ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, બુથ પ્રભારીથી લઇ કર્ણાવતી મહાનગરના પ્રમુખ તરીકે સંગઠનમાં મહત્વની ભૂમિકા નિભાવનાર એવા યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજી તેમના પ્રવાસ દરમિયાન કાર્યકર્તાઓમાં ઉર્જાનો સંચાર કરી પક્ષને વધુ મબજૂત બનાવવા માર્ગદર્શન આપી રહ્યા છે ત્યારે આજ રોજ સાબરકાંઠાના પ્રવાસે પધાર્યા છે ત્યારે જીલ્લાના કાર્યકર્તાઓએ ભવ્ય બાઇક રેલી સાથે “ભારત માતા કી જય” ના ઘોષ સાથે પ્રદેશ પ્રમુખશ્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું ત્યાર બાદ કળશ પાર્ટી પ્લોટ હિંમતનગર ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીનો અભિવાદન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રમુખશ્રી કનુભાઇ પટેલે સ્વાગત પ્રવચન કર્યુ હતુ. કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રીનું ચોપડા અને ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા પહેલા દિલ્હીમાં બનેલી દુર્ઘટના અંગે દુ:ખ વ્યકત કરતા જણાવ્યું કે,દિલ્હીમાં જે ઘટના બની તે કાળજુ કંપાવી નાખે તેવી છે. ઘટનાનું દુખ આપણને સૌને છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લઇ તપાસ એજેન્સી સાથે સતત સંપર્કમા રહી કોઇ પણ દોષિત વ્યક્તિને છોડવામાં ન આવે તે માટે સુચના આપી છે. ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિઓને શ્રદ્ધાજંલિ અર્પણ કરી બે મીનીટ મૌન પાડવામાં આવ્યું. આજે આ સભા સ્થળે ચારેય બાજુ મહિલાઓ-માતાઓએ કેસરિયો સાફો પહેર્યો છે તેમને વટ પાડી દીધો છે. જિલ્લાના નામી-અનામી કાર્યકર્તાઓ કે જેમણે પાર્ટી માટે ખૂબ મોટુ યોગદાન આપ્યું છે તેમને યાદ કર્યા. સાબરમતી, વાકળ અને આકળ એમ ત્રણેય નદીનો સંગમ થાય છે તેવી ભૂમિ પર આજે ઉપસ્થિત રહેવાની તક મળી છે. સહકારી માટે સરદાર સાહેબે જે સ્વપ્ન જોયુ છે તે સ્વપ્નને સાકાર કરવામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સતત પ્રયાસ કરી રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આઝાદીના 75 વર્ષ પછી પ્રથમ વખત સહકારીતા વિભાગ શરૂ કરી દેશના ખેડૂતો-પશુપાલકોને સૌથી મોટી ભેટ આપી છે. સહકારીતા વિભાગની જવાબદારી દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબને સોંપી છે. આપણો દેશ કૃષી પ્રધાન દેશ છે અને દેશની જીડીપીમાં કૃષિનો ફાળો સૌથી વધુ છે. શામળભાઇને યાદ કરી કહ્યુ કે, અમુલ ફેડરેશનની અંદર પાંચ વર્ષ સુધી તેમણે ફેડરેશનના ચેરમેન તરીકે ખૂબ મોટી કામગીરી કરી છે.
શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ વધુમાં જણાવ્યું કે, આપણું દુધ વિશ્વના બજારોમાં વહેચાય તેની ચિંતા અમુલના માધ્યમથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ, દેશના ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ કરી રહ્યા છે. શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ શ્રી અમિતભાઇ શાહ સાહેબ દેશના ખેડૂતો-પશુપાલકોની ચિંતા કરે છે અને વિશ્વની ગમે તેવી મહાસત્તા સામે ઝુક્યા નથી. ગમે તેવી ધમકી આપે કે ટેરિફ લગાવવાની ધમકી આપે તો પણ ઝુક્યા નથી તેનુ એક માત્ર કારણ આજે આપણી અમુલ આખા વિશ્વમાં ડંકો વગાડે છે અને એક લાખ કરોડના ટન ઓવર પર આજે અમુલ ડેરી પહોચી છે આ શ્રેય આપણા પશુપાલકોને જાય છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને કોઇ પાર્ટીના કાર્યકર્તાઓ પરાજય ન કરી શકે તેવા કાર્યકર્તાઓ છે. કેટલીય વાર વિપરીત પરિસ્થિતિ આવી હશે પરંતુ વિપરિત પરિસ્થિતિ સામે ભાજપનો કાર્યકર્તા ક્યારેય પાછો પળ્યો નથી તેનુ મને ગર્વ છે. મને ભાજપના કાર્યકર્તા પર 100 ટકા ભરોસો છે કે ભાજપનો કાર્યકર્તા ક્યારેય ડગ્યો નથી અને 56ની છાતી રાખી અડીખમ ઉભો હોય છે.
શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ વધુમાં જણાવ્યું કે, સાબરકાંઠા જીલ્લો સહકારીતા માટે આગવી ઓળખ ઘરાવતો જિલ્લો છે. આજના નવ યુવાનોને ખબર નહી હોય કે અંધકાર કોને કહેવાય. પહેલાના સમયમાં સાંજના સમયે વાળુ કરી લેવુ પડે તેવી સ્થિતિ હતી,ફાનસ પ્રગટાવી સાંજનુ ભોજન કરવુ પડતુ હતુ, આજે ગામડાઓમાં 24 કલાક વિજળી મળે છે. દેશમા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વિકાસની રાજનીતી પ્રસ્થાપિત કરી છે. જિલ્લામાં મેડિકલ કોલેજ,આર્ટસ-કોમર્સની કોલેજો,શાળાઓ,રોડ-સસ્તા, પ્રાથમિક સગવડો હોય ત્યારે વિકાસ થયો કહેવાય અને આજે વિકાસની દિશામાં આપણે સૌ હરણફાળ ગતિએ આગળ વધી રહ્યા છીએ તેનુ આપણને ગૌરવ છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ હિંમતનગર રેલવે સ્ટેશને આધુનિક સેવાથી સજ્જ બનાવવામાં આવ્યું છે તેમજ જિલ્લાના વિવિધ વિકાસલક્ષા પ્રકલ્પોની માહિતી આપી હતી. ખેડૂતોને આપણે નમન કરીએ છીએ તેમના માટે વિવિઘ યોજના થકી તેમની સમસ્યા દુર કરવાનો પ્રયાસ કરીએ છીએ પણ કોંગ્રેસની સરકારે ખેડૂતોના અવાજને દબાવવાનુ કામ કરતી હતી. આ વખતે કમોસમી વરસાદને કારણે ગુજરાતના ગામડાઓમાં નાનુ-મોટુ ઘણુ નુકશાન થયુ ત્યારે મુખ્યમંત્રી સહિત મંત્રીઓ ખેડૂતોની વચ્ચે જઇ તેમના પર આવેલ સંકટમાં તેમની મદદ માટે ગયા. આજે દેડકાની જેમ નેતાઓ અલગ-અલગ રાજયોમાથી આવી આપણા રાજયના ખેડૂતોને ભોળવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને કહેવુ છે કે તમે તમારા પ્રાંતમાં ખેડૂતોને શું મદદ કરી તેની ચિંતા કરો. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે ખેડૂતો માટે ઉદાર મન રાખ્યુ છે. આજે દેડકાની જેમ ફુટી નીકળેલા નેતાઓ આપણને એમ કહે છે કે તમે આટલુ વળતર ચુકવો તો એક વખત પુછો કે તમે પંજાબમાં કેટલુ વળતર ચુકવ્યુ અને અમારા ખેડૂતને પુછો કે અમે કેટલુ વળતર આપ્યું. ભાજર સરકારે ખેડૂતોને ઐતિહાસીક 100 ટકા વળતર આપવાનો નિર્ણય કર્યો છે. અન્ય રાજ્યોના નેતાઓ ગુજરાતમાં આવી આપણા ખેડૂતોને છેતરવાનો પ્રયાસ કરે છે ગુજરાતની જનતા ભોળી ચોક્કસ છે પરંતુ સમજદાર છે અને એટલા જ માટે સતત 25 વર્ષથી મોદી સાહેબ સાથે અડીખમ ઉભી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી અભિયાનને વધ મજબૂત કરીએ અને તેના માટે ઘર વપરાશમાં આપણે સ્વદેશી વસ્તુ ખરીદવાનો સંકલ્પ કરીએ. આપણે સૌ સાથે મળી આત્મનિર્ભર ભારત બનાવવા તેમજ વિકસીત ભારત બનાવવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો હાથ વધુ મજબૂત કરીએ. અંતમાં શ્રી જગદીશભાઇએ જણાવ્યું કે, ભાજપ એટલે સહકારથી સમૃદ્ધી, ભાજપ એટલ પશુપાલકની સમૃદ્ધી,ભાજપ એટલે ખેડૂતોને યોગ્ય વળતર,ભાજપ એટલે વાઇબ્રન્ટ ગુજરાત,ભાજપ એટલે યુવાનોનુ ભવિષ્ય,ભાજપ એટલે મહિલાઓ સુરક્ષીત,ભાજપ એટલે વિકાસ અને વિશ્વાસ.
પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલે સંબોઘન કરતા જણાવ્યું કે, આપણને યુવાન,ઉર્જાવાન, ઉત્સાહી તેમજ સંગઠન અને સરકાર બંનેનો અનભુવછે તેવા પ્રદેશ અધ્યક્ષ આપણને મળ્યા છે. પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ તેમણે કહ્યુ હતું કે મારા સ્વાગતમાં કોઇ બુકે કે મોંઘી વસ્તુ નહી પરંતુ મારુ સ્વાગત વિદ્યાર્થીઓને જરૂરીયાત એવી નોટબુક,પુસ્તકથી કરજો જેનાથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અર્પણ કરી શકીએ. આગામી સમયમાં પ્રદેશ અધ્યક્ષશ્રીનો દરેક જિલ્લામાં પ્રવાસ કાર્યક્રમ થવાનો છે અને જે જે જિલ્લામાં પ્રવાસ થયો છે તેમાં કાર્યકર્તાઓ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષશ્રીને આવકારવા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી રહ્યા છે તે જ પ્રદેશ અધ્યક્ષશ્રી પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે.સમગ્ર વિશ્વમાં ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટી પાર્ટી બનાવવાનો શ્રેય પાર્ટીના કાર્યકર્તાઓને જાય છે. પહેલાના સમયમાં મની પાવર,મસલ્સ પાવર,જ્ઞાતી-જાતીના આઘારે ચૂંટણી લડાતી હતી પરંતુ શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે રાજય અને દેશમાં વિકાસની રાજનીતી પ્રસ્થાપિત કરી અને તેમના નેતૃત્વમાં ગુજરાતમાં સંર્વાગી વિકાસ થયો છે જે આજે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ચાલી રહ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશ વિકસીત રાષ્ટ્ર તરીકે આગળ વધે તે માટે પ્રયાસ કરી રહ્યા છે.
પ્રદેશ પ્રમુખશ્રીના અભિવાદન સમારોહમાં પ્રદેશના મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, જીલ્લાના પ્રમુખશ્રી કનુભાઇ પટેલ, રાજયના મંત્રીશ્રી પ્રદ્યુમનભાઇ વાજા, પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી કૌશલ્યા કુંવરબા, પ્રભારી, શ્રીગજેન્દ્રભાઇ, પ્રવાસ કાર્યક્રમના ઇન્ચાર્જશ્રીઓશ્રી શ્રી ડો. ઋત્વીજભાઇ પટેલ, શ્રી ઘવલભાઇ દવે, શ્રી સંદિપભાઇ દેસાઇ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાધુ-સંતો, વિવિઘસમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
