વાપી છિરી ખાતે ૧૧ કરોડ થી વધુ ના ખર્ચે નિર્માણ થનાર સબ સ્ટેશનનું ભૂમિ પૂજન કરાયું

BJP GUJARAT NEWS

ગુજરાત સરકારના નાણાં,ઉર્જા,પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ અધ્યક્ષ સ્થાને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (ગેટકો) વાપી ના છિરી ખાતે ૧૧ કરોડ થી વધુ ના ખર્ચે નિર્માણ થનાર ૬૬. કે.વી. સબ સ્ટેશન ના ભૂમિપૂજન ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું,વાપી ચલા ખાતે નવા બનનાર ૬૬.કે.વી. ચલા સબ સ્ટેશન માં (૧) ૧૧. કે.વી. છિરી ન્યુ (જે.જી.વાય) (૨)૧૧.કે.વી. ગાલા મસાલા (જે.જી.વાય) (૩) ૧૧. કે.વી.જે.નાનજી.(ઇન્દ્રટ્રીયલ) (૪)૧૧.કે.વી.જી.અલાઈડ સ્પેર્સ (જી.આઈ.ડી.સી) (૫) ૧૧ કે.વી. યમુના (જી.આઈ.ડી.સી) જેટલા ૫ ફીડરો નો સમાવેશ કરવામાં આવ્યો છે

નાણામંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ જણાવ્યું હતું કે દેશની યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર, તેમજ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વ માં કાર્યરત ગુજરાત સરકાર અનેકવિધ વિકાસ ના કાર્યો હાથ ધર્યા છે જેમાં ઉર્જા ક્ષેત્રમાં પણ ગુજરાતનો આગવું યોગદાન છે,નાણાં મંત્રીશ્રીએ વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી ના નેતૃત્વમાં ઉર્જા વિભાગ પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે,વાપી છિરી ખાતે નિર્માણ થનાર સબ સ્ટેશન ના કારણે અંદાજીત ૧૫ હજાર જેટલા ગ્રાહકો ને આનો લાભ મળશે હોવાનું જણાવ્યું હતું

કાર્યક્રમમાં જેટકો ના એમ.ડી. શ્રી ઉપેન્દ્રભાઈ પાંડે,ડી.જી.વી.સી.એલ ના એમ.ડી. શ્રી યોગેશભાઈ ચૌધરી,ગાંધીનગર ઉર્જા વિભાગના ઓ.એસ.ડી. જે.ડી.તન્ના, પ્રદેશ એસ.સી. મોરચાના કારોબારી સભ્ય શ્રી વસંતભાઈ પરમાર,વાપી શહેર પ્રમુખ સતિષભાઈ પટેલ,વાપી નોટિફાઇડ ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ,વાપી તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, વાપી નગરપાલિકાના પ્રમુખ શ્રી પંકજભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રીમતી દેવલબેન દેસાઈ, કારોબારી અધ્યક્ષ શ્રી મનોજભાઈ પટેલ,વાપી નગરપાલિકા ના પૂર્વ કારોબારી અધ્યક્ષ શ્રી મિતેશભાઈ જિલ્લા પંચાયત સભ્ય શ્રી જગદીશભાઈ પટેલ,જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર દિવ્યેશ કૈલાશનાથ પાંડે,વાપી શહેર મહામંત્રી શ્રી વિરાજભાઈ દિક્ષાણી,દક્ષિણ ગુજરાત સોશિયલ મીડિયા વિભાગના કો-કન્વીનર શ્રી સત્યનભાઈ પંડ્યા,વાપી તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી સુનીતાબેન તિવારી,વાપી તાલુકા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ અને છિરી ગ્રામ પંચાયતના સભ્ય શ્રીમતી અરુણાબેન દેસાઈ, વાપી નગરપાલિકાના નગરસેવકો,જેટકો ના અધીકારીઓ,ડી.જી.વી.એસ.એલ ના અધિકારીઓ,સ્થાનિક આગેવાનો,કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *