ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજ રોજ ગુજરાત પ્રદેશના નવનિયુકત અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીનો આણંદના અક્ષર ફાર્મ ખાતે જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો. અભિવાદન સ્થળ પર પહોંચતા પહેલા પ્રદેશ અધ્યક્ષશ્રીના સ્વાગતમાં ભવ્ય બાઇક રેલી યોજાઇ હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાથમાં ભાજપનો ધ્વજ ફરકાવી ભારત માતા કી જયના નાદ સાથે રૂડો આવકાર આપ્યો હતો. અભિવાદન સમારોહના કાર્યક્રમમાં જીલ્લા પ્રમુખશ્રી સંજયભાઇ પટેલે સ્વાગત પ્રવચન કર્યુ હતું.કાર્યક્રમમાં જિલ્લાના હોદ્દેદારશ્રીઓએ પ્રદેશ અધ્યક્ષશ્રીનુ 75 હજાર ફુલ સ્કેપ ચોપડા આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી અભિયાનના સંકલ્પને સાકાર કરવા માટે પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીને એક લાખ સંકલ્પ પત્રો અર્પણ કરવામાં આવ્યા હતા.
અભિવાદન સમારોહના કાર્યક્રમમાં જિલ્લાના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા પહેલા સાઘુ-સંતો તેમજ સરદાર વલ્લભભાઇ પટેલને વંદન કરતા જણાવ્યું કે, મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓએ કેસરિયા સાફા પહેરીને અહલાદક વાતાવરણ બનાવ્યું છે. આજે સરદાર સાહેબની ભૂમિ પર સરદાર સાહેબને છાજે તે પ્રમાણેનો ભવ્ય કાર્યક્રમ યોજ્યો છે તે બદલ જિલ્લાની ટીમને અભિનંદન. આ ભૂમિ એક જિલ્લાના નકશા પર નહી કે એક રાજ્યના નકશા પર નહી પરંતુ સમગ્ર વિશ્વના નકશા પર કંડારેલી છે. આંણદ એ આદર અને સ્વભિમાનની ભૂમિ છે. વિશ્વના મોટા ભાગના દેશમાં આજે આંણદનો રહેવાસી જોવા મળે જ. આંણદ જિલ્લાની ભૂમિ,પાણી ની અંદર એક એવી તાકાત છે કે જેને સરદાર સાહેબનુ ઘડતર અને સર્જન કર્યુ છે. આજે જિલ્લામાંથી ક્ષિક્ષણ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થી દેશ અને વિદેશમાં જાય છે ત્યારે આગવી ઓળખ ઉભી કરી છે તેનુ આજે એક ગુજરાતી તરીકે આપણને સૌને ગૌરવ થાય છે. જિલ્લામાં ચારુવિદ્યા મંડળ હોય કે વલ્લભ વિદ્યાનગર જેવી શૈક્ષણિક સંસ્થાના કારણે વિદ્યાર્થીઓ દેશ-વિદેશની ધરતી પર ગર્વથી કહી શકે છે કે હું ગુજરાત થી આવ્યો છું, હું આણંદ કે વિદ્યાનગરથી આવ્યો છું. આજે વિદેશના કોઇ પણ દેશમાં ફરવા કે ઇમીગ્રેશન માટે જતા લોકોને ઇમિગ્રેશનના અધિકારીઓ પણ કહે છે કે નરેન્દ્ર મોદીના રાજયમાથી આવ્યા છો? આ સાંભળી આપણા ગુજરાતીઓને ગર્વ થાય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આજે વિદેશની ઘરતીમાં દેશના 140 કરોડ લોકોનુ સન્માન વધાર્યુ છે. આજે વિદેશનીતીના કારણે ભારતીય નાગરીકોને ઘણા દેશોમાં ઓન ઓરાઇવલ વિઝા મળે છે.
શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ દિલ્હીમાં થયેલ કાર બ્લાસ્ટની ઘટનાને યાદ કરતા જણાવ્યું કે, દિલ્હીમાં લાલ કિલ્લા પાસે આતંકવાદીઓએ કાર બ્લાસ્ટ કરાવી હિચકારો હુમલો કર્યો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ભુતાન પ્રવાસેથી આવીને સિધા ઇજાગ્રસ્તોને મળી સંવેદના પાઠવી હતી. કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબે ઘટના સ્થળની મુલાકાત કરી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સુરક્ષા એજેન્સીઓ સાથે સતત સંપર્કમાં રહી આતંકવાદીઓને કડકમાં કડક સજા મળે તેનુ માર્ગદર્શન પાઠવ્યું છે. ગત રોજ વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઇ હતી જેમા આ ઘટનાને આતંકવાદી હુમલા સ્વીકારી તેની નિંદા કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મિરના પહેલગામમાં પણ એપ્રિલ મહિનામાં આતંકીઓએ નિર્દોષ લોકોને જાતિ પુછીને ગોળી ઘરબી દીધી હતી આતંકીઓના નિર્મમ કૃત્ય પછી દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશની સેનાને માર્ગદર્શન આપી ઓપરેશન સિંદુર થકી આંતકીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. આતંકીઓએ આપણી માતા-બહેનોના સિંદુર ભુસવાનુ કામ કર્યુ હતું તેમને વડાપ્રધાનશ્રીએ જડબાતોડ જવાબ આપ્યો હતો ત્યારે કાર બ્લાસ્ટની ઘટનામા પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરશે તેવો મને વિશ્વાસ છે. આતંકવાદીઓને વડાપ્રધાન અને ગૃહમંત્રી છોડશે નહી.
શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ અમુલ ડેરીને યાદ કરતા જણાવ્યું કે, અમુલ ડેરીમાં ઉત્પાદિત થયેલ વસ્તુઓ આજે દેશ વિદેશમાં વહેચાય છે. અમુલની દેશ વિદેશમાં પ્રસિદ્ધ થાય તેનુ સ્વપ્ન સરદાર વલ્લભભાઇ પટેલે જોયુ હતું. દસ લોકોએ ભેગા મળીને મંડળની સ્થાપના કરી હતી ત્યારે કલ્પના પણ નહિ હોય કે અમુલ વટવૃક્ષ બનીને વિશ્વના દેશોમાં પ્રસિદ્ધ થશે. અમુલ ડેરીનુ ટર્ન ઓવર આજે 1 લાખ કરોડ રૂપિયાનુ છે તેમજ 150 કરતા પણ વધુ વસ્તુનુ ઉત્પાદન થાય છે. આપણે સૌએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો આભાર વ્યકત કરવો જોઇએ કારણ કે સહકારીતાનું જે સ્વપ્ન સરદાર વલ્લભભાઇ પટેલે જોયુ હતું તે આઝાદીના 75 વર્ષ પછી પુર્ણ કરવાનો પ્રયાસ તેમણે કર્યો છે. દેશમાં પહેલી વખત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સહકારીતા મંત્રાલય શરૂ કર્યુ અને તેનુ સંચાલન દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબને સોપ્યું છે. આજે સહકારક્ષેત્રમાં ગુજરાત નંબર એક પર છે તેમ વિશ્વની ફલક પર સહકાર ક્ષેત્રે ભારત દેશ પ્રથમ બને તે દિશામાં શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને શ્રી અમિતભાઇ શાહ સાહેબ કામ કરી રહ્યા છે. આજે ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સિધા રૂપિયા જમા થઇ રહ્યા છે. સરદાર સાહેબે સરદાર સરોવર ડેમનુ સ્વપ્ન જોયુ હતું અને તે સ્વપ્નને પુર્ણ કરવા વડાપ્રપધાનશ્રીએ પ્રયાસ કર્યો. કોંગ્રેસને આપણી પાસે હિસાબ માંગવાનો કોઇ અધિકાર નથી. દેશમાં કોંગ્રેસની સરકાર રહી ત્યા સુધી સરદાર સરોવરના ડેમ વઘારવાની મંજુરી ન આપી, ન તો દરવાજા લગાવવાની મંજુરી આપી. દેશમાં એક માત્ર મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સરદાર સરોવર ડેમની ઉંચાઇ વઘારવા ઉપવાસ પર બેસવુ પડયું અને 2014માં વડાપ્રધાન બન્યા પછી 17 દિવસમાંજ ડેમના દરવાજા લગાવવાની મંજુરી આપી. આજે કેવડિયાથી કચ્છ સુધી પાણી પહોંચાડવાનુ કામ વડાપ્રધાનશ્રીએ કર્યુ છે. કોંગ્રેસના નેતા આવે તો પુછજો કે આટલા વર્ષો સુધી દરવાજા લગાવવાની મંજુરી કેમ નહોતી આપી.
શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસના સાશનકાળમાં વાળુ સમયે વિજળી નોહતી મળતી પરંતુ આજે રાજય અને દેશમાં 24 કલાક વિજળી આપવાનુ કામ વડપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ કર્યુ છે. કોંગ્રેસના નેતાઓ કુદરતી આફત સમયે પણ ખેડુતોની સંવેદના સમજવાને બદલે મજાક કરે છે. કોંગ્રેસ સનાતન ધર્મનો વિરોઘ પહેલેથી કરતી આવી છે. કોંગ્રેસ કયા ધર્મને ખુશ કરવા પ્રયત્ન કરે છે?. કમોસમી વરસાદને કારણે ખેડૂતો પર આવેલ સંકટ સમયે સરકાર સર્વે કરાવી રાહત પેકેજની જાહેરાત કરે અને કોંગ્રેસના નેતાઓ ખેડૂતોને સહાય ન લેવા ઉશ્કેરવા પ્રયત્ન કરે છે. ગુજરાતમાં કોંગ્રેસના સમયમાં ભુખ,ભય,હડતાલો,માફિયા ગીરી ચાલતી હતી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કહે છે કે નેપાળવાળી થશે? આ ગુજરાતની શાંતિને ડોહળવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે ગુજરાતની જનતા આ સાખી નહી લે. ગુજરાતની જનતા કોંગ્રેસને સતત સત્તાથી દુર રાખતી આવી છે. ભાજપના કાર્યકર્તાઓનીત તાકાત કોંગ્રેસે જોઇ છે અને હજુ 25 વર્ષ સુધી કેસરિયો તમને સત્તા પર નહી આવા દે તેનો મને વિશ્વાસ છે. કોંગ્રેસને સરદાર અમારા છે તેમ કહેવાનો અધિકાર નથી. કોંગ્રેસ ગુજરાતની જનતામાં જ્ઞાતિ-જાતીના આઘારે ભાગલા પાડવાનો પ્રયાસ ન કરે. કોંગ્રેસના સમયમાં પાણી માટે ગુજરાત વલખા મારુતુ હતુ તો શાળા-કોલેજ,આરોગ્ય જેવી પ્રાથમિક સુવિઘાનો પણ અભાવ હતો. ભાજપે તેમના મેનિફેસ્ટોમાં જે પણ વચનો આપ્યા હતા તેને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે પુર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે. આજે ગુજરાત આરોગ્ય, શિક્ષણ, કૃષિ,સહકાર, ઉદ્યોગ, ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે નંબર એક પર છે. મહિલાઓ અને યુવાનોનુ કલ્યાણ એ જ ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિકતા રહી છે. આજે આંણદ અને આસપાસના વિસ્તારોમા વિકાસના કાર્યો તમને જોવા મળે છે. વડાપ્રધાનશ્રીના હર ઘર સ્વેદશી અભિયાન થકી આત્મનિર્ભર ભારત બનાવવાનો પ્રયાસ આપણે સૌ સાથે મળીને કરીએ. આજે આપણે સૌ સ્વદેશી વસ્તુના ઉપયોગ કરવાનો સંકલ્પ કરીએ. સરદાર@150ની ગૌરવ યાત્રા નિમિત્તે કરમસદથી કેવડિયા એમ અંદાજે 152 કિમીની યાત્રા યોજાવાની છે ત્યારે દેશભરમાંથી લોકો જોડાવાના હોય ત્યારે આણંદ જિલ્લાની જવાબદારી વધી જાય છે.
આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રમુખશ્રી સંજયભાઇ પટેલ, રાજયનામંત્રીશ્રી રમણભાઇ,શ્રી કમલેશભાઇ, પ્રભારીશ્રી સંજયભાઇ, સાંસદશ્રી મિતેષભાઇ,જિલ્લાના પ્રભારીશ્રી રાકેશભાઇ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હસમુખભાઇ,શ્રી જયપ્રકાશભાઇ,શ્રી રાજેશભાઇ,પ્રવાસ કાર્યક્રમના ઇન્ચાર્જશ્રીઓ શ્રી ઘવલભાઇ દવે, શ્રી ડો.ઋત્વીજભાઇ પટેલ,શ્રી સંદિપભાઇ દેસાઇ સહિત પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
