ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ને આજ રોજ 150 વર્ષ પુર્ણ થયા.આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ દેશભરમાં વંદે માતરમનુ સમુહ ગાનનું આયોજન કરવામાં આવ્યું. રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે વિઘાનસભા પરિસર ખાતે તેમજ પ્રદેશ અધ્યશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજી સરાઇ – ઉમરગામ ખાતે વંદે માતરમ ગીતની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ સંબોધન કરતા પહેલા વંદે માતરમ ગીતના રચેતા શ્રી બંકિમ ચંદ્રચટ્ટોપાધ્યાયજીને નમન અને વંદન કરતા જણાવ્યું કે, આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. સમગ્ર દેશભરના ભારતીયો માટે આજે સન્માનનો દિવસ છે. વંદે માતરમએ સામાન્ય નારો નથી પણ ક્રાંતિ મંત્ર છે જેને બોલતા ભારતાના નાગરિકોના હ્રદયમાં જોમ અને જુસ્સો આવી જાય છે. વંદે માતરમ એટલે ભારત માતાને વંદન,માતૃભૂમિને વંદન, આ દેશની માટીને વંદન. સમગ્ર વિશ્વમાં આપણો ભારત જ દેશ એવો છે જેને ભારત માતા તરીકે સંબોધવામાં આવે છે ભારત દેશને આપણે માતા માનીએ છીએ.વંદે માતરત એ માત્ર ગીત નથી ભારતના આત્મનો નાંદ છે. વંદે માતરમ શબ્દોમાં રાષ્ટ્રીય પ્રેમની ધ્વની જાગૃત કરવાની અનોખી શક્તી છે, માત્ર શબ્દ બોલવાથી ઉર્જા,શ્રદ્ધા અને સંકલ્પનો સંચાર થાય છે.
શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ વધુમાં જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશભરમાં આજે વંદે માતરમ ગીતની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સરકારી અધિકારીગણ, ચૂંટાયેલ પાંખ,શાળા-કોલેજો, જાહેર સ્થળોમાં આજે રાષ્ટ્રગીતના સન્માનમાં સમુહ ગાન સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 1896માં કોલકતામાં રવિન્દ્રનાથ ટાગોરજીએ વંદે માતરમ ગાનનું પ્રથમ વખત પઠન કર્યુ હતું. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે 1950માં વંદે માતરને રાષ્ટ્રગીતનો દરજ્જો આપ્યો. વંદે માતરમ બ્રિટીશ શાસન સામે પ્રતિકારનું એક શક્તિશાળી પ્રતિક બન્યું. વંદે માતરમ ગીત રાષ્ટ્રભાવનાની પ્રેરણાદાયી અસરને કારણે બ્રિટશ સરકારે આ ગીતના ઉપયોગ પર પ્રતિબંધ મુકયો હતો. વંદે માતરમએ ગીત નથી ભારતની આત્મા અને ઓળખ છે. વંદે માતરમ ગીત બાળ ગંગાધર તિલક,લાલા લજપત રાય,શહિદ ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝ જેવા ક્રાંતિકારી વિરજવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યું. આઝાદીના સમયમાં વંદે માતરમ કહીને કેટલા વિરજવાનોએ ભારતમાતાના ખોળે શીશ જુકાવી અંતિમ શ્વાસ લીધા અને વંદે માતરમ બોલતા બોલતા ફાંસીએ ચડ્યા છે. કાર્યક્રમમાં ઉપસ્થિત યુવા પેઢીને વંદે માતરમ ગીતનું ઐતિહાસિક મહત્વ વિશે વિગતવાર સમજણ આપી હતી. વંદે માતરત આપણે ગર્વથી બોલીએ છીએ પણ કોંગ્રેસે ઘણો અન્યાય ભારત માતા સાથે કર્યો છે. કોંગ્રેસ પક્ષ અને તેમના નેતાઓએ વંદે માતરમ પ્રત્યે અસહીષ્ણુતા દર્શાવી.2017માં AIMIM ના નેતાશ્રી અકબરૂદીન ઓવૈસીએ શાળામાં વિદ્યાર્થીઓ માટે વંદે માતરત ગીત ફરજીયાત ગાવા ના પરિપત્રને રદ કરવાની માંગ કરી.તેલગણાની કોંગ્રેસ સરકારે શાળોઓમાં વંદે માતરમ ગાવાનુ ફરિયાજત બનાવવામાં આવશે નહી તેમ જણાવ્યું હતું. 2019માં મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકારે સચિવાલયમાં વંદે માતરમ ગાવા પર પ્રતિબંઘ મુક્યો હતો. લોકશાહિનુ હનન કરવાનું કૃત્ય કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું. 140 કરોડ ભારતીયો ક્યારેય કોંગ્રેસને માફ નહી કરે જેમણે વંદે માતરમ ગાવા પર પ્રતિબંઘ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં આપણે ભારત માતાને પરમ વૈભવના શિખર પર પહોંચાડવા માટે સૌ સાથે મળીને પ્રયાસ કરવાનો છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના આત્મનિર્ભર ભારત બનાવવાના સંકલ્પને સાકાર કરવા આપણે સૌ સ્વદેશી વસ્તુના ઉપયોગ માટે સંકલ્પ કરીએ અને ભારતને દેશને આત્મનિર્ભર કરી મજબૂત બનાવીએ.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ,શ્રી નરેશભાઇ ,શ્રીજયરામભાઇ, સાંસદશ્રી ધવલભાઇ પટેલ,ધારાસભ્યશ્રીઓ તેમજ જીલ્લા શાળાના આર્ચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
