ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, ગઇકાલે લોકસભામા વિપક્ષના નેતા તરીકે કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંઘીએ પોતાનુ ભાષણ આપ્યુ હતું. રાહુલ ગાંઘીએ નિવેદન કર્યુ હતું કે, જેઓ પોતાને હિન્દુ કહે છે તેઓ 24 કલાક હિંસા,હિંસા,હિંસા ઇચ્છે છે,જુઠ્ઠાણા ફેલાવે છે,તેઓ હિન્દુ નથી. આ વિવાદસ્પદ નિવેદન અંતર્ગત આજે રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશના મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ,પ્રદેશના મુખ્ય પ્રવકતાશ્રી યમલભાઇ વ્યાસ તેમજ પ્રદેશ મીડિયાના સહ કન્વીનરશ્રી ઝુબિનભાઇ આશરાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી કોંગ્રેસના નેતા રાહુલ ગાંઘીના નિવેદનને વખોડ્યુ હતું.
પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલે પ્રેસ મીડિયાને રાહુલ ગાંઘીના નિવેદન મામલે જણાવ્યું કે, ગઇકાલે રાહુલ ગાંધીએ સંસદમા નિવેદન કરતા જણાવ્યું કે, દેશમા હિન્દુ હિંસા કરી રહ્યો છે આ પ્રકારની વાત કરી દેશના હિન્દુ સમાજના લોકોનુ અપમાન કરવાનુ કામ રાહુલ ગાંઘીએ કર્યુ છે. હિન્દુ સમાજ સહિષ્ણુ હોય છે અને પોતે અંહિસામા માનતો હોય ત્યારે રાહુલ ગાંઘી દ્વારા હડાહડ જુઠ્ઠુ ફેલાવવાનુ કામ કર્યુ છે. રાહુલ ગાંઘીએ તેમના નિવેદનમા હિન્દુ સમાજને હિંસક કહ્યો તે ખૂબ ગંભીર બાબત છે. રાહુલ ગાંઘીએ હિન્દુ લોકોની માફી માંગવી જોઇએ.
શ્રી રજનીભાઇ પટેલે વધુમા જણાવ્યું કે, દેશમા આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે ત્યારે દિશા હિન કોંગ્રેસ અને તેમના નેતા બોખલાઇને આવા નિવેદન કરી દેશની જનતાનુ વારંવાર અપમાન કરે છે જેને હિન્દુ લોકો કયારેય માફ નહી કરે. લોકસભા ચૂંટણીમા દેશની જનતાએ જોયુ છે કે કોંગ્રેસના નેતાઓએ સત્તા મેળવવા દેશમા કેવા જુઠ્ઠાણા ફેલાવ્યા હતા પરંતુ દેશની જનતાએ વૈશ્વીકનેતા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે જવાબદારી સોંપી છે. કોંગ્રેસના નેતાઓની પહેલાથી ત્રુષ્ટીકરણની રાજનીતી રહી છે. લોકસભા ચૂંટણીમા કોઇ ચોક્કસ કોમના લોકોના મત મેળવવાનો જે પ્રયાસ રહ્યો છે તે પણ સફળ થયો નથી. સમગ્ર દેશના લોકો રાહુલ ગાંઘીના આ નિવદેનથી નારાજ છે જેને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સખત શબ્દોમા વખોડે છે.