહેબ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ વિઘાનસભામા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના નેતૃત્વમા કાર્યકર્તાઓ ખૂબ મહેનત કરી છે જેનુ પરિણામ આજે આપણી સમક્ષ છે. આજે દેશમા મોદી સાહેબ ની લહેર ચાલી રહી છે અને ગુજરાતમા ફરી 26 માથી 26 બેઠક પર પાંચ લાખથી વધુની લીડ મેળવી મોદી સાહેબનો વિશ્વાસ વધુ દ્રઢ કરીએ.
આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઈ ઝડફિયા,રાજ્ય સભાના સાંસદશ્રી નરહરીભાઈ અમીન, સાંસદશ્રી મીતેશભાઇ પટેલ,જીલ્લા પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, અમુલડેરીના ચેરમેનશ્રી વિપુલભાઈ પટેલ,ધારાસભ્યશ્રીઓ,જીલ્લા મહામંત્રીશ્રીઓ તેમજ બૂથ સમિતિના પ્રમુખશ્રીઓ સહીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.